
અમદાવાદ, 4 ડિસેમ્બર, 2024: એસ સોફ્ટેક્સ (એસ સોફ્ટવેર એક્સપોર્ટ્સ લિમિટેડ) અને Times Of India સાથેના સહયોગમાં ગુજરાત કોર્પોરેટ ક્રિકેટ લીગની ઘોષણા કરતા ગર્વ અનુભવે છે. લીગના ગ્રાન્ડ ઉદ્ઘાટન સમારોહનું આયોજન નોવોટેલ હોટેલ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
ગુજરાત કોર્પોરેટ ક્રિકેટ લીગના મેચો 7, 8, 14 અને 15 ડિસેમ્બરના રોજ અમદાવાદના મણિપુર ગામ નજીક યુનિકોર્ન ક્રિકેટ ક્લબ ખાતે રમાશે. એસ સોફ્ટેક્સ એક્સપોર્ટ્સ લિમિટેડ દ્વારા 50,000/- પ્રાઈઝ મની અને સોનાના સિક્કાઓ ઈનામમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. આયોજકો દ્વારા ટુર્નામેન્ટને ક્રિકેટ પ્રેમીઓ અને દર્શકો માટે નિઃશુલ્ક રાખવામાં આવી છે.

ઉદ્ઘાટન સમારોહની વિગતોઃ
આ કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરી એસ સોફ્ટેક્સ એક્સપોર્ટ્સ લિમિટેડના CEO અમિત મહેતા કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધિત કરી ટીમવર્ક પ્રત્યેના મહત્વ અને લિગ વિશેની રસપ્રદ વાતો અને મોટીવ રજુ કર્યું હતું.

બાદમાં મંચ સંચાલક મિહિર ઝવેરી, સિનિયર કોર ટિમ તરફથી હિતેશ વોરા અને ડો. અન્વારથં દ્વારા ટિમના કેપ્ટન, વાઈસ કેપ્ટન અને અન્ય મુખ્ય હોદ્દેદારોના સન્માન અને દરેક ટિમને મંચસ્થ કરી તેઓની જર્સીનું અનાવરણ કરવા માં આવ્યું હતું. કરવામાં આવ્યું અને સાથે સાથે સમગ્ર મેચ અને લિગની સમયસૂચિ જાહેર કરી હતી.
ટીમોની યાદી:
– ગ્રબ્બર સિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડ
– ઈમ્પેરો આઈટી સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ
– હિડન બ્રેઇન્સ ઈન્ફોટેક
– ઈનટેક ગ્રુપ
– એથિયોસ એન્વિરો સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ
– ઈકોસ્મોબ ટેક્નોલોજીઝ પ્રાઈવેટ લિમિટેડ
– વર્ચ્યુઅલ બિલ્ડિંગ સ્ટુડિયો
– ઝીલમૅક્સ ઈનોવેશન પ્રાઈવેટ લિમિટેડ
– માઈલસ્ટોન
– સેલ્સટેક્સ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ
– ટીસીએસ
– યુડિઝ
એસ સોફ્ટેક્સ તરફથી ઇવેન્ટનું એંકરિંગ અદિતિ બેનર્જી, મિહિર ઝવેરી, નિખિલ મકવાણા અને કેયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું . નૃત્ય અને સંગીતની કોરિયોગ્રાફી પાયલ માલવિયા દ્વારા કરવામાં આવી હતી જેમાં અનુભૂતિ રાઠોડ અને હિમાદ્રિ પટેલ દ્વારા ગણેશ વંદના અને એસ ટિમ દ્વારા ક્રિકેટ થીમ ડાન્સ રજુ કરાયો હતો . આ સમગ્ર આયોજન માટે રવીના ગોહેલ, ગણપત ઠાકોર, અર્થ પટેલ, અને દ્રષ્ટિ શાહ દ્વારા મેનેજમેન્ટ હાથ ધરાયુ હતું . સમગ્ર ઇવેન્ટની ફોટોગ્રાફી તથ્ય મેકવાન દ્વારા કરવામાં આવી હતી.

એસ સોફ્ટેક્સની કોર ટિમ તરફથી હિતેશ વોરા, ડો અન્વારથં, જીગર મિસ્ત્રી, નીરવ ઓઝા, મિહિર ઝવેરી, અમૃતા, અને વિઝન રાવલ ઉપસ્થિત રહ્યા હતા.
“આ ઇવેન્ટને ગુજરાતની સૌ પ્રથમ અંતર-રાજ્ય ધોરણે કોર્પોરેટ સેગ્મેન્ટ માટેની વેલ-ઓર્ગનાઈઝડ સિરીઝ કહી શકાય, ગુજરાત કોર્પોરેટ ક્રિકેટ લીગનો હેતુ કોર્પોરેટ ટીમો વચ્ચે એકતા વધારવી, સ્વસ્થ કાર્યજીવન સંતુલનને પ્રોત્સાહન આપવું અને મેદાનમાં તેમજ બહાર ઉત્તમતા મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. આ મેચના સ્કોર લાઈવ જોઈ શકવાનું આયોજન પણ કરવા માં આવ્યું છે તથા ડીજે દ્વારા રમત દરમિયાન મનોરંજન પણ પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે ” – અમિત મેહતા , સીઈઓ એસ સોફ્ટેક્સ (એસ સોફ્ટવેર એક્સપોર્ટ્સ લિમિટેડ)
About :
Ace Software Exports Limited, ડિજિટલ કન્ટેન્ટ સોલ્યુશન્સ, સોફ્ટવેર કન્સલ્ટિંગ ક્ષેત્રે કાર્યરત છે , અને તેને ‘Great Place to Work’ દ્વારા 2024 માટે ભારતના ટોચના 100 IT-BPM કંપનીઓમાં સ્થાન મળ્યું છે.
Ace એ AI પર આધારિત પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ શરૂ કર્યા છે, જેમ કે SmartPPS સાથે નવીનતાના સંચાલક તરીકે કાર્ય કરે છે.
Aceની વૈશ્વિક પહોંચ અને નવીનતાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, Ace Infoway, જે Ace Softwareની સબસિડિયરી છે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં એક હેલ્થકેર પ્રોડક્ટ લોન્ચ કરી છે અને અમેરિકા માટે વેરહાઉસ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવી રહી છે.
આગામી ફંડરાઇઝિંગ પહેલ:
Ace Software Exports Limited આગામી સપ્તાહોમાં ₹50 કરોડના રાઈટ્સ ઈશ્યૂ લાવવાની તૈયારી કરી રહ્યું છે.
#AceSoftexCricketLeague2024