વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતી નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.
સમગ્ર વિશ્વમાં આ નવા વર્ષની ઉજવણી કરી રહેલા દરેકને શુભેચ્છા પાઠવતા વડાપ્રધાને કહ્યું, “આ વર્ષ એક વિશેષ વર્ષ રહ્યું છે કારણ કે તમે બધાએ વોકલ ફોર લોકલ અભિયાનને ભવ્ય સફળતા અપાવી છે.
સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીને, આ નવા વર્ષમાં નવો પ્રકાશ ફેલાવ્યો છે.
આવો આપણે બધા એક વિકસિત ભારતનું નિર્માણ કરવા આગામી વર્ષોમાં એ જ ઉત્સાહ સાથે વોકલ ફોર લોકલ માટે પ્રતિબદ્ધ થઈએ.”
શ્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કર્યું:
“વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા મારા પરિવારના તમામ સભ્યોને નવા વર્ષની શુભેચ્છા. આ વર્ષ એક ખાસ વર્ષ બની ગયું છે કારણ કે તમે બધાએ વોકલ ફોર લોકલ અભિયાનને ભવ્ય સફળતા અપાવી છે. સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીને આ નવા વર્ષમાં નવી ચમક ફેલાઈ છે. આવો આપણે બધા એક વિકસિત ભારતનું નિર્માણ કરવા આગામી વર્ષોમાં એ જ ઉત્સાહ સાથે વોકલ ફોર લોકલ માટે પ્રતિબદ્ધ થઈએ.”