Mon. Mar 9th, 2026

સંકલ્પ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં મહિલા દિવસે આરોગ્ય અને બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન

Report – Media Hives
Ahmedabad 8th March 2026

ડૉ. અજય શાહના માર્ગદર્શન હેઠળ સંકલ્પ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં મહિલા દિવસે આરોગ્ય અને બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સંકલ્પ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ૮ માર્ચે સોલા રોડ સ્થિત હોસ્પિટલ ખાતે મહિલા આરોગ્ય જાગૃતિ અને બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન પ્રસિદ્ધ ડૉક્ટર ડૉ. અજય શાહના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને પોતાના આરોગ્ય વિશે જાગૃત બનાવવાનો અને બ્લડ ડોનેશન માટે પ્રેરિત કરવાનો હતો.

કેમ્પ દરમિયાન નીચે મુજબની આરોગ્ય સેવાઓ આપવામાં આવી:

  • બ્લડ ડોનેશન કેમ્પ

  • સર્વાઇકલ કેન્સર (HPV) માટે મફત વેક્સિનેશન

  • બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ અને મફત કન્સલ્ટેશન

  • મફત થાઇરોઇડ ટેસ્ટ (TSH)

  • મફત ગાયનેકોલોજિસ્ટ કન્સલ્ટેશન

  • નિષ્ણાત ડૉક્ટરો દ્વારા આરોગ્ય માર્ગદર્શન

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો અને અનેક મહિલાઓએ સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેશન કરી સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું.

આ પ્રસંગે ડૉ. અજય શાહે જણાવ્યું કે બ્રેસ્ટ કેન્સરની વહેલી ઓળખ, સર્વાઇકલ કેન્સરથી બચાવ માટે HPV વેક્સિનેશન અને નિયમિત આરોગ્ય ચકાસણી મહિલાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

હોસ્પિટલ વ્યવસ્થાપને આ કેમ્પને સફળ બનાવવા સહકાર આપનાર તમામ દાતાઓ, ભાગ લેનારાઓ, વોલન્ટિયર્સ અને મેડિકલ ટીમનો આભાર વ્યક્ત કર્યો.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *