હું ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાં માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (MMCJ)નો વિદ્યાર્થી છું અને હાલમાં મારા અભ્યાસના અંતિમ સેમેસ્ટરમાંછું. પત્રકારત્વનો અભ્યાસ કરતાં મને સમજાયું છે કે જર્નાલિઝમ માત્ર સમાચાર લખવાનો વિષય નથી, પરંતુ સમાજને નજીકથી સમજવાનો એકસંવેદનશીલ માર્ગ છે. અભ્યાસ દરમિયાન મને પપેટ, થિએટર, ભવાઈ, ન્યૂઝ રાઇટિંગ, રિપોર્ટિંગ, ડિજિટલ મીડિયા અને કમ્યુનિકેશન જેવા વિવિધવર્કશોપ્સમાં ભાગ લેવાનો અવસર મળ્યો. આ તમામ અનુભવો દરમિયાન મને ખાસ કરીને ફિલ્મ મેકિંગ અને વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ પ્રત્યે ઊંડો રસવિકસ્યો, કારણ કે કેમેરા મારફતે માનવીય અનુભવોને સાચી રીતે રજૂ કરી શકાય છે. માસ કમ્યુનિકેશનના અભ્યાસમાં થિયરી સાથે સાથે ફિલ્ડનો અનુભવપણ એટલો જ મહત્વનો છે. ત્રીજા સેમેસ્ટર દરમિયાન MMCJ , CSPC NGOના માધ્યમથી અમને ગુજરાતના અમરેલી જિલ્લાના દરિયાકાંઠેઆવેલા જાફરાબાદ ગામની મુલાકાત લેવાનો અવસર મળ્યો. આ મુલાકાત માત્ર શૈક્ષણિક ફરજ તરીકે નહોતી, પરંતુ એક જીવંત અનુભવ હતી, જેમાંઅમને દરિયો, માછીમારો અને તેમના જીવનની વાસ્તવિકતાઓને નજીકથી જોવા મળ્યું. જાફરાબાદ પહોંચતા જ સમજાઈ ગયું કે અહીં દરિયો માત્ર કુદરતીસંસાધન નથી, પરંતુ આખા સમુદાયના જીવનનો આધાર છે.ફિલ્ડ વિઝિટ દરમિયાન અમે જાફરાબાદના માછીમારો સાથે વાતચીત કરી અને તેમની દૈનિકજીવનશૈલી, કામકાજ અને પડકારોને સમજવાનો પ્રયાસ કર્યો. માછીમારો વહેલી સવારથી દરિયામાં ઉતરે છે. અને હવામાન, પવનની દિશા તથાદરિયાની સ્થિતિને આધારે પોતાનું કામ કરે છે. તેમની આવક સંપૂર્ણપણે દરિયાની મરજી પર નિર્ભર છે. એક માછીમારે વાતચીત દરમિયાન કહ્યું હતું કે“દરિયો ખુશ હોય ત્યારે ઘરમાં ચુલો બળે છે, અને જ્યારે દરિયો રોષે ભરાય ત્યારે પરિવારને ભૂખનો સામનો કરવો પડે છે.” આમાં માછીમારો અને દરિયાવચ્ચેના અતૂટ સંબંધની સચોટ ઝલક મળે છે.

જાફરાબાદ વિસ્તારની સામાજિક રચના વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. અહીં મુખ્યત્વે ખારવા સમાજ, કોળી સમાજ અને મુસલમાન વસ્તીનું વસવાટ છે,જેમાં દરિયાકાંઠે વસતા લોકોનો જીવન આધાર મોટાભાગે માછીમારી પર નિર્ભર છે. અંદાજે ૨૫,૦૦૦ની વસ્તી ધરાવતા જાફરાબાદમાં માછીમારીવ્યવસાય સાથે સૌથી નજીકથી જોડાયેલો સમુદાય ખારવા સમાજ છે. અહીંના લગભગ ૭૦ ટકા માછીમારો ખારવા સમુદાયમાંથી આવે છે, જેમની પેઢીદર પેઢી દરિયા સાથે ગાઢ રીતે જોડાયેલી રહી છે. ખારવા સમુદાય માટે માછીમારી માત્ર રોજગાર નહીં પરંતુ તેમની ઓળખ, પરંપરા અને જીવનશૈલીનોઅવિભાજ્ય ભાગ છે. તેની સાથે સાથે કોળી સમાજ અને મુસલમાન સમુદાયના લોકો પણ માછીમારી અને તેની સાથે જોડાયેલા સહાયક વ્યવસાયોમાંસક્રિય ભૂમિકા ભજવે છે, જેના કારણે જાફરાબાદનું સામાજિક જીવન દરિયો કેન્દ્રિત અને પરસ્પર નિર્ભરતાથી ભરેલું જોવા મળે છે.
જાફરાબાદની ઓળખ મુખ્યત્વે માછીમારી સાથે જોડાયેલી હોવા છતાં અહીં ખેતી પણ મહત્વપૂર્ણ સહાયક વ્યવસાય તરીકે ચાલી આવે છે. દરિયાકાંઠેઆવેલું આ વિસ્તાર વર્ષોથી ખેતી અને માછીમારી બંને પર આધારિત રહ્યો છે. જાફરાબાદ અને આસપાસના ગામોમાં કઠોળ, મગફળી, કપાસ તેમજ વિવિધપ્રકારની શાકભાજીની ખેતી થતી રહી છે. ખેતી દ્વારા અનેક પરિવારોને વધારાની આવક મળતી હતી અને માછીમારી પર સંપૂર્ણ નિર્ભરતા થોડી ઓછીથતી હતી.પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતી ક્ષેત્ર પણ ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. સૌથી મોટી સમસ્યા છે. જમીનમાંથી પાણી સુકાઈ જવું. અગાઉજ્યાં કૂવો અને બોરવેલમાંથી પૂરતું પાણી મળતું હતું, ત્યાં હવે પાણીનું સ્તર ઘણું નીચે ઉતરી ગયું છે. અનેક ખેડૂતોએ જણાવ્યા પ્રમાણે બોરવેલ ઊંડા ખોદ્યાછતાં પૂરતું પાણી મળતું નથી, જેના કારણે સિંચાઈ મુશ્કેલ બની ગઈ છે.
પાણીની અછત સાથે સાથે જમીનની ખરાસ (ખારાશ) પણ દિવસે દિવસે વધી રહી છે. દરિયાકાંઠે આવેલા વિસ્તારમાં ખારું પાણી જમીનમાં પ્રવેશ કરતાજમીનની ઉપજશક્તિ ઘટી રહી છે. ખેડૂતોએ જણાવ્યા મુજબ પહેલાં જ્યાં મગફળી, કપાસ અને કઠોળનો સારો પાક લેવાતો હતો, ત્યાં હવે ઉત્પાદન ઘટીગયું છે. કેટલાક વિસ્તારોમાં શાકભાજીની ખેતી તો લગભગ બંધ થવાની કગાર પર છે, કારણ કે ખારી જમીનમાં પાક ટકી શકતો નથી.જમીનની ખરાસવધવાથી ખેતી ખર્ચ વધ્યો છે, જ્યારે આવક ઘટી છે. વધારે ખાતર, મીઠાશ ઘટાડવાના ઉપાયો અને પાણી માટે વધારાનો ખર્ચ કરવા છતાં પાક અપેક્ષામુજબ મળતો નથી. પરિણામે ઘણા ખેડૂતો ખેતી છોડી અન્ય રોજગાર તરફ વળવા મજબૂર બની રહ્યા છે. કેટલાક લોકો માછીમારી, મજૂરી અથવા પોર્ટઅને ઔદ્યોગિક વિસ્તારમાં કામ શોધી રહ્યા છે.ખેતી ઓછી થવાથી જાફરાબાદની સ્થાનિક આર્થિક રચનામાં પણ બદલાવ જોવા મળે છે. જ્યાં પહેલાં ખેતીઅને માછીમારી બંને મળીને જીવન ચલાવતા હતા, ત્યાં હવે બંને ક્ષેત્ર એક સાથે સંકટમાં આવતાં લોકોની આજીવિકા વધુ અસ્થિર બની રહી છે. આ સ્થિતિદર્શાવે છે કે દરિયાકાંઠાના વિકાસ, પાણી વ્યવસ્થાપન અને જમીન સંરક્ષણ અંગે લાંબા ગાળાની નીતિ વગર ગ્રામ્ય અર્થવ્યવસ્થા ટકી શકશે નહીં.જાફરાબાદમાં ખેતીનો આ સંઘર્ષ માત્ર એક ગામની સમસ્યા નથી, પરંતુ દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં જોવા મળતું વાસ્તવિક ચિત્ર છે. જો સમયસરજમીનની ખરાસ રોકવા, પાણી સંરક્ષણ અને ખેડૂત કેન્દ્રિત નીતિઓ અમલમાં ન મૂકાય, તો આવનાર સમયમાં ખેતી સંપૂર્ણપણે ઘટી જવાની ભીતિ સેવાઈરહી છે.
બુમલા માછલીનો ઉદ્યોગ અને તેના સંઘર્ષ જાફરાબાદની દરિયાકાંઠાની આર્થિક રચનામાં બુમલા (બોમ્બે ડક) માછલીનો ઉદ્યોગ ખૂબ જ મહત્વની ભૂમિકાભજવે છે. અહીંના ઘણા માછીમારોની રોજીરોટી સીધી રીતે બુમલા માછલી પર આધારિત છે. બુમલા માછલી સીઝનલ હોય છે અને ખાસ મોસમમાં જભારે પ્રમાણમાં દરિયામાં મળે છે, એટલે આ માછલી પકડવાના દિવસો ગામ માટે “પિક સીઝન” સમાન હોય છે. સવારે વહેલી થી મોટા–નાના અનેમધ્યમ કદની નાવડીઓ દરિયામાં ઉતરે છે.અને બુમલા પકડવા માટે પરંપરાગત જાળ તથા ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. જાફરાબાદ અનેઆસપાસના કિનારા પર બુમલા માછલીના સુકાં બનાવવાનું અને તેની હોલસેલ ખરીદી–વેચાણનું એક અનૌપચારિક પરંતુ મોટું નેટવર્ક કાર્યરત છે. ઘરોનીછત, ખેતરની સરહદ અને દરિયાકાંઠા પાસે બુમલા સુકવાતાં જોવા મળે છે. આ પ્રક્રિયામાં મહિલાઓની પણ મોટી ભાગીદારી છે. માછલી સોર્ટ કરવી, સાફ કરવી, સુકાવા ગોઠવવી અને માર્કેટ સુધી પહોંચાડવા માટે તૈયાર કરવી જેવા કામ મુખ્યત્વે મહિલાઓ સંભાળે છે. એટલે બુમલા ઉદ્યોગ માત્ર પુરુષમાછીમારો નહીં, પણ આખા કુટુંબ માટે આવકનું સાધન છે.

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બુમલા માછલીની ઉપલબ્ધતા સતત ઘટતી જાય છે તેવી ફરિયાદો માછીમારો વારંવાર કરે છે. તેઓ કહે છે કે પહેલાં જેમાછલી નજીકના પાણીમાં મળી જતી, હવે તે માટે દરિયામાં ઘણી વધુ અંદર સુધી જવું પડે છે. પરિણામે ડીઝલનો ખર્ચ, મજૂરી અને સમય ત્રણે ગણાવધી ગયા છે, પરંતુ આવક એ પ્રમાણે વધી નથી. કેટલાક માછીમારોના જણાવ્યા મુજબ, “પહેલા એક ચક્કરમાં જેટલી બુમલા આવી જતી, હવે બે–ત્રણચક્કર પછી પણ તેટલી માછલી પડતી નથી.” બુમલા ઉદ્યોગનો આ સંકોચો સીધો ગામની આવક, મહિલાઓની ઘરઆધારિત રોજગારી અને સ્થાનિકબજાર પર અસર કરતો દેખાય છે.
જાફરાબાદની બુમલા માછલી અહીંના લોકો માટે માત્ર એક ખોરાક પદાર્થ નથી, પરંતુ આખા ગામની આર્થિક ધમની અને ઓળખ છે. એટલા માટે જસ્થાનિક માછીમારો કહે છે કે “બુમલા માછલી જાફરાબાદનું હૃદય છે.”
બુમલા માછલી જાફરાબાદ માટે માત્ર વ્યવસાય નહીં, પરંતુ સંસ્કૃતિ અને સામૂહિક ઓળખનો અવિભાજ્ય ભાગ છે. લોકગીતોમાં, દૈનિક બોલચાલનીભાષામાં અને જીવનના નાના–મોટા પ્રસંગોમાં બુમલા માછલીનું નામ સહજ રીતે આવતું રહે છે. આ માછલી જાફરાબાદના લોકો માટે દરિયા સાથેનાલાગણીસભર સંબંધનું પ્રતિક બની ગઈ છે. પેઢી દર પેઢી માછીમારો બુમલા માછલી સાથે જોડાયેલા રહ્યા છે અને તેની આસપાસ જ ગામની આર્થિકતથા સામાજિક રચના વિકસતી ગઈ છે.
પરંતુ જો દરિયાઈ પર્યાવરણનું સંરક્ષણ ન થાય, પ્રદૂષણ પર નિયંત્રણ ન આવે અને માછીમારીને ટકાઉ દિશામાં ન લઈ જવાય, તો આ ઓળખને ગંભીરજોખમ ઊભું થઈ શકે છે. બુમલા માછલીની ઘટતી ઉપલબ્ધતા માત્ર એક ઉદ્યોગને નુકસાન કરતી નથી, પરંતુ જાફરાબાદની સંસ્કૃતિ, જીવનશૈલી અનેસામૂહિક સ્મૃતિને પણ અસર કરે છે.
આજેય જાફરાબાદની બુમલા માછલી દેશ–વિદેશના બજારમાં પોતાની વિશિષ્ટ ઓળખ જાળવી રાખે છે અને કેરલા, બાંગલદેશ જેવા વિસ્તારોમાં તેનીઊંચી માંગ છે. પરંતુ આ “હૃદય”ને ધબકતું રાખવા માટે માત્ર બજારની માંગ પૂરતી નથી. દરિયાની સુરક્ષા, માછીમારોની આર્થિક અને સામાજિક સુરક્ષા, તેમજ પરંપરાગત માછીમારીને આધાર આપતી લાંબા ગાળાની ટકાઉ નીતિઓ જરૂરી છે. જો બુમલા માછલી બચશે, તો માત્ર એક માછલી નહીં, પરંતુજાફરાબાદનું અસ્તિત્વ, તેની સંસ્કૃતિ અને દરિયાથી જોડાયેલું જીવન પણ જીવંત રહેશે. વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન સાધી શકાય, તોજાફરાબાદનું આ “હૃદય” આવનારી પેઢીઓ માટે પણ ધબકતું રહેશે.
ઉદ્યોગો, પ્રદૂષણ અને દરિયો છીછરો થવાની ચિંતા
ફિલ્ડ રિસર્ચ દરમિયાન અમે દરિયાને લગતી સમસ્યાઓ પર પણ ધ્યાન આપ્યું. જાફરાબાદ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાંવધારો થયો છે. પીપાવાવ પોર્ટ, સિમેન્ટ ઉદ્યોગો અને પેટ્રોકેમિકલ કંપનીઓના કારણે દરિયાઈ પર્યાવરણ પર દબાણ વધી રહ્યું છે. માછીમારોના જણાવ્યાપ્રમાણે, ઉદ્યોગોથી નીકળતો કચરો, કેમિકલ વેસ્ટ અને ભારે જહાજોની અવરજવર દરિયાની કુદરતી સાયકલને અસર કરી રહી છે.
માછીમારો કહે છે કે “વિકાસ”ના નામે દરિયાને ઘેરી લેવાયો છે – પુલ, જેટી, પાઇપલાઇન, પોર્ટ અને પ્લાન્ટ માટે દરિયાકાંઠાના ઘણાં વિસ્તારો પરકાંકરીટ અને લોખંડનું કબજો વધતો જાય છે. તેના કારણે દરિયો ઘણી જગ્યાએ છીછરો થતો જાય છે, કેટલીક જગ્યાએ પાણીની ઊંડાઈ ઘટી ગઈ છે, તોકેટલીક જગ્યાએ પ્રબળ ધારે ડ્રિફ્ટિંગ કચરો અને ગાદ (સિલ્ટ) જમા થવા લાગ્યા છે. પરિણામે માછીમારી માટે યોગ્ય વિસ્તાર સંકુચિત થાય છે અનેમાછલીઓના પરંપરાગત પ્રજનન ક્ષેત્રો (બ્રીડિંગ ગ્રાઉન્ડ) ખલેલમાં પડે છે.
એક સ્થાનિક યુવાન માછીમારે અમને કહ્યું કે હવે તેમને કિનારા પાસે પૂરતી માછલી મળતી નથી, એટલે તેમને દરિયામાં હજારો મીટર દૂર સુધી જવું પડેછે. તેમાં જોખમ પણ વધે છે અને ખર્ચ પણ. જો દરિયો છીછરો થઈ જાય, તો નાવડીઓ સરળતાથી આગળ વધી શકતી નથી, ઘણી વખત નાવડીઓનેફરીને બીજા રૂટથી જવા વિના વિકલ્પ રહેતો નથી. આથી ઇંધણ પરનો ખર્ચ વધે છે અને નાનો માછીમાર મોટી ટ્રોલર કે મજબૂત ફાઇનાન્સ ધરાવતાઉદ્યોગ સાથે સ્પર્ધા કરી શકતો નથી.
માછીમારોનું બીજું મોટું દુખ એ છે કે ઉદ્યોગો અને મોટા પ્રોજેક્ટને સરકાર તરફથી પૂરતું પ્રોત્સાહન, સબસિડી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે, પરંતુ દરિયાની“ક્લીન–અપ” કે માછીમારોના રિહેબિલિટેશન વિશે ખૂબ ઓછું ધ્યાન અપાતું હોય છે. ઉદ્યોગોના “રાજકીય કણો” – એટલે કે રાજકીય હસ્તક્ષેપ, પ્રેશરઅને લાભ લેવા–અપાવાની ગોઠવણને કારણે પણ માછીમારો પોતાની સમસ્યા ખુલ્લેઆમ બોલવામાં અચકાતા દેખાય છે. કેટલાક માછીમારો જણાવે છેકે જ્યારે તેઓ પ્રદૂષણ અથવા માછલીની ઘટતી સંખ્યા અંગે ફરિયાદ કરે છે, ત્યારે તેમની રજૂઆતો દબાઈ જાય છે અથવા ફાઇલોમાં અટકી જાય છે.
રોજગાર અને કુદરત – બંને પર ઘાત , જાફરાબાદમાં માછીમારી માત્ર રોજગાર નથી, પરંતુ અહીંના લોકોની ઓળખ, સંસ્કૃતિ અને સામાજિક બંધારણસાથે જોડાયેલ વ્યવસાય છે. તહેવારો, લગ્નો, લોકગીતો અને દૈનિક ભાષામાં દરિયો અને માછીમારી સતત જીવંત ઉપસ્થિતિ ધરાવે છે. પરંતુ દરિયોછીછરો થવો, માછલીની સંખ્યા ઘટવી અને બુમલા જેવા ખાસ પ્રજાતિના માછલી પર પ્રદૂષણ તથા ઔદ્યોગિક પ્રવૃત્તિઓના પ્રભાવને કારણે માછીમારોનુંપરંપરાગત જીવનધંધો અસ્થિર બની રહ્યો છે. માછલી ન મળવાથી રોજગાર પર સીધી અસર થાય છે. ઘણા માછીમારોને હવે વધારાની રોજગારી માટેમજૂરી, પોર્ટ પર કામ અથવા શહેરોમાં જવાનું વિચારવું પડે છે. કેટલીક જગ્યાએ યુવાપેઢી દરિયાની અનિશ્ચિતતા કરતાં ફેક્ટરી અથવા શહેરની નોકરીનેવધુ “સેફ” વિકલ્પ તરીકે જોવાની શરૂ થઈ ગઈ છે. એટલે, આ માત્ર એક ઉદ્યોગની સમસ્યા નથી, પરંતુ આખા સમુદાયની સામાજિક–આર્થિક રચનામાંબદલાવ લાવતી પ્રક્રિયા છે.
બીજી તરફ, કુદરતી રીતે પણ મોટું નુકસાન થાય છે. જો દરિયો પ્રદૂષિત થાય, માછલીઓની વિવિધતા (બાયોડાયવર્સિટી) ઘટે અને કિનારાક્ષેત્રનીઇકોસિસ્ટમ તૂટે, તો તેની અસર માત્ર જાફરાબાદ સુધી મર્યાદિત રહેતી નથી. દરિયાથી જોડાયેલા અન્ય વિસ્તારો, ખોરાકની ચેઇન, પક્ષીઓ અને અન્યજલચર જીવન પર પણ તેનો પ્રભાવ પડે છે. માછીમારો વારંવાર કહે છે કે “અમે દરિયો બચાવીએ તો દરિયો અમને બચાવે,” પરંતુ વિકાસની વર્તમાનદિશા તેમને એકતરફા બલિદાન આપવા મજબૂર કરતી દેખાય છે. આ તમામ અનુભવો અને અવલોકનોને આધારે આ ન્યૂઝ આર્ટિકલ તૈયાર કરવામાંઆવ્યો છે. આ લેખનો ઉદ્દેશ માત્ર સમસ્યાઓને રજૂ કરવાનો નથી, પરંતુ જાફરાબાદના માછીમારોની નજરે દરિયો, વિકાસ અને સંઘર્ષનીવાસ્તવિકતાઓને ઉજાગર કરવાનો છે. એક માસ કમ્યુનિકેશનના વિદ્યાર્થી તરીકે આ અનુભવથી મને સમજાયું કે સાચું જર્નાલિઝમ તે છે, જે ગ્રાઉન્ડરિયાલિટીને સંવેદનશીલતા સાથે સમાજ સામે મૂકે – ખાસ કરીને ત્યારે, જ્યારે વિકાસ અને પ્રકૃતિ વચ્ચેનો સંતુલન તૂટી રહ્યો હોય અને તેની સજા સૌથીપહેલાં પરિઘ પર જીવતા સમુદાયોને ભોગવવી પડતી હોય.
by: જયદીપ પરમાર
વિભાગ : MMCJ ગુજરાત યુનિવર્સિટી

