અમદાવાદ: માણેકલાલ નાણાવટી લો કોલેજ દ્વારા ગઈકાલે, સોમવાર, સપ્ટેમ્બર 15, 2025 ના રોજ નવા LLB સેમેસ્ટર ૧ બેચના વિદ્યાર્થીઓ માટે એક સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વકીલાત અને કાયદા ક્ષેત્રના અગ્રણી વકીલો અને કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને કાયદાના અભ્યાસ અને ભવિષ્યની કારકિર્દી વિશે માર્ગદર્શન આપવાનો હતો. ઉપસ્થિત વક્તા ડો આર.વી.મહેતા ( ડીન ફેકલ્ટી ઓફ લો)એ તેમના અનુભવો અને કાયદાના ક્ષેત્રમાં આવતા પડકારો વિશે વાત કરી અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી.

કોલેજના પ્રિન્સિપાલ ડો. હિરેન પટેલે નવા વિદ્યાર્થીઓને આવકાર્યા અને કાયદાના વ્યવસાયમાં નીતિમત્તા અને સખત મહેનતનું મહત્વ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાના અનુભવો સાથે જોડવામાં મદદરૂપ થાય છે.

આ સમારોહમાં નવા વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજના ખ્યાતનામ પૂર્વ વિદ્યાર્થીઓ જેમાં વિદ્વાન વકિલ હેમલ રાવલ , દિપ્તી પટેલ, નિલેશ ભાવસાર વગેરે એ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

