Fri. Jun 5th, 2026

ડાયરીના પાના ફરે છે ,
આંખમાં ઘટના તરે છે,

છે અક્ષર એ જાણીતા ને,
આંખથી આંસું સરે છે,

રોજ જન્મે લાગણીને,
રોજ જાણે એ મરે છે,

તૂટવાનો ભય ઘણો છે,
આ હૃદય તો થરથરે છે,

ખાલીપો કોઈને ગમે ક્યાં?
જો જગા ખાલી ભરે છે

હિંમતસિંહ ઝાલા

Related Post