બેંક ઓફ બરોડાનો ઉદ્દેશ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં કામગીરી વધારવાનો છે નવી, વિશાળ, અદ્યતન સુવિધા સ્થાપિત કરી

ભારતની અગ્રણી સરકારી બેંકો પૈકીની એક અને ભારતની, બેંક ઓફ બરોડા (બેંક)એ ગિફ્ટ સિટીમાં એની કામગીરી વધારવાના ઉદ્દેશ સાથે જાહેરાત કરી હતી કે, ગિફ્ટ સિટીમાં બેંકનું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર બેંકિંગ યુનિટ (આઇએફએસસીબીયુ)નું ઉદ્ઘાટન આજે ગાંધીનગર સ્થિત ગિફ્ટ આઈએફએસસીમાં બ્રિગેડ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર ખાતે એના નવા અદ્યતન સંકુલમાં થયું છે. બેંક ઇન્ટરનેશનલ ટ્રેઝરી કામગીરી, એક સેન્ટ્રલાઇઝ ટ્રેડ ફાઇનાન્સ કેન્દ્ર અને કેપિટલ માર્કેટ્સ બિઝનેસ સ્થાપિત કરશે તથા ગિફ્ટ આઈએફએસસીમાં એની ફોરેન એક્સચેન્જ એન્ડ ડેરિવેટિવ્સ કામગીરીઓ વધારશે.

 

આ પ્રસંગે બેંકનાં આઈબીયુએ બીએસઈના ઇન્ડિયા આઇએનએક્સ અને એનએસઈ આઈએફએસસી એક્સચેન્જ પર મીડિયમ ટર્મ નોટ્સ (એમટીએન)નું પણ લિસ્ટિંગ કરાવ્યું છે. બંને એક્સચેન્જ ગિફ્ટ આઈએફએસસીમાં આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ તરીકે કામ કરે છે.

 

નવી સુવિધા અને લિસ્ટિંગ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ)ના ચેરપર્સન શ્રી ઇન્જેતી શ્રીનિવાસ, ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ સીઈઓ શ્રી તપન રે, બેંક ઓફ બરોડાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી સંજીવ ચઢા અને બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી લલિત ત્યાગીની હાજરીમાં થયું હતું. આ લિસ્ટિંગ કાર્યક્રમમાં ઇન્ડિયા આઈએનએક્સ અને એનએસઈ આઈએફએસસીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

આ નવા સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે બેંક ઓફ બરોડાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી સંજીવ ચઢાએ કહ્યું હતું કે, “બેંક ઓફ બરોડા ગિફ્ટ આઈએફએસસીમાં સૌપ્રથમ પ્રવેશ કરનારી બેંકો પૈકીની એક હતી. અમે 24 નવેમ્બર, 2017ના રોજ અમારું ઓફશોર આઈએફએસસી બેંકિંગ યુનિટ શરૂ કરીને અમારી સફર શરૂ કરી હતી, જે અત્યારે બેંકના કુલ આંતરરાષ્ટ્રીય વ્યવસાયમાં મહત્વપૂર્ણ પ્રદાન કરે છે. ભારતના પોતાના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર (આઈએફએસસી)ને પ્રોત્સાહન આપવાના, વિકસાવવાના અને એના ફાયદાં મેળવવા બેંક ઓફ બરોડા ગિફ્ટ સિટીમાં એના આંતરરાષ્ટ્રીય વ્યવસાયને નોંધપાત્ર રીતે વધારવા અને ટીમને મજબૂત કરવા આતુર છે તથા આ ઉદ્દેશ માટે અમે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પર અત્યાધુનિક માળખાગત સુવિધાનું નિર્માણ કરવાની સાથે નવી, મોટી સુવિધા સ્થાપિત કરી છે.”

 

શ્રી ચઢાએ ઉમેર્યું હતું કે, “બેંક ઓફ બરોડાને ઇન્ડિયા આઈએનએક્સ અને એનએસઈ આઈએફએસસી એક્સચેન્જ પર એનાં હાલના વિદેશ ચલણમાં મીડિયમ ટર્મ નોટ્સનું લિસ્ટિંગ કરાવવાની પણ ખુશી છે. ગિફ્ટ આઈએફએસસીમાં ઓફર થતું લિસ્ટિંગ માળખું અને સાતત્યપૂર્ણ પ્રક્રિયા અન્ય કોઈ પણ ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટરને સમકક્ષ છે. અમે ગિફ્ટ આઈએફએસસીમાં આ બંને આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ સાથે લાંબા ગાળાનું જોડાણ કરવા આતુર છીએ.”

 

આઈએફએસસીએના ચેરપર્સન શ્રી ઇન્જેતી શ્રીનિવાસ અને ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઈઓ શ્રી તપન રેએ પણ ગિફ્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (આઈએફએસસી)માં બેંક ઓફ બરોડાના નોંધપાત્ર પ્રદાનની પ્રશંસા કરી હતી તથા નવા સંકુલના ઉદ્ઘટાન પર બેંકને અભિનંદન આપ્યાં હતાં.

 

હવે,યુ.એસ., યુકે અને યુએઈ પછી, આઈએફએસસી બેંકિંગ યુનિટ બેંકની આંતરરાષ્ટ્રીય કામગીરીની 4થી સૌથી મોટી વિદેશી શાખા બની ગઈ છે. જે સ્થાનિક ધોરણે રિટેલ અને કોર્પોરેટ ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય બેંકિંગ સમાધાનોની રેન્જ પૂરી પાડે છે, જેમ કે ફોરેન કરન્સી કરન્ટ, સેવિંગ્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ્સ, એક્ષ્ટર્નલ કમર્શિયલ બોરોઇંગ લોન્સ, ટ્રેડ ફાઇનાન્સ સુવિધાઓ, ફોરન કરન્સીમાં લોન્સ/સિન્ડિકેશન લોન્સ અને નાણાકીય વ્યવહાર પર આધારિત ઇન્ટરનેટ બેંકિંગ સુવિધા. બેંક આઈબીયુમાં એનઆરઈ/એફસીએનઆર ડિપોઝિટ સામે લોન અને ડિપોઝિટ સામે લોન પણ ઓફર કરે છે.

બેંક ઓફ બરોડાના આઈએફએસસીબીયુ વિશે વધારે જાણકારી મેળવવા ગ્રાહકો https://ifsc.bankofbaroda.in/ પર બેંક વિશે માહિતી મેળવી શકે છે.