Sat. Jun 6th, 2026

લઈ વિજળી અને વરસાદ
રાજા મેઘ આવે છે.
પ્રભુના પ્રેમનો એ સાદ
રાજા મેઘ આવે છે.
શિરાઓમાં,શરીરમાં
તપ્ત લોહીમાં,
શીતલ શુદ્ધિકરણનો નાદ
રાજા મેઘ આવે છે.

ધરા તરસી થઈ ગઈ
સૂર્ય-તાપે ત્રાસ દીધો છે.
પ્રફુલ્લિત થઈ દીધો છે પ્રસાદ
રાજા મેઘ આવે છે.

બધી આ બારીઓ ખુલ્લી,
ગૃહિણી વ્યગ્ર થઈ દોડે,
કરો ના એક પલનો પ્રમાદ
રાજા મેઘ આવે છે.

ગરજતા વાદળો આવે
મનની સાંકળો તોડે.
ભૂલાવે વેર ને વિખવાદ
રાજા મેઘ આવે છે.

હરીશ દાસાણી

Related Post