સેતુ મીડિયા દ્વારા આયોજિત “કવિ સંમેલન”માં પ્રેક્ષકો સાહિત્યના રંગમાં રંગાયા

છેલ્લાં 14 વર્ષથી પબ્લિક રિલેશન્સ ક્ષેત્રે સેવા પૂરી પાડતી સંસ્થા ‘સેતુ મીડિયા’ દ્વારા તેની 14મી વર્ષગાંઠ નિમિતે મીડિયાના મિત્રો અને તેમના પરિવાર માટે ખાસ “કવિસંમેલન – સંબોધન: અભિવ્યક્તિનો અવસર”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન 16મી સપ્ટેમ્બર, 2023- શનિવારના રોજ અમદાવાદમાં ઈન્ક્મટેક્ષ પાસે આવેલ દિનેશ હોલ ખાતે કરાયું હતું.

“સંબોધન- અભિવ્યક્તિ નો અવસર” કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિઓ તુષાર શુક્લ, રક્ષા શુક્લ, રમેશ ચૌહાણ, જીતેન્દ્ર જોશી, પારસ પટેલ, નીરવ વ્યાસ, અશોક ચાવડા, જીગર ઠક્કર તથા હરદ્વાર ગોસ્વામી પોતાની ઉત્તમ રચનાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી આ કવિસંમેલનનું સંચાલન કર્યું હતું. કવિઓ દ્વારા વર્ણવામાં આવેલ ગઝલો, કવિતાઓ વગેરેથી ઉપસ્થિત પ્રેક્ષકો સાહિત્યના રંગમાં રંગાઈ ગયા હતા. બાપુનગર વિસ્તારના એમએલએ શ્રી દિનેશસિંહ કુશવાહ, ભાજપ પક્ષના પૂર્વ નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ તથા ગુજરાત પોલીસના રિટાયર્ડ ડીવાયએસપી શ્રી તરુણભાઇ બારોટની ખાસ ઉપસ્થિતિથી આ કાર્યક્રમની શોભા વધી ગઈ હતી.

 

આ કાર્યક્રમમાં ફૂડ પાર્ટનર ‘વિન્ડો’, વાસ્તુ પાર્ટનર ‘મહાવિદ્યા’, સોશિયલ મીડિયા પાર્ટનર ‘ધ ફિલ્મી ફોક્સ’, ડેકોરેશન પાર્ટનર ‘ઉત્સવ ડેકોરેશન’, પ્રિન્ટિંગ પાર્ટનર ‘369 મીડિયા કન્વર્જન્સ’, કોમ્યુનિકેશન પાર્ટનર ‘કલગી ટેલિકોમ’, ડિઝાઇન પાર્ટનર ‘ડીઆર ડિઝાઇનિંગ’, હેલ્થ પાર્ટનર ‘અલ્ટીમેટ હેલ્થ’, ડિજિટલ પાર્ટનર ‘સીવિન્ડ’ અને ‘ટચ પોઇન્ટ પબ્લિશિંગ’ તથા અન્ય સપોર્ટિંગ પાર્ટનર તરીકે સક્સેસ મીડિયા એજન્સી, કવિ જગત, વી- કેર ફાઉન્ડેશન, જીઓન ઈન્ફોર્મેટિક્સ વગેરે જોડાયા હતા.