નાબાર્ડે નાણાકીય વર્ષ 2024-25 માં ગુજરાત માટે મહત્વાકાંક્ષી ₹3.53 લાખ કરોડની ધિરાણ ક્ષમતાનું અનાવરણ કર્યું

ગુજરાતના મુખ્ય સચિવ, શ્રી રાજ કુમાર, IAS એ 15 ફેબ્રુઆરી, 2024ના રોજ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-1, સચિવાલય, ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં, નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા અત્યંત અપેક્ષિત સ્ટેટ ફોકસ પેપર 2024-25નું અનાવરણ કર્યું હતું. નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ વાર્ષિક દસ્તાવેજમાં ગુજરાત જેવા એક વાઇબ્રન્ટ રાજ્યમાં અગ્રતા ક્ષેત્રો માટે ₹3.53 લાખ કરોડની પ્રભાવશાળી ધિરાણ ક્ષમતા દર્શાવવામાં આવી છે. આ પ્રસંગે  શ્રી એ. કે. રાકેશ, IAS, અધિક મુખ્ય સચિવ, (ACS), ગુજરાત, વરિષ્ઠ બઁક અધિકારીઓ, બિન-સરકારી સંગઠનો અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતાં. રાજ્યના વિવિધ વિભાગો, બેંકો અને હિસ્સેદારો સાથેના સહિયારા પ્રયાસથી તૈયાર થયેલ સ્ટેટ ફોકસ પેપર સમારોહનું મુખ્ય આકર્ષણ રહેતા વાતાવરણ ખુબજ ઉત્સાહ પૂર્ણ હતું. નાબાર્ડના ઝીણવટભર્યા વિશ્લેષણમાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રો માટે ₹1.42 લાખ કરોડ (40 ટકા), એમએસએમઇ ક્ષેત્ર માટે ₹1.80 લાખ કરોડ (51 ટકા) અને બાકીના 9 ટકાના ધિરાણની સંભવિતતા અન્ય અગ્રતા ક્ષેત્રો માટે દર્શાવવામાં આવી હતી. આ દૂરંદેશી ધરાવતો દસ્તાવેજ માત્ર વર્તમાન ધિરાણ-શોષણ ક્ષમતાની રૂપરેખા જ નથી આપતો, પરંતુ વ્યૂહાત્મક ભાગીદારી અને નીતિગત હસ્તક્ષેપો દ્વારા તેને વધારવા માટેની વ્યૂહરચનાઓ પણ સૂચવે છે. શ્રી રાજ કુમાર, IAS, મુખ્ય સચિવ, ગુજરાત સરકારે તેમના મુખ્ય વક્તવ્યમાં, ગુજરાત માટે સ્ટેટ ફોકસ પેપર 2024-25ના અનાવરણ પર, નાબાર્ડની અન્ય નોંધપાત્ર ગ્રામીણ વિકાસ પહેલ જેમ કે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ(PACS)ના કોમ્પ્યુટરાઇઝેશનની સાથે નાબાર્ડની પ્રશંસા કરી હતી. તેમના સંબોધનમાં, શ્રી રાજ કુમારે, બેંકરોને ખેડૂતોને નાના વેપારી સાહસો તરીકે જોવા અને રાજ્યના ખેડૂતોને તેમની સાહસિક કૌશલ્યમાં વધુ વિશ્વાસ મૂકીને ધિરાણ વધારવા પર ભાર મૂક્યો હતો. ગ્રામીણ ભારતની વિશ્વ બેંકના ભારતીયકૃત સંસ્કરણ તરીકે નાબાર્ડની પ્રશંસા કરતા, મુખ્ય સચિવે નાબાર્ડને રાષ્ટ્ર માટે ‘નોલેજ બેંક’ તરીકે વિકસાવવા વિનંતી કરી. તેમણે આ પ્રયાસમાં નાબાર્ડને રાજ્ય સરકારના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. શ્રી રાજ કુમારે ખેડૂતોના ક્ષમતા નિર્માણ માટે સરકારની યોજનાઓ સાથે નાબાર્ડના વિકાસલક્ષી યોજનાઓ વચ્ચે વધુ સંકલન કરવા માટે પણ આહ્વાન કર્યું હતું જેથી ખેડૂતો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ તેમના બજારનો વ્યાપ વધારી શકે. શ્રી એ.કે. રાકેશ, IAS, અધિક મુખ્ય સચિવે  નાબાર્ડના નાણાકીય વર્ષ 2024-25 માટે ગુજરાત માટે ₹3.53 લાખ કરોડની અગ્રતા ક્ષેત્રની ધિરાણ સંભવિતતાના અંદાજને ધ્યાનમાં રાખીને, બેંકરોને આ અંદાજિત ધિરાણ સંભવિતતા હાંસલ કરવા માટે પ્રયત્ન કરવા અપીલ કરી હતી. તેમણે નાબાર્ડ ગુજરાત પ્રાદેશિક કાર્યાલય દ્વારા રાજ્ય સરકાર સાથે મળીને કરેલ ગ્રામીણ સમૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવામાં અગ્રણી ભૂમિકા ભજવવાની પ્રશંસા કરી હતી. શ્રી એ.કે. રાકેશે બેંકર્સને ધિરાણ સહાય માટે કૃષિ-ઇનોવેશનને અનુકૂળ વિચારણા કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે રાજ્યમાં ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી વગેરેને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર સાથે નાબાર્ડના Rs. 26,000 કરોડનાં MOUની પણ પ્રશંસા કરી હતી.…

MY24 પ્રોડક્ટ શ્રેણીના લોન્ચ સાથે ભારતમાં Renault ડ્રાઇવીંગ અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરે છે

  Renault ઇન્ડિયા Renaulution India 2024 હેઠળ ભારતીય બજાર પરત્વેની તેની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર પ્રગતિની ઘોષણા કરતા ખુશી અનુભવે છે. ભારતમાં રેનોલ્ટ્યુશનની શરૂઆતને ચિહ્નિત કરવા…

mobex દ્વારા યોજાયો રિફર્બિશિંગ અને એન્વાયરમેન્ટલ સેમિનાર, ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

અમદાવાદ, 25 જુલાઈ 2023: વિદ્યાર્થીઓને રિફર્બિશ્ડ પ્રોડક્ટ અવેરનેસ અને…

યૂક્રેનના રાષ્ટ્રપતિ રડી પડ્યા, કહ્યુ- હું અને મારી પત્ની-બાળકો દુશ્મનનો નંબર વન ટાર્ગેટ, અમે ગદ્દાર નથી

યૂક્રેન પર ગુરૂવારે શરૂ થયેલા રશિયાના હુમલા બાદ દેશમાં…

પુતિનની જંગની જાહેરાત બાદ યુક્રેનમાં રશિયાએ હુમલા શરૂ કર્યા, કીવમાં ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલથી એટેક

રશિયાએ યુક્રેનમાં જંગની શરૂઆત કરી દીધી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર…

SBI, PNB, બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર

બધીબેંકોમાં સમયાંતરે નિયમો બદલાતા હોય છે, ત્યારે ઘણા ગ્રાહકોને…

ગાંધીનગરમાં ગુજરાત સરકાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે MoU સંપન્ન થયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન…

કારદેખોએ પ્રી-આઈપીઓ રાઉન્ડમાં 250 મિલિયન ડોલર ઊભા કર્યા, 1.2 અબજ ડોલરની વેલ્યુએશન સાથે યુનિકોર્ન દરજ્જો મેળવ્યો

ભારતના સૌથી મોટા કાર સર્ચ પ્લેટફોર્મ કારદેખોએ તેના પ્રી-આઈપીઓ…

ભારત પેટ્રોલિયમ બેંક ઓફ બરોડા રુપે એનસીએમસી પ્લેટિનમ ઇન્ટરનેશનલ કો-બ્રાન્ડેડ ડેબિટ કાર્ડ

ભારતની ત્રીજી સૌથી મોટી સરકારી બેંક બેંક ઓફ બરોડા…

ઓલિમ્પિક શટલર પીવી સિંધુએ બેંક ઓફ બરોડાની સંપૂર્ણપણે નવી કોર્પોરેટ વેબસાઇટ લોંચ કરી

ભારતની બેસ્ટ ટેકનોલોજી બેંક* બેંક ઓફ બરોડાએ એની સંપૂર્ણપણે…

વર્લ્ડ એન્ટરપ્રિન્યોર ડે 2021ના અવસર પર વાધવાની ફાઉન્ડેશન મહામારીના પડકારને આજીવન અવસરમાં બદલવા માટે સ્ટાર્ટઅપ અને એસએમઇ સાહસિકોને સલામ કરે છે

  વર્લ્ડ એન્ટરપ્રિન્યોર ડે 2021ના અવસર પર વાધવાની ફાઉન્ડેશન…

બેંક ઓફ બરોડાએ 114મા સ્થાપના દિવસ પર કોવિડ વોરિયર્સનું સન્માન કર્યું

‘બોબ વર્લ્ડ’ મોબાઇલ એપ્લિકેશન ટૂંક સમયમાં પ્રસ્તુત કરવાની જાહેરાત…