સુરતના પ્રસિદ્ધ “ડેરી ડોન” હવે અમદાવાદ માં
March 28, 2022
“હિસાબ” – ઉદ્યમી
June 30, 2020
PM નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં ચાલી રહેલા વેક્સીનેશન અભિયાનની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ...
Read moreગ્રૂપની નવી સસ્ટેનેબિલિટી રૂપરેખાને અનુરૂપ પેપરલેસ ટ્રાન્ઝેક્સનની સુવિધા રજૂ કરી ડ્યુસ પોસ્ટ ડીએચએલ ગ્રૂપ (ડીપીડીએચએલ)ના ભાગરૂપ દક્ષિણ એશિયાની અગ્રણી...
Read moreIAS - UPSC હાલના નોવેલ કોરોના વાયરસ (કોવિડ-19)ના કારણે સર્જાયેલા સંજોગોને ધ્યાનમાં લઈને યુનિયન પબ્લિક સર્વિસ કમિશને 27 જૂન, 2021ના...
Read moreપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઊચ્ચ પ્રક્રિયા ધરાવતાં ત્રણ કોવિડ-19 પરીક્ષણ એકમોનો પ્રારંભ કર્યો હતો. આ એકમો...
Read moreભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અને દેશમાં દરરોજ કોરોનાના 34,000 કરતા પણ વધુ નવા દર્દીઓ સામે આવી રહ્યા...
Read moreકોરોના સંકટના આ સમયગાળામાં વૈશ્વિક અર્થતંત્રમાં સતત નકારાત્મકતાનો માહોલ ઊભો થયો છે ત્યારે ભારતીય અર્થતંત્ર માટેના હકારાત્મક સંકેતો મળી રહ્યાં...
Read moreપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેકનોલોજી પ્લેટફોર્મ ચેમ્પિયન્સનો પ્રારંભ કરાવ્યો. તેનું સંપૂર્ણ નામ છે C ક્રિયેશન અને H હાર્મોનિયસ A એપ્લીકેશન ઓફ M મોર્ડન P પ્રોસેસ ફોર I ઇન્ક્રીઝીંગ ધી O આઉટપુટ એન્ડ N નેશનલ S સ્ટ્રેન્થ. આ પોર્ટલ તેના નામ અનુસાર જ નાના એકમોને તેમની ફરિયાદોનું નિવારણ કરીને, તેમને પ્રોત્સાહિત કરીને, સહાયતા કરીને, મદદ કરીને અને તેમનો હાથ પકડીને મોટા બનાવવા માટે છે. તે સુક્ષ્મ, લઘુ મધ્યમ કદના ઉદ્યોગો માટે વન સ્ટોપ સોલ્યુશન છે. ICT આધારિત આ વ્યવસ્થા તંત્ર વર્તમાન મુશ્કેલ પરિસ્થતિની અંદર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને મદદ કરવા માટે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજેતાઓ બનાવવા માટે મદદ કરવા પણ બનાવવામાં આવ્યું છે. ચેમ્પિયન્સના મુખ્ય ઉદ્દેશ્યો: ફરિયાદ નિવારણ: એમએસએમઈની સમસ્યાઓ જેવી કે નાણાકીય, કાચો માલ, શ્રમિકો, નિયામક પરવાનગીઓ વગેરેને, ખાસ કરીને કોવિડના પગલે ઉત્પન્ન થયેલ મુશ્કેલ પરિસ્થિતિમાં ઉકેલવા માટે. તેમને નવી તકો ઝડપવામાં મદદ કરવા માટે: મેડીકલ સાધનો અને પીપીઈ, માસ્ક વગેરે એક્સેસરીઝના ઉત્પાદન સહીત તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પુરા પાડવા માટે જેનામાં સ્પાર્ક છે તેમને ઓળખી કાઢવા અને પ્રોત્સાહન આપવા: અર્થાત સક્ષમ એમએસએમઈ કે જેઓ વર્તમાન પરિસ્થિતિમાં ઉભા રહેવા સક્ષમ છે અને તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન્સ બની શકે છે. તે એક ટેકનોલોજીથી યુક્ત કંટ્રોલ રૂમ કમ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. ICT સાધનો જેવા કે ટેલીફોન, ઈન્ટરનેટ અને વિડીયો કોન્ફરન્સ સહીત આ સિસ્ટમ કૃત્રિમ બુદ્ધિમત્તા, ડેટા એનાલીટીક્સ અને મશીન લર્નિંગથી સજ્જ છે. તે ભારત સરકારના મુખ્ય ફરિયાદ નિવારણ પોર્ટલ CPGRAMS સાથે અને એમએસએમઈ મંત્રાલયના પોતાના અન્ય વેબ આધારિત વ્યવસ્થાતંત્રની સાથે રીયલ ટાઈમના આધાર પર સંકળાયેલ છે. સંપૂર્ણ ICT માળખું એ કોઇપણ કિંમત વિના NICની મદદથી ઇન હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. એ જ રીતે ભૌતિક માળખું એ ટૂંક સમયની અંદર કોઈ એક મંત્રાલયના ડમ્પિંગ રૂમમાં તૈયાર કરવામાં આવ્યું હતું. વ્યવસ્થાતંત્રના ભાગરૂપે કંટ્રોલ રૂમનું એક નેટવર્ક હબ અને સ્પોક મોડલમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ હબ નવી દિલ્હીમાં સચિવ એમએસએમઈની કચેરીમાં આવેલું છે. તેના સ્પોક્સ જુદા જુદા રાજ્યોમાં એમએસએમઈ મંત્રાલયની અનેક કચેરીઓ અને સંસ્થાઓમાં આવેલા છે. અત્યાર સુધીમાં 66 રાજ્ય સ્તરીય નિયંત્રણ રૂમો તૈયાર અને કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. તેમને ચેમ્પિયન્સ પોર્ટલ ઉપરાંત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પણ જોડવામાં આવ્યા છે. એક વિસ્તૃત સ્ટેન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (SOP) અધિકારીઓને જાહેર કરવામાં આવી છે અને તે માટે સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે તેમજ તેમની માટે તાલીમ પણ આયોજિત કરવામાં આવી છે. આ પ્રસંગે, એમએસએમઈ અને માર્ગ વાહનવ્યવહાર તથા ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreગુજરાતમાં અનલોક-1 સોમવારથી અમલ કરાશે રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશેઃ CM હવે સાંજે 7 વાગ્યા સુધી દુકાનો...
Read moreભારતીય રેલ્વે દરરોજ અનેક શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવે છે જેથી પ્રવાસી શ્રમિકો ને તેમના વતન મોકલી શકાય, એવું જોવા મળે...
Read moreસરકારે આવશ્યક ચીજવસ્તુઓના ધારા, 1955માં સુધારો કરીને એન-95 માસ્કને આવશ્યક ચીજવસ્તુઓ તરીકે અધિસૂચિત કરી છે. આ માટે સરકારે 13 માર્ચ, 2020ની તારીખની અધિસૂચના જાહેર કરી છે. એટલે આ કાયદા અંતર્ગત આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ, કાળા બજાર દંડને પાત્ર છે. આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી, કાળા બજારીને નિયંત્રણમાં રાખવા રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ધારા, 2005 અંતર્ગત સુપરત કરવામાં આવેલા અધિકારોનો ઉપયોગ કરવા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારને સૂચના આપવામાં આવી છે, જેથી સર્જિકલ અને પ્રોટેક્ટિવ માસ્ક, હેન્ડ સેનિટાઇઝર્સ અને ગ્લોવ્સની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય, જેની કિંમત 13 માર્ચ, 2020ના રોજ જાહેર કરેલા આદેશ મુજબ, પેક સાઇઝ પર પ્રિન્ટેડ મહત્તમ છૂટક કિંમત (એમઆરપી)થી વધારે ન હોય. દેશમાં એન-95 માસ્કની સંગ્રહખોરી, કાળા બજાર અને કિંમતમાં મોટો ફરક સાથે સંબંધિત ફરિયાદો મળી છે. આ સંદર્ભમાં એનપીપીએએ તમામ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના સ્ટેટ ડ્રગ કન્ટ્રોલર્સ (એસડીસી)/ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન્સ (એફડીએ)ને ઉચિત કામગીરી કરવા સૂચના આપી છે. રિપોર્ટ મુજબ, થોડા એસડીસી/એફડીએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે તથા આવશ્યક ચીજવસ્તુની સંગ્રહખોરી અને કાળાં બજાર કરતાં લોકો સામે ઉચિત પગલાં લેવામાં આવ્યાં છે. આદરણીય બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ પીઆઇએલ પણ ફાઇલ થઈ છે, જેમાં સરકાર દ્વારા એન-95 પર ટોચમર્યાદા લાદવાની માંગણી થઈ છે. સરકાર દેશમાં એન-95ના પર્યાપ્ત પુરવઠાને સતત સુનિશ્ચિત કરવા આતુર છે. આ માટે સરકારે ઉત્પાદકો/આયાતકારો/સપ્લાયર્સ પાસેથી બલ્ક રેટ પર મોટી સંખ્યામાં એન-95ની ખરીદી કરી છે. એન-95 માસ્કની ઊંચી કિંમતની સમસ્યાઓનું સમાધાન કરવા એનપીપીએએ એની કિંમતમાં ઘટાડો કરવા હસ્તક્ષેપ કર્યો છે. આ સંબંધમાં દેશમાં વાજબી કિંમતે એન-95 માસ્કની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા એનપીપીપીએએ 21 મે, 2020ના રોજ એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં એન-95ના તમામ ઉત્પાદકો/આયાતકારો/સપ્લાયરોને બિનસરકારી ખરીદી માટે કિંમતમાં સમાનતા જાળવવા અને વાજબી કિંમતે એને ઉપલબ્ધ કરાવવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આદરણીય બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ સબમિટ થયેલી એનપીપીપીએની અરજીમાં એન-95 માસ્ક પર ટોચમર્યાદા લાદવાની અપીલ કરવામાં આવી છે, ખાસ કરીને દેશમાં એન-95ના માસ્કની પુરવઠા-માગમાં રહેલા ફરકને ધ્યાનમાં રાખીને. એનપીપીએએ ઉત્પાદકો/આયાતકારો/સપ્લાયર્સને સ્વૈચ્છિક રીતે કિંમતો ઘટાડવા સલાહ આપી હતી. દરમિયાન એનપીપીએએ આજે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા એક સમાચારનું ખંડન કર્યું છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, એનપીપીપીએએ ટાંકેલા કિંમતને મંજૂરી આપી છે, જે માસ્ક માટે સરકારી ખરીદીના દરથી ત્રણ ગણાથી વધારે છે. સમાચારમાં સરકારની ખરીદીના દર ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. આ પ્રકારની એડવાઇઝરી ઇશ્યૂ કર્યા પછી એન-95ના મોટા ઉત્પાદકો/આયાતકારોએ તેમની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કર્ય છે, જેથી દેશમાં એન-95 માસ્કની કિંમત 47 ટકા ઘટીને વાજબી થઈ છે. એન-95ના અન્ય ઉત્પાદકો/આયાતકારોએ જણાવ્યા મુજબ, અન્ય ઉત્પાદકો/આયાતકારો સરકારની સલાહને અનુસરશે અને જાહેર જનહિતમાં કિંમતમાં ઘટાડો કરશે એવી અપેક્ષા છે.
Read more© 2022 Navjivan Times - All Rights Reserved Navjivan Times.
© 2022 Navjivan Times - All Rights Reserved Navjivan Times.