ભારતમાં સ્થિત અગ્રણી યુરોપિયન બ્રાન્ડ Renaultએ વિસ્તર મૂલ્ય દરખાસ્ત સાથે KIGER વેરિયાંટના પોર્ટફોલિયોને તાજો કર્યો છે, જે હવે KIGER RXT (O) MT વેરિયાંટને રૂ. 7.99 લાખની આકર્ષક કિંમતે ઓફર કરે છે જેમાં વર્ગમાં શ્રેષ્ઠ ફીચર્સ જેમ કે 8” ટચસ્ક્રીન સાથે વાયરલેસ કનેક્ટિવીટી, LED હેડ લેમ્પ્સ, એલોય વ્હીલ્સ અને હાઇ સેન્ટર કોન્સોલનો અને વિસ્તરિત ડ્રાઇવીંગ અનુભવ ઓફર કરવાની સાથે સમગ્ર ફીચર્સનો સમાવેશ કરે છે. કંપનીએ RXZ આવૃત્તિ પર અત્યાર સુધીની શ્રેષ્ઠ ઓફર કરી છે જેમાં રૂ. 10,000 સુધીના રોકડ લાભો, એક્સચેંજ હેઠળ રૂ.. 20,000ના, રૂ. 12,000ના કોર્પોરેટ લાભો અને રૂ. 49,000 સુધીના લોયલ્ટી લાભોનો સમાવેશ થાય છે.
Renault ઇન્ડિયા ઓપરેશન્સના કંટ્રી સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર વેન્કટરામ મામીલ્લાપેલ્લેના અનુસાર “Renault ઇન્ડિયા વૈશ્વિક કક્ષાની એવી પ્રોડક્ટ્સ અને સેવા ડિલીવર કરવા પ્રતિબદ્ધ છે જે અમારા ગ્રાહકોની વિકસતી જતી જરૂરિયાતોને સંતોષતી હોય. Renault KIGERની વિસ્તરિત રજૂઆત સાથે અને ગ્રાહકોને સ્ટાઇલ, પર્ફોમન્સની સાથે સુરક્ષા ઓફ કરવા માટે ઉત્સાહિત છીએ. અમારા હ્યુમન ફર્સ્ટ પ્રોગ્રામ તરફેની વૈશ્વિક પ્રતિબદ્ધતા અનુસાર અમે અમારી પ્રોડક્ટ પહોંચમાં નેક્સ્ટ જેન ટેકનલોજી પ્રદર્શિત કરીને વિસ્તાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ, તેમજ KIGERની કિંમત સ્પર્ધાત્મક હોય તેની પણ ખાતરી રાખી છે તેની સાથે સુરક્ષા, ગુણવત્તા અને ફીચર્સની દ્રષ્ટિએ મૂલ્યમાં પણ વધારો કર્યો છે. વધુમાં અમે આકર્ષક ઓફ્સ અને ધિરાણ વિકલ્પો પણ ઓફર કરીએ છીએ જેથી અમારા ગ્રાહકોના માલિકીપણાના અનુભવને વધુ આનંદિત બનાવી શકાય. નવી વિસ્તરિત Renault KIGERની રેન્જ અમારા ગ્રાહકોની અપેક્ષાઓથી પર ઉતરશે અને ઓટોમોબાઇલ ઉદ્યોગમાં એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકે અમારી સ્થિતિને વધુ સુદ્રઢ બનાવશે.”
Renault KIGER પોર્ટફોલિયોમાં નવીનતા અને વર્ગમાં શ્રેષ્ઠ સુરક્ષા ફીચર્સ ધરાવે છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: –
ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) – વળાંકવાળા રસ્તાઓ એક અપરિપક્વ ડ્રાઈવરની કુશળતા ચકાસી શકે છે અને અનુભવી લોકોને પડકાર પણ આપી શકે છે. વળાંકવાળા રસ્તાઓના ટ્વીસ્ટ અને વળાંકો દ્વારા કારને સ્થિર રાખવા માટે, Renault KIGER રેન્જ હવે ઇન-બિલ્ટ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ સાથે આવે છે. તે તમને દિશા પર નિયંત્રણ જાળવવામાં મદદ કરે છે અને ઉથલી પડવાની અને અથડામણને અટકાવે છે.
હિલ સ્ટાર્ટ આસિસ્ટ (HSA) – Renault KIGER માંની વિશેષતા કારને પાછી વળતી અટકાવે છે કારણ કે તમે થોભ્યા પછી ઉપર તરફ જવા માટે બ્રેક્સ છોડો છો.
ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ (TCS) – જ્યારે લપસણો વિસ્તાર અકસ્માતના હોટસ્પોટ તરીકે કામ કરે છે અને પરિણામે તે ડ્રિફ્ટિંગમાં પરિણમી શકે છે, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ અનિયમિત વ્હીલ સ્પીડને ઓળખીને અને રસ્તા પર તેની પકડ જાળવવા માટે આપમેળે સ્પિનને ઘટાડીને એક પગલું આગળ કામ કરે છે.
ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) – જો કારના કોઈપણ ટાયર ઓછા ફૂલેલા હોય તો KIGER રેન્જમાં ટાયર પ્રેશર મોનિટર વાસ્તવિક સમયમાં ચેતવણી આપે છે.
Renault KIGER, ફ્રાન્સ અને ભારતની ડિઝાઇન ટીમો વચ્ચેના સહયોગનું પરિણામ છે, જે ભારતને Renaultના ટોચના પાંચ વૈશ્વિક બજારોમાં આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. વૈશ્વિક કક્ષાના 1.0L ટર્બો પેટ્રોલ અને 1.0L એનર્જી પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત, Renault KIGER X-Tronic CVT અને 5 Speed Easy-R AMT ટ્રાન્સમિશન સાથે ઉન્નત ડ્રાઇવિંગ અનુભવ અને આરામ આપે છે. Renault KIGER કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં પોસાય તેવી જાળવણી સાથે સૌથી વધુ સસ્તું ઓફરિંગ છે. Renault KIGERને કોમ્પેક્ટ SUV શ્રેણીમાં બહુવિધ પુરસ્કારો સાથે ઓળખવામાં આવી છે, જે ભારતીય બજારમાં તેની સફળતાને પ્રકાશિત કરે છે. વર્લ્ડ-ક્લાસ ટર્બોચાર્જ્ડ 1.0L પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત, તે માત્ર વધુ પ્રદર્શન અને સ્પોર્ટી ડ્રાઇવ ઓફર કરે છે, પરંતુ 20.62 KM/L ની શ્રેષ્ઠ-ઇન-સેગમેન્ટ ઇંધણ કાર્યક્ષમતા પણ ધરાવે છે.
Renault KIGER ને ગ્લોબલ NCAP દ્વારા પુખ્ત વયના ઓક્યુપન્ટ સલામતી માટે 4-સ્ટાર સેફ્ટી રેટિંગથી પણ નવાજવામાં આવ્યું છે, જે અગ્રણી વૈશ્વિક કાર એસેસમેન્ટ પ્રોગ્રામ છે. ડ્રાઇવર અને આગળના મુસાફરોની સલામતી માટે, Renault KIGER ચાર એરબેગ્સથી સજ્જ છે – આગળ અને બાજુમાં સાથે સીટબેલ્ટ સાથે પ્રી-ટેન્શનર અને લોડ-લિમિટર (ડ્રાઇવર ઓક્યુપેન્ટ માટે). વધુમાં, Renault KIGERમાં ઈમ્પેક્ટ સેન્સિંગ ડોર અનલોક, સ્પીડ સેન્ડિંગ ડોર લોક, એડજસ્ટેબલ હેડરેસ્ટ સાથે 60/40 સ્પ્લિટ રીઅર રો સીટ અને ચાઈલ્ડ સીટ માટે ISOFIX એન્કરેજ પણ છે.
Renault KIGER એ વર્ષ 2022ની પ્રતિષ્ઠિત ઓટોકાર ઇન્ડિયા કોમ્પેક્ટ SUV, 2022ની C&B સબ-કોમ્પેક્ટ SUV અને વર્ષ 2022ની ટોપગિયર કોમ્પેક્ટ SUV સહિત ઓછામાં ઓછા 10 પુરસ્કારો પણ મેળવ્યા છે.