ઝરા હટકે ઝરા બચકે”ના પ્રમોશન અર્થે બૉલીવુડ સ્ટાર વિક્કી કૌશલ અમદાવાદના મહેમાન બન્યા

2 જૂને રિલીઝ થઈ રહેલ ફિલ્મ “ઝરા હટકે ઝરા બચકે”ના પ્રમોશન્સ દેશભરમાં જોરશોરથી ચાલી રહ્યાં છે. આ દરમિયાન પોતાની ફિલ્મના પ્રમોશન અર્થે અભિનેતા વિક્કી કૌશલ અમદાવાદના મહેમાન બન્યા હતા. અમદાવાદની મુલાકાત દરમિયાન તેમણે “ચેતના ગાંઠિયા” ખાતે ગુજરાતી ફૂડનો સ્વાદ માણ્યો હતો. આ દરમિયાન અભિનેતા ઘણા ખુશ દેખાઈ રહ્યાં હતા.

“ઝરા હટકે ઝરા બચકે” ફિલ્મમાં અભિનેતા વિક્કી કૌશલ કપિલ (કપ્પુ)ની ભૂમિકા તથા અભિનેત્રી સારા અલી ખાન સૌમ્યની ભૂમિકામાં નજરે પડશે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. જેના ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકર છે. દિનેશ વિજન અને જ્યોતિ દેશપાંડે દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ 2 જૂન, 2023- શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સુસજ્જ છે. વિક્કી કૌશલ અને સારા અલી ખાન સિવાય આ ફિલ્મમાં ઇનામૂલ હક, સુષ્મિતા મુખર્જી, નીરજ સૂદ, રાકેશ બેદી, શારિબ હાઝમી વેગેરે પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે.

લક્ષ્મણ ઉતેકર, મૈત્રેય બાજપાઈ અને રમીઝ ઇલ્હામ ખાન દ્વારા લિખિત આ ફિલ્મનું સંગીત પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર સચિન- જીગર એ આપ્યું છે. ફિલ્મના ગીતો “ફિર ઓર ક્યાં ચાહિયે”, “તેરે વાસ્તે”, બેબી તુજે પાપ લગેગા” અગાઉથી જ દર્શકોને ઘણા પસંદ આવી રહ્યા છે.