BSL લિમીટેડએ ભીલવારામાં રૂ. 150 કરોડનું અદ્યતન કોટન સ્પીનીંગ એકમ કાર્યરત કર્યુ

કોલકાતા: ટેક્સ્ટાઇલ અને સ્યુટીંગ દ્યોગમાં વારસાગત બ્રાન્ડ BSL લિમીટેડએ તાજેતરમાં ભારતના રાજસ્થાનના ભીલવારામાં સૌપ્રથમ કોટન સ્પીનીંગ એકમ શરૂ કર્યુ છે. આ ઉમેરણથી કંપનીની આવકમાં આગામી નાણાંકીય વર્ષમાં રૂ. 250 કરોડનો વધારો થશે તેમ મનાય છે. નવા એકમની ક્ષમતા 30,000 સ્પીન્ડલ્સની હશે જેનાથી દર મહિને 700 ટન કોટન યાર્નનું ઉત્પાદન લઇ શકાશે.

 

એક વર્ષથી ઓછા સમય પહેલા, કંપનીએ 100% કોટન યાર્ન્સના ઉત્પાદનમાં ઝંપલાવવાનું નક્કી કર્યુ હતુ અને નોંધપાત્ર સમયમાં તેણે કોટન યાર્ન સ્પીનીંગ સવલતની સ્થાપના કરી છે. BSL લિમીટેડ વિવિધ કાઉન્ટ્સ ઓફર કરશે જેમાં કોમ્બેડ યાર્ન, કાર્ડેડ યાર્ન અને સિરો સ્પુન યાર્નના 1/20, 1/30, 100% કોટન યાર્નનો સમાવેશ થાય છે. આ યાર્ન્સનું નિકાસ અને ઘરેલુ બજાર માટે વ્યાપારી ધોરણે વેચાણ માટે ઓફર કરવામાં આવશે.

 

BSL લિમીટેડ એ બહુ થોડી ભારતીય કંપનીઓમાંની એક છે જે પોતાના પોર્ટફોલિયોમાં વિવિધ પ્રકારની રેન્જનો સમાવેશ કરે છે. તદુપરાંત સ્માર્ચ ત્પાદન સવલત વધુ 200 રોજગારીઓનું સર્જન કરશે. તે IKEA માટે દક્ષિણ એશિયાથી ફર્નીચર ફેબ્રિક્સની સપ્લાય કરનાર એકમાત્ર સપ્લાયર છે અને તેની પ્રોડક્ટ્સ વૈશ્વિક સ્તરે દરેક 450 IKEA સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. વધુમાં કંપની કંપની વધુમાં સ્યુટીંગ બ્રાન્ડઝ BSL અને જિયોફ્રે હેમોન્ડ્ઝ (GH)નો સમાવેશ થાય છે, જે અનુક્રમે જથ્થાબધ માર્કેટ અને પ્રિમીયમ સેગમેન્ટને સેવા પૂરી પાડે છે. BSL લિમીટેડે તેની પ્રોડક્ટ રેન્જ અને ઓફરિંગ્સમાં પણ વધારો કર્યો છે, જેમાં ખાસ કરીને ઘરેલુ ગ્રાહકોનો સમાવેશ થાય છે જે પ્યોર વુલ અને પોલી વુલ ફેબ્રીક્સ, એથનિક વેર અને જેકાર્ડઝન સમાવેશ થાય છે. તેઓ લક્ઝરી માર્કેટ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે અને નવી બ્રાન્ડ, GH-Insignia લોન્ચ કરી છે. નિકાસના કિસ્સામાં તે 55 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવતા વિવિધ પ્રકારના સ્યુટીંગ ફેબ્રિક્સ તેમજ પડદા અને અપહોલ્સ્ટરી માટે અપહોલ્સ્ટરી કાપડની વિશિષ્ટ પસંદગી ઓફર કરે છે. બીએસએલ લિમીટેડ સમગ્ર ભારતમાં ડીલર નેટવર્ક ધરાવે છે અને બજારમાં મજબૂત હાજરી ધરાવે છે.

વિસ્તરણ અંગે ટિપ્પણી કરતા, મેનેજિંગ ડિરેક્ટર, શ્રી નિવેદન ચુરીવાલએ જણાવ્યું હતુ કે, “ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા કોટન સ્પિનિંગ બિઝનેસમાંનો એક છે, અને દેશ અને વિદેશમાં કોટન યાર્ન અને અન્ય કોટન આધારિત ઉત્પાદનો માટે વ્યાપક બજાર છે. જે તાજેતરની ચાઇના વન પ્લસ પોલિસી, ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મજબૂત માંગ, કાચા માલનો વિપુલ પુરવઠો અને ભારતીય ઉત્પાદકો દ્વારા ઉચ્ચ ગુણવત્તાની ચીજવસ્તુઓનું ઉત્પાદન જેવા વિવિધ પરિબળોને આભારી છે. બીએલેલ લિમિટેડ ખાતે નવી સ્થાપિત કોટન સ્પિનિંગ સુવિધા, અન્ય વિસ્તરણ યોજનાઓ અને અમારા વૈવિધ્યસભર પોર્ટફોલિયો જેવી બહુવિધ પહેલની મદદથી અમારા ધ્યેયો સિદ્ધ થશે તેવો અમને આત્મવિશ્વાસ છે.”