SBI, PNB, બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર

બધીબેંકોમાં સમયાંતરે નિયમો બદલાતા હોય છે, ત્યારે ઘણા ગ્રાહકોને…

ભારત પેટ્રોલિયમ બેંક ઓફ બરોડા રુપે એનસીએમસી પ્લેટિનમ ઇન્ટરનેશનલ કો-બ્રાન્ડેડ ડેબિટ કાર્ડ

ભારતની ત્રીજી સૌથી મોટી સરકારી બેંક બેંક ઓફ બરોડા…

ઓલિમ્પિક શટલર પીવી સિંધુએ બેંક ઓફ બરોડાની સંપૂર્ણપણે નવી કોર્પોરેટ વેબસાઇટ લોંચ કરી

ભારતની બેસ્ટ ટેકનોલોજી બેંક* બેંક ઓફ બરોડાએ એની સંપૂર્ણપણે…

હોન્ડા કાર્સે આકર્ષક ફાઇનાન્સ યોજનાઓ આપવા માટે કેનેરા બેંક સાથે ભાગીદારી કરી

ભારતમાં પ્રીમિયમ કારના અગ્રણી ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL) દ્વારા પોતાના ગ્રાહકોને આકર્ષક અને પરવડે તેવી ફાઇનાન્સ યોજનાઓ આપવા માટે ત્રીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક –  કેનેરા  બેંક  સાથે  ભાગીદારી  કરવામાં  આવી  છે.  આ…

મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડ ની સરસપુર શાખાની ૧૦મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવણી કરવામાં આવી

અમદાવાદમાં આવેલી મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડ ની સરસપુર શાખાની ૧૦મી…

બેંક ઓફ બરોડાએ 114મા સ્થાપના દિવસ પર કોવિડ વોરિયર્સનું સન્માન કર્યું

‘બોબ વર્લ્ડ’ મોબાઇલ એપ્લિકેશન ટૂંક સમયમાં પ્રસ્તુત કરવાની જાહેરાત…

કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયામાંથી પસાર થતી કંપનીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે વિશે

સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન એન્ડ ડિસ્ક્લોઝર આવશ્યકતાઓ) રેગ્યુલેશન્સ, 2015 (“એલઓડીઆર…

SBI કાર્ડે ફેબઈન્ડિયા એસબીઆઈ કાર્ડ લોન્ચ કરવા ફેબઈન્ડિયા સાથે ભાગીદારી કરી

ભારતની બીજી સૌથી મોટી ક્રેડિટ કાર્ડ ઈશ્યુઅર એસબીઆઈ કાર્ડ…

સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતીયો દ્વારા રખાયેલા કથિત કાળા નાણાંના ન્યુઝ મીડિયા અહેવાલોનું નાણાં મંત્રાલયે ખંડન કર્યું

મીડિયામાં 18.06.2021ના રોજ અમુક અહેવાલો આવ્યા હતા જેમાં જણાવાયું…

ભારતનું ધિરાણબજાર દુનિયાના સૌથી મોટા અર્થતંત્રો કરતા વધારે ઊંચા દરથી વૃદ્ધિ કરશે એવી ધારણા

ભારતના ધનિક મધ્યમ વર્ગના વધારા અને ગ્રામીણ અર્થતંત્રમાં વૃદ્ધિથી…

એબિક્સકેશએ તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એકાઉન્ટિંગ, રેગ્યુલેટરી અને બેન્કિંગ સેક્ટરના અગ્રણી લીડર એસ. રવિની નિમણૂક કરી

ઓન-ડીમાન્ડ સોફ્ટવેરની સપ્લાયર અને ઈન્સ્યોરન્સ, ફાઈનાન્સિયલ, હેલ્થકેર અને ઈ-લર્નિંગ ઈન્ડસ્ટ્રીઝને ઈ-કોમર્સ…

પેટીએમ ગુજરાતમાં યુઝર્સને 24X7 તેમનું વીજબીલ ચૂકવવા સક્ષમ બનાવશે: રૂ. 1000 સુધીના નિશ્ચિત વળતરની જાહેરાત

ભારતના અગ્રણી ડિજિટલ ફાઈનાન્સિયલ સર્વિસ પ્લેટફોર્મ પેટીએમે આજે ગુજરાતમાં યુઝર્સ હવે તેના પ્લેટફોર્મ પર 24X7 તેમનું વીજળી બિલ ચૂકવી શકશે તેવી જાહેરાત કરી છે. કંપનીએ પ્રત્યેક બીલની ચૂકવણી પર નિશ્ચિત રૂ. 1,000 સુધીનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ પરસૌપ્રથમ વખત વિજળીનું બીલ ચૂકવનાર યુઝર્સને રૂ. 50 સુધીનું ગેરેન્ટેડ કેશબેક આપશે. પેટીએમે લાખો યુઝર્સ ડિજિટલી તેમના વીજળીના બીલ ભરવા સક્ષમ થઈ શકે તે માટે પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ અને ટોરેન્ટ પાવર લિ. સાથે ભાગીદારી કરી છે. કોરોના મહામારી દરમિયાન વધુ ને વધુ લોકો તેમની બધી જ દૈનિક જરૂરિયાતો માટે ડિજિટલ પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા હોવાથી પેટીએમ તેના યુઝર્સને અવિરત અને કોઈપણ અવરોધ વિના સેવા પૂરી પાડવા માટે સક્રિય રીતે કામ કરી રહી છે. પેટીએમ બે કરોડથી વધુનો મજબૂત મર્ચન્ટ બેઝધરાવે છે. પેટીએમ ઓનલાઈન પેમેન્ટ સ્વીકૃતિ વધી રહી હોવાનું જોઈ રહી છે. એપ્રિલ 2020થી વધુ લોકો બહાર નિકળવાનું, લાઈનોમાં ઊભા રહેવાનું અને સૌથી મહત્વનું કોરોના વાઈરસનો પ્રસાર અટકાવવા માટે રોકડને સ્પર્શ કરવાનું ટાળી રહ્યા હોવાથી વીજળીના બીલ્સ માટે ડિજિટલ પેમેન્ટ્સમાં જંગીવધારો જોવા મળ્યો છે.  તેના ગ્રાહકોને વધુ સાનુકૂળતા પૂરી પાડવા માટે પેટીએમે તાજેતરમાં વીજળીના બીલની ચૂકવણી માટે તેની યુઆઈ વધારી છે, જે નાણાકીય વ્યવહાર પૂરો કરવામાં એક મિનિટથી પણ ઓછો સમય લે છે. યુઝર્સે માત્ર તેમના કાર્ડ અને સર્વિસ પ્રોવાઈડરની પસંદગી કરવાની, તેમનો બીલ નંબર અથવા ગ્રાહકખાતા નંબર લખવાની અને ત્યાર પછી પેમેન્ટ કરવાની જરૂર છે. અન્ય પ્લેટફોર્મ્સ યુઝર્સને યુપીઆઈ સુધી મર્યાદિત રાખે છે તેનાથી વિપરિત પેટીએમ તેના યુઝર્સને પેટીએમ યુપીઆઈ, પેટીએમ વોલેટ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ અથવા નેટ બેન્કિંગમાંથી તેમની પસંદગીની પેમેન્ટ પદ્ધતિ પસંદ કરવાની છૂટઆપે છે. પેમેન્ટ તુરંત થઈ જાય છે અને યુઝર્સ બીલ પેમેન્ટ પૂરું થતા રીસીપ્ટ મેળવી શકે છે. પેટીએમ એસએમએસ અને ઈન-એપ નોટિફિકેશન્સ મારફત પેમેન્ટ્સ માટે ડ્યુ ડેટ અંગે રિમાઇન્ડર્સ પણ આપશે. પેટીએમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘આપણા દેશમાં વીજળીનું બીલ સૌથી મહત્વનો રીકરિંગ ખર્ચમાંનો એક છે અને અમે બધા જ યુઝર્સ માટે સાનુકૂળ અને અવરોધરહિત અનુભવ પૂરો પાડવા માટે કટિબદ્ધ છીએ. અત્યાધુનિક ટેક્નોલોજી અને યુઝર ફ્રેન્ડલી ઈન્ટરફેસ સાથે અમારો આશય ભારતમાંપ્રત્યેક ગ્રાહકને તેમના વીજળીના બીલ 24X7 ચૂકવવા સક્ષમ બનાવવાનો અને તુરંત પુષ્ટી આપવાનો છે. અમે નવા ગ્રાહકો સુધી પહોંચવા અને અમારા વર્તમાન યુઝર્સમાંથી ટ્રાન્ઝેક્શન્સના પુનરાવર્તન વધારવા સમગ્ર દેશમાં વધુ વીજબોર્ડ્સ સાથે ભાગીદારી કરવાનું ચાલુ રાખીશું.’ પેટીએમ વીજબીલના પેમેન્ટ્સમાં અગ્રેસર છે અને તેણે આ સેગ્મેન્ટમાં લાખો યુઝર્સને સેવા પૂરી પાડવા માટે મણિપુર, લક્ષ્યદ્વીપ, બંગાળ જેવા સ્થળો સહિત સમગ્ર ભારતમાં 70થી વધુ વીજબોર્ડ્સ સાથે ભાગીદારી કરી છે. પેટીએમ યુઝર્સ તેમના ઘરેથી તેમની સાનુકૂળતાએ મોબાઈલ રિચાર્જ કરી શકે છે,તેમના ક્રેડિટ કાર્ડ્સના બીલોની ચૂકવણી કરી શકે છે, સિલિન્ડર્સ બૂક કરી શકે છે અને અન્ય અનેક નિયમિત પેમેન્ટ્સ કરી શકે છે. આ બધું જ ઝડપી, સલામત, સુરક્ષિત અને વળતર આપતા અનુભવ સાથે થઈ શકે છે. ભારતની ટોચની ટેક્નોલોજી કંપનીનો આશય સમગ્ર ભારતને સેવા પૂરી પાડવાનો છે

રેપીપે એપ થકી કોવિડ-19 રસીકરણ સર્ચ અને રજિસ્ટ્રેશનની સુવિધા કરી આપશે

અમદાવાદ, મે, 2021: અગ્રણી આસિસ્ટેડ પેમેન્ટ્સ ફિનટેક કંપનીઓમાંની એક રેપીપે ફિનટેક દ્વારા…