એવો જાણીયે એરહોસ્ટેસ્સની અને હોસ્પિટાલિટી કરિયર અને વધતી જતી ડિમાન્ડ વિષે

વિકસતી માંગ અને વધતા પ્રવાસન ક્ષેત્રને કારણે, ભારતમાં ઉડ્ડયન…

નાબાર્ડે નાણાકીય વર્ષ 2024-25 માં ગુજરાત માટે મહત્વાકાંક્ષી ₹3.53 લાખ કરોડની ધિરાણ ક્ષમતાનું અનાવરણ કર્યું

ગુજરાતના મુખ્ય સચિવ, શ્રી રાજ કુમાર, IAS એ 15 ફેબ્રુઆરી, 2024ના રોજ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-1, સચિવાલય, ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં, નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા અત્યંત અપેક્ષિત સ્ટેટ ફોકસ પેપર 2024-25નું અનાવરણ કર્યું હતું. નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ વાર્ષિક દસ્તાવેજમાં ગુજરાત જેવા એક વાઇબ્રન્ટ રાજ્યમાં અગ્રતા ક્ષેત્રો માટે ₹3.53 લાખ કરોડની પ્રભાવશાળી ધિરાણ ક્ષમતા દર્શાવવામાં આવી છે. આ પ્રસંગે  શ્રી એ. કે. રાકેશ, IAS, અધિક મુખ્ય સચિવ, (ACS), ગુજરાત, વરિષ્ઠ બઁક અધિકારીઓ, બિન-સરકારી સંગઠનો અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતાં. રાજ્યના વિવિધ વિભાગો, બેંકો અને હિસ્સેદારો સાથેના સહિયારા પ્રયાસથી તૈયાર થયેલ સ્ટેટ ફોકસ પેપર સમારોહનું મુખ્ય આકર્ષણ રહેતા વાતાવરણ ખુબજ ઉત્સાહ પૂર્ણ હતું. નાબાર્ડના ઝીણવટભર્યા વિશ્લેષણમાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રો માટે ₹1.42 લાખ કરોડ (40 ટકા), એમએસએમઇ ક્ષેત્ર માટે ₹1.80 લાખ કરોડ (51 ટકા) અને બાકીના 9 ટકાના ધિરાણની સંભવિતતા અન્ય અગ્રતા ક્ષેત્રો માટે દર્શાવવામાં આવી હતી. આ દૂરંદેશી ધરાવતો દસ્તાવેજ માત્ર વર્તમાન ધિરાણ-શોષણ ક્ષમતાની રૂપરેખા જ નથી આપતો, પરંતુ વ્યૂહાત્મક ભાગીદારી અને નીતિગત હસ્તક્ષેપો દ્વારા તેને વધારવા માટેની વ્યૂહરચનાઓ પણ સૂચવે છે. શ્રી રાજ કુમાર, IAS, મુખ્ય સચિવ, ગુજરાત સરકારે તેમના મુખ્ય વક્તવ્યમાં, ગુજરાત માટે સ્ટેટ ફોકસ પેપર 2024-25ના અનાવરણ પર, નાબાર્ડની અન્ય નોંધપાત્ર ગ્રામીણ વિકાસ પહેલ જેમ કે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ(PACS)ના કોમ્પ્યુટરાઇઝેશનની સાથે નાબાર્ડની પ્રશંસા કરી હતી. તેમના સંબોધનમાં, શ્રી રાજ કુમારે, બેંકરોને ખેડૂતોને નાના વેપારી સાહસો તરીકે જોવા અને રાજ્યના ખેડૂતોને તેમની સાહસિક કૌશલ્યમાં વધુ વિશ્વાસ મૂકીને ધિરાણ વધારવા પર ભાર મૂક્યો હતો. ગ્રામીણ ભારતની વિશ્વ બેંકના ભારતીયકૃત સંસ્કરણ તરીકે નાબાર્ડની પ્રશંસા કરતા, મુખ્ય સચિવે નાબાર્ડને રાષ્ટ્ર માટે ‘નોલેજ બેંક’ તરીકે વિકસાવવા વિનંતી કરી. તેમણે આ પ્રયાસમાં નાબાર્ડને રાજ્ય સરકારના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. શ્રી રાજ કુમારે ખેડૂતોના ક્ષમતા નિર્માણ માટે સરકારની યોજનાઓ સાથે નાબાર્ડના વિકાસલક્ષી યોજનાઓ વચ્ચે વધુ સંકલન કરવા માટે પણ આહ્વાન કર્યું હતું જેથી ખેડૂતો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ તેમના બજારનો વ્યાપ વધારી શકે. શ્રી એ.કે. રાકેશ, IAS, અધિક મુખ્ય સચિવે  નાબાર્ડના નાણાકીય વર્ષ 2024-25 માટે ગુજરાત માટે ₹3.53 લાખ કરોડની અગ્રતા ક્ષેત્રની ધિરાણ સંભવિતતાના અંદાજને ધ્યાનમાં રાખીને, બેંકરોને આ અંદાજિત ધિરાણ સંભવિતતા હાંસલ કરવા માટે પ્રયત્ન કરવા અપીલ કરી હતી. તેમણે નાબાર્ડ ગુજરાત પ્રાદેશિક કાર્યાલય દ્વારા રાજ્ય સરકાર સાથે મળીને કરેલ ગ્રામીણ સમૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવામાં અગ્રણી ભૂમિકા ભજવવાની પ્રશંસા કરી હતી. શ્રી એ.કે. રાકેશે બેંકર્સને ધિરાણ સહાય માટે કૃષિ-ઇનોવેશનને અનુકૂળ વિચારણા કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે રાજ્યમાં ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી વગેરેને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર સાથે નાબાર્ડના Rs. 26,000 કરોડનાં MOUની પણ પ્રશંસા કરી હતી.…

MY24 પ્રોડક્ટ શ્રેણીના લોન્ચ સાથે ભારતમાં Renault ડ્રાઇવીંગ અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરે છે

  Renault ઇન્ડિયા Renaulution India 2024 હેઠળ ભારતીય બજાર પરત્વેની તેની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર પ્રગતિની ઘોષણા કરતા ખુશી અનુભવે છે. ભારતમાં રેનોલ્ટ્યુશનની શરૂઆતને ચિહ્નિત કરવા…

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે સુશાસન દિવસ નિમિત્તે મિશન કર્મયોગીનું વિસ્તૃત સંસ્કરણ લોન્ચ કર્યું

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે સુશાસન દિવસ નિમિત્તે…

મુખ્યમંત્રીએ ભદ્રકાળી મંદિરમાં યોજાયેલા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી

અમદાવાદમાં ભદ્રકાળી મંદિર પરિસરમાં આયોજિત સમારોહમાં, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…