Tue. Oct 6th, 2026

અમે મહિયારાં રે ગોકુળ ગામનાં (Garba in Trend)

અમે મહિયારાં રે ગોકુળ ગામનાં,
મારે મહી વેચવા ને જાવાં,
મહિયારાં રે… ગોકુળ ગામનાં।

મથુરાની વાટ મહી વેચવા ને નીસરી,
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી,
હે… મારે દાણ દેવાં, નહિ લેવાં,
મહિયારાં રે… ગોકુળ ગામનાં।

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો,
ભુલાવી ભાન-સાન ઊંઘતી જગાડતો,
હે… મારે જાગી જોવું ને જાવું,
મહિયારાં રે… ગોકુળ ગામનાં।

માવડી જશોદાજી કાનજીને વારો,
દુઃખડાં હજાર દિયે નંદજીનો લાલો,
હે… મારે દુઃખ સહેવાં, નહિ કહેવાં,
મહિયારાં રે… ગોકુળ ગામનાં।

નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી,
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી,
નિર્મળ હૈયાંની વાત કહેતાં,
મહિયારાં રે… ગોકુળ ગામનાં।

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *