Sun. Feb 23rd, 2025

 

સત્ય,પ્રેમ અને કરુણાનો જ મંત્ર રાખજો
આત્માનું એક જ બસ હોકાયંત્ર રાખજો

અસ્તિત્વ માત્ર મંદિરે ને મસ્જિદે જ નહીં
ઈશ્વરને તમે અત્ર, તત્ર ને સર્વત્ર જાણજો

પુસ્તકરૂપી પસ્તીનાં સુનામીનાં આ યુગમાં
ગ્રંથિ છોડાવે ને એવો જ સદગ્રંથ રાખજો

મતિ,ગતિની સંપતિ સુધારેને એ જ સંતતિ
વંશને માત્ર વઘારવાં માટે ના વંશ રાખજો

એમ કરવાથીય જો મળતું હોય ને કૃષ્ણત્વ
મામા બનાવે ભલેને એ મામા કંસ રાખજો

-મિત્તલ ખેતાણી

Related Post

You Missed