Sun. Feb 23rd, 2025

આધ્યાત્મિક જગત હોય જે વ્યવહારિક જગત આ બન્ને માં અત્યંત મહત્વ ધરાવતું કોઈ પાસુ હોય તો એ છે મન અધ્યાત્મ જગત માં તો એના ઉપર ઘણી બધી વાતો છે પણ વ્યવહારિક જગત માં પણ આંને
અંકુશ માં રાખી ને કેન્દ્રિત કરી લક્ષ્ય ઉપર ધ્યાન આપવા નું છે લક્ષ્ય તો બધાં ના કાલ્પનિક જ હોય છે સફળતા તો મન જ અપાવે છે ઇન્દ્રિયો નો રાજા એટલે મન, સોથી વધારે ગતિમાન એટલે મન, સીમા
અને મર્યાદા થી અલિપ્ત એટલે મન, મન માં એક અદ્ભુત દિવ્ય શક્તિ છે જે વર્ષો થી અનેક ધર્મો , અનેક વિધિઓ , અનેક રીતો અને અનેક કર્મ અને અનુસંધાન થી જગાડવા નું પ્રત્યન ચાલુ જ છે,
ઇન્દ્રિયો ની ગતિ વર્તમાન સુધી જ હોય છે, જ્યાર સુધી મુખ માં રસગુલ્લા છે ત્યાર સુધી મુખ માં સ્વાદ આવે, જેવા રસગુલ્લા ખતમ થઈ જાય એ સ્વાદ પણ ખતમ થઈ જાય, પણ મન ને આ બંધન નથી એ
એકલો જ બધું કરી લે છે.

એને ઇન્દ્રિયો જેવું સમય અર્થાત્ કાલ , સંયોગ વિયોગ આદિ બાંધી નથી શકતા, મન સ્વયં પોતાને સંતુષ્ટ કરી દે છે,.. જીવન માં ઘણાં દુઃખો હોય પણ જો મન થી એ દુઃખ ને
સ્વીકારી સકારાત્મક અભિગમ અપનાવવામાં આવે તો દુઃખ જેવું લાગે જ નહિ આ છે મન ની ઈચ્છાશક્તિ , કેન્દ્રિત એકાગ્ર મન એક તીવ્ર ઊર્જા છે, જ્યારે મન એક સ્તર પર જઈને સૂક્ષ્મ થઈ જાય અને
શુદ્ધ અને એકાગ્ર થઈ જાય ત્યારે જીવન માં ચમત્કાર ઘટે છે, મનુષ્ય પોતાના ની સીમા ને પાર કરી ને દેવ બની જાય છે,કામ ક્રોધ લોભ આદિ વિકાર રહિત શુદ્ધ મન અનેક દિવ્ય ખજાના ને ખોલી નાખે છે
જેમાં થી એને જ્ઞાન , વિજ્ઞાન ના ઘણાં રહસ્યો જાણવા મળે છે, ભગવાન નું સ્વરૂપ નું ધ્યાન, મંત્ર જાપ, કીર્તન, સ્તુતિ , ગ્રંથ વાંચન રૂપી સ્વાધ્યાય , સત્સંગ , આ બધું જ મન ને વશ કરી એકાગ્ર કરવા માટે જ
તો છે ભગવાન ના ચિન્હ , ધર્મ નું પ્રતિક , રંગ , ખાસ પ્રકારના શબ્દો આ બધું શેના માટે છે મન માટે કે એનકેન પ્રકારે મન માં આ બધાં થી કોઈ તત્વ નું અનુસંધાન થાય જેના થી મન પવિત્ર થાય , આ બધાં
જ ધર્મ માં છે ભટકાતાં મન ને ક્યાંક કેન્દ્રિત કરવા માટે બધાં જ પોત પોતાની વિધિ અને ક્રિયા થી પ્રયત્નશીલ છે જ્યારે મન ઇન્દ્રિયો થી બહાર નીકળી એકાગ્ર થઈ શુદ્ધ બનતું જાય છે તેમ તેમ દિવ્ય
તત્વ એને પ્રાપ્ત થતું જાય છે, ભૂત ભવિષ્ય અને વર્તમાન જોવા ની, દુર થી સાંભળવા ની, વગર બોલે સામે વાળા ના દિમાગ માં વાત પોહચડવા ની શક્તિ આદિ આ મન થી જ થાય છે દરેક ધર્મ માં આ

બધી વસ્તુઓ નો ઉલ્લેખ છે આપણા માટે એક ઉત્તમ વસ્તુ છે એ છે મન ના માત્ર આધ્યાત્મિક પણ એક વૈજ્ઞાનિક વસ્તુ પણ જે દેહ ની મર્યાદા થી આપને ઊંચું કરી દે છે, ઇન્દ્રિય નિગ્રહ , યમ નિયમ, નીતિ
શાસ્ત્ર આદિ બધું જ મન ને અંકુશિત કરી એકાગ્ર કરી દિવ્ય ઊર્જા જોડે સંપર્ક સાધવા માટે જ બન્યા છે, વર્તમાન સમય માં જ્યાં ઇન્દ્રિય લોલુપતા વધી છે, સામાજિક સંબંધો માં અનૈતિકતા આવી છે, મર્યાદા
નું અતિક્રમણ કરનારા, અરસપરસ પર સ્નેહ અને વિશ્વાસ રહ્યો જ નથી, અને આધુનિકતા ના નામે સમય ની બરબાદી અને આળસુ થતાં લોકો આ મન નું શોધન કેવી રીતે કરવું જીવન માં એ વેગ કેવી
રીતે લાગુ અને આ ઉત્તમ વસ્તુ નું અનુભવ કેવી રીતે કરવું એ એક પ્રશ્ન જ છે…

~ લખન પોનીકર

Related Post

You Missed