સરકારે IT હાર્ડવેર માટે PLI સ્કીમ-2.0 હેઠળ 27 ઉત્પાદકોને મંજૂરી આપી છે

મોબાઈલ ફોન માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ (PLI)ની સફળતાના આધારે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળે 17 મે, 2023ના રોજ આઈટી હાર્ડવેર માટે PLI સ્કીમ – 2.0ને મંજૂરી આપી હતી. આ પ્લાનમાં લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પીસી, સર્વર્સ અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર ઉપકરણો આવરી લેવામાં આવ્યા છે.

 

આજે 27 IT હાર્ડવેર ઉત્પાદકોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. Acer, Asus, Dell, HP, Lenovo વગેરે જેવી જાણીતી બ્રાન્ડ્સના IT હાર્ડવેરનું ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે. યોજનાના સમયગાળા દરમિયાન આ મંજૂરીના અપેક્ષિત પરિણામો નીચે મુજબ છે:

 

રોજગાર: કુલ આશરે 02 લાખ

આશરે રૂ. 50,000 (પ્રત્યક્ષ) અને આશરે રૂ. 1.5 લાખ (પરોક્ષ)

IT હાર્ડવેર ઉત્પાદનનું મૂલ્ય: રૂ. 3 લાખ 50 હજાર કરોડ (US$ 42 બિલિયન)

કંપનીઓ દ્વારા રોકાણઃ રૂ. 3,000 કરોડ (US$360 મિલિયન)

 

ઉદ્યોગના નેતાઓ અને મીડિયાને સંબોધતા, શ્રી અશ્વિની વૈષ્ણવે, રેલવે, સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રીએ માહિતી આપી હતી કે 27 મંજૂર અરજદારોમાંથી, 23 આજથી જ ઉત્પાદન શરૂ કરવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *