ખાલી એક ઓરડો આજે પણ તને યાદ કરે છે
ખાલી રહી ગયેલી તારી શેટ્ટી આજે પણ તને યાદ કરે છે
ઘર નો દરેક ખૂણો જ્યાં તારી યાદો છે
એ તને ક્ષણે ક્ષણ યાદ કરે છે
વસ્તુઓ જો તારા વિના શુની થઈ ગઈ હોય તો…???
તારી સાથે રહેનાર ની શું સ્થિતિ થઈ હશે…???
કેમ ઓરડા ને ખાલી થયેલ જોતો હશે
ઓરડો કદાચ તારી યાદો ભરાયેલો જોતો હશે
પણ આ મનના ખાલીપા નું શું કરવું હવે
એને તારી યાદો થી કેમ ભરવું હવે
કોઈ નહીં આ ખાલીપા ને તારા વિના ભરી શકે
એતો સદાય તારી યાદો માં ખાલી જ હવે રહેશે
ઘર, ઓરડો અને મારું મન પણ હમેશા ખાલીજ હવે રહેશે
ઓરડા નો ખાલીપો જોઈ હર કોઈ યાદ કરશે તને
પણ મારા આ મન ના ખાલીપો કોને કહું હવે
વિદાય ઓચિતિ અને અણધારી કેમ ભૂલવી હવે
જીવન ના ખાલીપા ને કેમ દૂર કરવો હવે
નહીં થાય ખાલીપો હવે દૂર રહેશે કાયમ એ તો હવે
ઘર નો ખાલી એક ઓરડો ખાલી જ હવે રહેશે
જીવન ના મન નો ખાલીપો કાયમ જ હવે રહેશે
હેતલ. જોશી… રાજકોટ