~ લખન પોનીકર
આપણે દરેક ને બાળપણ થી અમુક વસ્તુ માટે ના પાડવા માં આવે છે કે આપણે આ કરવાનું અને આ નહિ કરવાનું એનું સામાન્ય કારણ એ કે આ વસ્તુ સારી છે અને આ વસ્તુ ખરાબ , આ તફાવત આપણે પેહલે થી ઘરથી મળે છે, પણ આનું પાછળનું એક અલગ જ માનિસક વ્યવસ્થા આપના પાસે છે, સામાન્ય નિયમ એમ છે કે જે તમે સતત ચિંતન કરો એ વસ્તુ તમારા અસ્તિત્ત્વ માં પ્રવેશવા લાગે છે, કોઈ વસ્તુ કરવી કે ના કરવી એની પાછળ પણ આ જ વાત લાગુ પડે છે, વારંવાર મન જે વસ્તુનું ચિંતન કરે એ એની તીવ્ર ઈચ્છા માં રૂપાંતરિત થઈ જાય છે, આ ચિંતન કરવું એ સંસ્કાર રોપણ છે , માણસ એના વિચારો થી મહાન બને છે પણ કેવા વિચાર જે એનું અને સમાજનું કલ્યાણ કરવાવાળું હોય, ચિંતન બે વિષય થી થાય એક કોઈના થી પ્રભાવિત થઇને કે પછી કોઈ વસ્તુની પ્રાપ્ત કરવાની ઈચ્છાથી, એક જેવા સમાન વિચારવાળા એક બીજાના પોષક હોય છે એક બીજાને પ્રેરણા આપે છે, જેવું વાંચન કરશો , જેવુ દ્ર્શ્ય જોશો ,જેવું સાંભળશો , જેવા લોકો જોડે રેહશો એવા જ બની જશો, આ જ છે સંસ્કાર રોપણ , સૂક્ષ્મ સંસ્કાર તમારા માનસપટલ ઉપર હમેશાં રહે જ છે એ ક્યારેય નાશ નથી થતા, તમે ભલે શાંત સ્વભાવવાળા હોવ પણ તમારા સાથે કોઈ ક્રોધી વ્યક્તિ આવશે તો એનું વર્તન અને એની જોડે તમારો સંયોગ તમારા મન માં એક સૂક્ષ્મ સંસ્કાર રોપણ કરી જશે, આજ નહિ તો કાલ તમે પણ એની જેમ ગુસ્સો કરતા થઈ જશો, તમારી આસપાસ થતી વાતો , ધટનાઓ , વાતાવરણ આ બધી જ વસ્તુ મન માં સંસ્કાર બનાવે છે,
આ સંસ્કાર આજ નહિ તો કાલ સ્વભાવ માં દેખાયા વગર નહિ રેહ, તમે શાંતિ થી ઓફિસ માં બેઠા છો એક મચ્છર આવીને તમને હેરાન કરવા લાગે અને તમે ચિડાઇ જાવ અને એના ઉપર અણગમતું અનુભવો કે પછી ક્રોધ કરો એનું પણ એક સૂક્ષ્મ સંસ્કાર તમારા મન માં પ્રવેશી ગયું, ઘટના ભલે બહુ નાની હોય પણ તમારા અંદર ક્રોધ અને અણગમતું વલણ નું સંસ્કાર મૂકી ગયું, બીજું એક ઉદાહરણ તમે તપસ્યા કે વ્રત ના કરી શકો પણ ૪ રોટલી ખાતા હોવ અને એ દિવસે ૩ કે ૨ રોટલી ખાધું તો એ તમારા મન માં ત્યાગ અને તપ નું સૂક્ષ્મ સંસ્કાર રોપણ કરી દીધું, ૧૦૦૦ માંથી કોઈને ૧૦૦ નું દાન કર્યું તો એ તમારા અંદર લોભના કરવાનું અને ઉદાર થવાનું સુક્ષ્મ સંસ્કાર રોપણ છે, કોઈ સારું કામ કરે એના વખાણ કરવા થી પણ મન માં સારા સંસ્કાર આવે છે , મોટું નહિ તો નાની નાની વસ્તુથી પણ મન ને સારા સંસ્કાર આપો , એક મજાની વાત એ કે કોઈ પણ ક્રિયા હોય ભગવાન ની પૂજા હોય , ભક્તિ હોય , કે પછી તમે જિમ્ જઈને કસરત કરો, કે ડાન્સ શીખો કે બુક વાંચો આ બધી જ વસ્તુ જે તમને ખરાબ સંસ્કાર થી બચાવી રાખે છે જેટલો સમય તમે આ વસ્તુ કરવા માં લગાવ્યો એટલો સમય તમે ખરાબ અને હાનિકારક સંસ્કાર થી દુર રહ્યા, જે સંસ્કાર નું વારંવાર અભ્યાસ થતો જાય તમે એ સ્વરૂપ થતા જાવ, એટલે ધ્યાની યોગીઓ દરેક સ્થિતિ માં સમાન અને શાંત રેહવા નું અભ્યાસ કરે છે, એક ભાઈ ઠંડી માં રોજ ૪ વાગે ઊઠીને ઠંડા પાણી થી નહતાં અને ઠંડી માં ઉભા રહેતા એમણે પૂછવા માં આવિયું કે આ કરવા થી શું થાય એમણે જવાબ આપ્યો “હું હિમાલય માં જઈને તપ નથી કરી શકતો પણ હાં હું મારા મન ને સંસ્કાર આપુ છું તપ નું અને ઠંડી સહન કરવાનું,આ એક અદભુત વિદ્યા છે મારે શું થાવું છે મારે કેવું વાતાવરણ માં રેહવું જોઈએ, મારે ક્યાં વિષય અને વસ્તુ થી દુર રેહવુ છે આ સ્પષ્ટ થઈ જાય છે સતત આપના મન ઉપર અવલોકન કરીને આ વસ્તુ વિશેષ લાભ આપે છે ઈચ્છા શક્તિ ને મજબૂત બનાવે છે, મનની કમજોરી અને વિકારો ને શાંત કરે છે સમાજ માટે રાષ્ટ્ર માટે પોતાના માટે સારા અને કલ્યાણકારી થઈએ, કથા વાર્તાઓ થી, કે બીક બતાવીને કે સમાજ ના ડર થી પણ આપણે ખરાબ વસ્તુ માટે ના પાડવામાં આવી છે એ પણ એક ટેકનિક જ છે સંસ્કાર રોપણ ની, મનુષ્ય એક લક્ષ્ય એક જ છે આ મનનું ચિત્ત નું શોધન કરવું , વર્તમાનમાં જ્યાં ત્યાં અપરાધો વધ્યાં છે દુષણો સમાજ ઉપર હાવી થઇ ગયા છે ત્યારે ખરેખર આ સંસ્કાર રોપણની બહુ જ જરૂર છે
~ લખન પોનીકર