મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાતે ભારતીય થલ સેનાના જનરલ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ સર્ઘન કમાન્ડ લેફટનન્ટ જનરલ અજયકુમાર સિંહ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત ભારતીય થલ સેનાના સર્ઘન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ લેફટનન્ટ જનરલ શ્રી અજયકુમાર સિંહે ગાંધીનગરમાં લીધી હતી.

 

લેફટનન્ટ જનરલ અજયકુમાર સિંહે નવેમ્બર-ર૦રરમાં સર્ઘન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ નો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ પ્રથમવાર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.

 

ભારતીય થલ સેનાના આ સર્ઘન કમાન્ડના વિસ્તારમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યો તથા કેન્દ્રશાસિત વિસ્તાર દીવ-દમણ, દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે.

 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાતમાં જનરલ ઓફિસર કમાન્ડીંગ ૧ર કોર લેફટનન્ટ જનરલ રાકેશ કપૂર તથા ૧૧ રેપિડ-એચ ના જનરલ ઓફિસર કમાન્ડીંગ મેજર જનરલ સમશેરસિંહ વિર્ક પણ જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.