ADVERTISEMENT
Sunday, March 26, 2023
Advertisement
ADVERTISEMENT
Sunday, March 26, 2023
ADVERTISEMENT

PMએ વેક્સીનના બગાડમાં ઘટાડો લાવવા માટે પગલાં લેવાના નિર્દેશો આપ્યા!

PM નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં ચાલી રહેલા વેક્સીનેશન અભિયાનની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ...

Read more

આ વિશ્વ પર્યાવરણ દિને બ્લુ ડાર્ટની ડિજિટલ પહેલ – ગો ગ્રીન

ગ્રૂપની નવી સસ્ટેનેબિલિટી રૂપરેખાને અનુરૂપ પેપરલેસ ટ્રાન્ઝેક્સનની સુવિધા રજૂ કરી   ડ્યુસ પોસ્ટ ડીએચએલ ગ્રૂપ (ડીપીડીએચએલ)ના ભાગરૂપ દક્ષિણ એશિયાની અગ્રણી...

Read more

સિવિલ સર્વિસિઝ (પ્રિલિમિનરી) પરીક્ષા, 2021નો કાર્યક્રમ પુનઃનિર્ધારિત થયો

IAS - UPSC હાલના નોવેલ કોરોના વાયરસ (કોવિડ-19)ના કારણે સર્જાયેલા સંજોગોને ધ્યાનમાં લઈને યુનિયન પબ્લિક સર્વિસ કમિશને 27 જૂન, 2021ના...

Read more

મુંબઈ મહાનગર વિસ્તારમાં પહેલી ઓક્સિજન એક્સપ્રેસ પહોંચી

કોવિડ -19 સામેની લડતમાં રેલવે ઓક્સિજન એક્સપ્રેસનું સંચાલન કરી રહી છે. તારીખ 25 એપ્રિલ, 2021 ના ​​રોજ 18.03 વાગ્યે ગુજરાતના હાપાથી રવાના થયેલ લિક્વિડ મેડિકલઓક્સિજન (LMO) ત્રણ ટેન્કરથી ભરેલી એક રો-રો સેવા આજે 26 એપ્રિલ, 2021 ના ​​રોજ સવારે11.25 વાગ્યે મહારાષ્ટ્ર, મુંબઈના કલામ્બોલી પહોંચી હતી. આ ઓક્સિજન ટેન્કર મેસર્સ રિલાયન્સઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા. ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે 860 કિ.મી.ની મુસાફરી કરીને આટેન્કરોએ લગભગ 44 ટન પ્રવાહી લિક્વિડ મેડિકલ ઓક્સિજન નું પરિવહન કર્યું હતું. ઓક્સિજનએક્સપ્રેસની સરળ ગતિવિધિ માટે કલામ્બોલી ગુડ્ડ શેડ ખાતે પૂરતી જરૂરી વ્યવસ્થા કરવામાં આવીહતી. ઓક્સિજન એક્સપ્રેસ તમામ સુરક્ષા પરિમાણોને ધ્યાનમાં રાખીને હાપા થી વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, વસઈ રોડ અને ભિવંડી રોડ થઈને કલામ્બોલી પહોંચી હતી. ઓક્સિજન એક્સપ્રેસનીગતિ માટે ગ્રીન કોરિડોર આપવામાં આવ્યું છે. રેલવે ખાતરી આપી રહ્યું છે કે ઓક્સિજન એક્સપ્રેસદ્વારા દેશભરના કોવિડ -19 દર્દીઓ માટે તબીબી ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે, જેજરૂરીયાતમંદોને રાહત પૂરી પાડશે. રેલ્વે દ્વારા અત્યાર સુધીમાં મુંબઈ થી વિજાગ થઈ વાયા નાગપુર અને નાસિક તથા લખનઉથી બોકારોવચ્ચે ઓક્સિજન એક્સપ્રેસ સંચાલિત કરવામાં આવી છે અને 25 એપ્રિલ, 2021 સુધી કુલ 150 ટનલિક્વિડ ઓક્સિજન નું પરિવહન કરવામાં આવ્યું છે. વધુ ઓક્સિજન એક્સપ્રેસ દેશના જુદા જુદાભાગો માંથી ચલાવવામાં આવી રહી છે. લિક્વિડ ઓક્સિજન ક્રાયોજેનિક કાર્ગો હોવાને કારણે મહત્તમ ગતિ વિશે કે જે તે પ્રવેગ અને અધોગતિપર લઈ શકાય છે તેના વિશે વિશેષ કાળજી લેવામાં આવી છે.  રેલ્વે દ્વારા સતત જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન કરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે અને ગયા વર્ષેલોકડાઉન દરમિયાન પણ સપ્લાય ચેનને અખંડ રાખવામાં આવી છે અને કટોકટીમાં દેશની સેવાકરવાનું ચાલુ રાખ્યું છે.

Read more

એન્ટિલિયાની બહાર વિસ્ફોટકનાં ષડ્યંત્રમાં મનસુખ હિરેન સામેલ હતો : NIAનો દાવો

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં નિવાસ એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી કાર ર્સ્કોિપયો મૂકવાનાં કાવતરાંમાં મનસુખ હિરેન પણ સામેલ હતો તેવો NIA દ્વારા...

Read more

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના ભિવંડીમાં મકાન ધરાશાયી થવાના કારણે થયેલી જાનહાનિ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ભિવંડીમાં મકાન ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ અંગે દુઃખની લાગણી વ્યક્ત  કરી હતી. એક ટ્વિટમાં...

Read more

એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સ અને ફિંચ રેટિંગ એજન્સીને છે ભારત પર વિશ્વાસ, આવતા વર્ષે જીડીપી 9.5% રહેવાનું અનુમાન

કોરોના સંકટના આ સમયગાળામાં વૈશ્વિક અર્થતંત્રમાં સતત નકારાત્મકતાનો માહોલ ઊભો થયો છે ત્યારે ભારતીય અર્થતંત્ર માટેના હકારાત્મક સંકેતો મળી રહ્યાં...

Read more

પ્રધાનમંત્રી મોદીએ એમએસએમઈને સશક્ત બનાવવા માટે એક ટેકનોલોજી મંચ ‘ચેમ્પિયન્સ’નો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેકનોલોજી પ્લેટફોર્મ ચેમ્પિયન્સનો પ્રારંભ કરાવ્યો. તેનું સંપૂર્ણ નામ છે C ક્રિયેશન અને H હાર્મોનિયસ A એપ્લીકેશન ઓફ M મોર્ડન P પ્રોસેસ ફોર I ઇન્ક્રીઝીંગ ધી O આઉટપુટ એન્ડ N નેશનલ S સ્ટ્રેન્થ. આ પોર્ટલ તેના નામ અનુસાર જ નાના એકમોને તેમની ફરિયાદોનું નિવારણ કરીને, તેમને પ્રોત્સાહિત કરીને, સહાયતા કરીને, મદદ કરીને અને તેમનો હાથ પકડીને મોટા બનાવવા માટે છે. તે સુક્ષ્મ, લઘુ મધ્યમ કદના ઉદ્યોગો માટે વન સ્ટોપ સોલ્યુશન છે. ICT આધારિત આ વ્યવસ્થા તંત્ર વર્તમાન મુશ્કેલ પરિસ્થતિની અંદર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને મદદ કરવા માટે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજેતાઓ બનાવવા માટે મદદ કરવા પણ બનાવવામાં આવ્યું છે. ચેમ્પિયન્સના મુખ્ય ઉદ્દેશ્યો: ફરિયાદ નિવારણ: એમએસએમઈની સમસ્યાઓ જેવી કે નાણાકીય, કાચો માલ, શ્રમિકો, નિયામક પરવાનગીઓ વગેરેને, ખાસ કરીને કોવિડના પગલે ઉત્પન્ન થયેલ મુશ્કેલ પરિસ્થિતિમાં ઉકેલવા માટે. તેમને નવી તકો ઝડપવામાં મદદ કરવા માટે: મેડીકલ સાધનો અને પીપીઈ, માસ્ક વગેરે એક્સેસરીઝના ઉત્પાદન સહીત તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પુરા પાડવા માટે જેનામાં સ્પાર્ક છે તેમને ઓળખી કાઢવા અને પ્રોત્સાહન આપવા: અર્થાત સક્ષમ એમએસએમઈ કે જેઓ વર્તમાન પરિસ્થિતિમાં ઉભા રહેવા સક્ષમ છે અને તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન્સ બની શકે છે. તે એક ટેકનોલોજીથી યુક્ત કંટ્રોલ રૂમ કમ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. ICT સાધનો જેવા કે ટેલીફોન, ઈન્ટરનેટ અને વિડીયો કોન્ફરન્સ સહીત આ સિસ્ટમ કૃત્રિમ બુદ્ધિમત્તા, ડેટા એનાલીટીક્સ અને મશીન લર્નિંગથી સજ્જ છે. તે ભારત સરકારના મુખ્ય ફરિયાદ નિવારણ પોર્ટલ CPGRAMS સાથે અને એમએસએમઈ મંત્રાલયના પોતાના અન્ય વેબ આધારિત વ્યવસ્થાતંત્રની સાથે રીયલ ટાઈમના આધાર પર સંકળાયેલ છે. સંપૂર્ણ ICT માળખું એ કોઇપણ કિંમત વિના NICની મદદથી ઇન હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. એ જ રીતે ભૌતિક માળખું એ ટૂંક સમયની અંદર કોઈ એક મંત્રાલયના ડમ્પિંગ રૂમમાં તૈયાર કરવામાં આવ્યું હતું. વ્યવસ્થાતંત્રના ભાગરૂપે કંટ્રોલ રૂમનું એક નેટવર્ક હબ અને સ્પોક મોડલમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ હબ નવી દિલ્હીમાં સચિવ એમએસએમઈની કચેરીમાં આવેલું છે. તેના સ્પોક્સ જુદા જુદા રાજ્યોમાં એમએસએમઈ મંત્રાલયની અનેક કચેરીઓ અને સંસ્થાઓમાં આવેલા છે. અત્યાર સુધીમાં 66 રાજ્ય સ્તરીય નિયંત્રણ રૂમો તૈયાર અને કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. તેમને ચેમ્પિયન્સ પોર્ટલ ઉપરાંત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પણ જોડવામાં આવ્યા છે. એક વિસ્તૃત સ્ટેન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (SOP) અધિકારીઓને જાહેર કરવામાં આવી છે અને તે માટે સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે તેમજ તેમની માટે તાલીમ પણ આયોજિત કરવામાં આવી છે. આ પ્રસંગે, એમએસએમઈ અને માર્ગ વાહનવ્યવહાર તથા ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી પણ  ઉપસ્થિત રહ્યા હતા.

Read more
Page 1 of 3 1 2 3
  • Trending
  • Comments
  • Latest

Recent News