Fri. Jun 5th, 2026

આંખ જ્યારે નીતરે તો થાય શું?
કોઈ જ્યારે છેતરે તો થાય શું?

ને ભળે અરમાન સઘળા રાખમાં,
આગ સળગે ભીતરે તો થાય શું?

સત્ય જ્યારે સામું હોવા એ છતાં,
કોઈ ખોટા ચીતરે તો થાય શું?

ઘાવ દિલના માંડ રૂઝાયા ક્દી,
એજ ઘા ને ખોતરે તો થાય શું?

જેમણે કાઢ્યા હતા અપમાનથી,,
આંગણે એ નોંતરે તો થાય શું?

હિંમતસિંહ ઝાલા

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *