Sat. Feb 22nd, 2025

DKMS ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં 10-બેડના BMT યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

આ અત્યાધુનિક સુવિધા કેન્દ્રમાં દર વર્ષે થેલેસેમિયા જેવી વારસાગત રક્ત વિકૃતિ સાથેના 120 બાળકોને તેમના માટે જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં આવશે અને તેઓને નવજીવન પ્રાપ્ત કરવામાં એક અન્ય તક આપશે.

 

અમદાવાદ08 ફેબ્રુઆરી2025 – ગુજરાતમાં થેલેસેમિયા દર્દીઓને યોગ્ય સારવાર આપવાના વિઝન સાથે, DKMS ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા આજે અમદાવાદમાં નવા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT) યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂરિયાત સતત વધી રહી છે અને તે જરૂરિયાત પૂર્ણ કરવા માટેઆ નવા કેન્દ્રમાં વિશિષ્ટ બાળરોગ 10 BMT બેડઆવશ્યક એફેરેસીસ સંભાળ સુવિધાઓ અને આઉટપેશન્ટ સેન્ટર પણ છે. આ કેન્દ્રમાં 4 ડોક્ટરો અને 14 નર્સો સહિત 26થી વધુ વ્યાવસાયિકો સેવા આપે છે જે દર્દીઓને શક્ય શ્રેષ્ઠ સંભાળ આપશે. આ નવા યુનિટનું સંચાલનઅમદાવાદની હેલ્થ1 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના પરિસરમાં Cure2Childrenની તબીબી સલાહ સહાય સાથે બિન-લાભકારી સંસ્થા સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.

ભારતના લોકો સામે ગંભીર આરોગ્યસંભાળ પડકારો હોય છે: દર વર્ષે 12,000થી વધુ બાળકોને જન્મ સાથે થેલેસેમિયા રોગ હોય છે, જે વારસાગત રક્ત વિકૃતિ છે જેના લીધે ગંભીર એનિમિયા થાય છે. આવા બાળકોને ઘણીવાર આજીવન રક્તદાનની જરૂરિયાત હોય છે, અને જો તેઓને યોગ્ય સારવાર આપવામાં ન આવે તો, તે પૈકી ઘણા બાળકો 20 વર્ષથી વધુ સમય સુધી જીવિત રહેતા નથી. તેમના માટે એકમાત્ર ઉપચાર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન વિકલ્પ છે, પરંતુ નાણાકીય અને લોજિસ્ટિકલ અવરોધોને કારણે અનેક લોકો માટે તેની ઍક્સેસ મર્યાદિત હોય છે.

આ સારવારને વિસ્તૃત કરવા માટે, DKMS એ તેના એક્સેસ ટુ ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામ દ્વારા નવા BMT યુનિટને ભંડોળ આપવા માટે 31.15 મિલિયન ભારતીય રૂપિયા (આશરે 350,000 યુરો)ની સહાય માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

DKMSના ગ્લોબલ CEO ડૉ. એલ્કે ન્યુજાહરે કહ્યું કે, “અમદાવાદમાં BMT યુનિટને ભંડોળ આપીને, અમે જીવનરક્ષક સંભાળ તમારા નજીકના વિસ્તારમાં લઈ આવ્યા છીએ, આ રોગની સારવારમાં આવતા અવરોધો ઓછા કરવા અને એવા પરિવારોને સમર્થન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેમને સારવાર લેવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે. અમારું સ્વપ્ન ભારતમાં થેલેસેમિયાથી પીડિત દરેક બાળકને નવજીવન આપવાનું છે – અને તેમનું સ્મિત પરત લાવવા, તેમની વૃદ્ધિ સાથે તેઓના સારા ભવિષ્યને સ્વીકારવાની એક તક આપવા ઈચ્છીએ છીએ”.

સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ રજત કુમાર અગ્રવાલે કહ્યું કે, “2018થી DKMS સાથેના અમારા સહયોગથી ભારતમાં 570થી વધુ બાળકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે, અમદાવાદમાં આ નવા અને વિસ્તૃત યુનિટમાં દર વર્ષે 120 બાળકોની સારવાર કરવી શક્ય છે, અને તેનાથી વધુ સંખ્યામાં બાળકોના જીવન બચાવી શકાય છે અને તેઓ સુખી જીવન ફરીથી જીવી શકે છે. આ કેન્દ્ર થેલેસેમિયાના પડકારોનો સામનો કરી રહેલા પરિવારો માટે આશા અને ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે કામ કરે છે.”

DKMSના સ્થાપક પીટર હાર્ફના સ્વર્ગસ્થ પત્ની મેચટિલ્ડ હાર્ફની સ્મૃતિમાં, DKMS દ્વારા આ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે અને આ ભારતમાં તેમનું બીજું BMT યુનિટ છે. Cure2Children સાથેના સહયોગથી અને સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત 2021થી બેંગ્લોરમાં સ્થાપિત તેમનું પ્રથમ BMT યુનિટ, થેલેસેમિયાથી પીડાતા 460થી વધુ બાળકો પર સકારાત્મક અસર કરી રહ્યું છે.

આ નવા BMT યુનિટનું ઉદ્ઘાટન થતાં તે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આરોગ્યસંભાળના વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તેના દ્વારા માત્ર મહત્ત્વપૂર્ણ સારવારની એક્સેસ જ સરળ બનશે નહીં પરંતુ અસ્થિ મજ્જા પ્રત્યારોપણ (બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન)ના ક્ષેત્રમાં કુશળતાના વિકાસમાં પણ યોગદાન આપશે.

આશાસ્પદ વાર્તા: તન્વી

આ પહેલની અસર કેવી રીતે થાય છે તે તન્વીના જીવનની વાર્તા સાથે આપણે સમજી શકીએ છીએ. તન્વી માત્ર છ મહિનાની ઉંમરમાં થેલેસેમિયાથી પીડાતી એક યુવતી હતી. તેના પરિવારને નાણાકીય સંઘર્ષનો સામનો કરવો પડતો હતો અને તેના પિતા – એક ઓટો-રિક્ષા ડ્રાઇવર છે – જેઓ તેની સંભાળ રાખવા માટે અથાક મહેનત કરતા હતા. તન્વી માટે, નિયમિત રીતે રક્તદાન મેળવવું એ તેની જીવનરેખા હતી, પરંતુ નાણાકીય સમસ્યાઓને લીધે તેના પિતાએ મદદ માંગી હતી.

DKMS દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સુવિધા આપવામાં આવેલ મફત HLA ટાઇપિંગને કારણે, તેઓને આનુવંશિક મેચ અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ માટેની સહાયતા તેઓને મળી હતી: જે તન્વીની પોતાની બહેન ધનવી હતી. એક નવી આશા સાથે, આ પરિવારે ભૂતપૂર્વ અમદાવાદ યુનિટમાં BMT પ્રક્રિયાનો લાભ લીધો હતો, જે તન્વીના આ રોગ સામેની લડાઈમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ હતી. તેના ટ્રાન્સપ્લાન્ટના પાંચ વર્ષ પછી, તન્વી આજે 16 વર્ષની થઈ ગઈ છે અને તે અત્યંત આનંદ સાથે જીવન જીવી રહી છે જેને નૃત્ય કરવાનું પસંદ છે અને તે નવી ઉર્જા સાથે નવજીવન મેળવી રહી છે.

તન્વીના પિતાએ કહ્યું કે, હું હ્રદયપૂર્વક આભારી છું કે મારી પુત્રી DKMS અને સંકલ્પ ફાઉન્ડેશનના સહયોગને કારણે આ સારવાર મેળવી શકી છે, તેમના પ્રયાસોના કારણે, હું તેના મુખ પર સ્મિત ફરીથી જોઈ શકું છું. હવે તેણીને લાંબા અને સંપૂર્ણ જીવન જીવવાની એક તક મળી છે.”

ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત, તન્વીના પરિવારને DKMSના દર્દી ભંડોળ કાર્યક્રમમાંથી પણ લાભ મળ્યો છે, અને તેના લીધે આ સારવારમાં તેમની નાણાકીય સમસ્યાનો ઉકેલ કરવામાં મદદ કરી, અને તેણીને જરૂરી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કર્યું હતું.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed