અનોખી- અ યુનિક સ્ટોરી” ફિલ્મનું સોન્ગ “ગુલાબી” થયું રિલીઝ

દિવ્યાંગ ને કોઇની દયાની નહી પણ સાથ સહકાર ની જરુર છે જેથી તે હિમાલય પણ ચડી શકે છે.” અનોખી – અ યુનિક સ્ટોરી“ એક એવી ગુજરાતી મુવી છે કે જેમા એક સ્વાભીમાની છોકરી ના જીવનની વાત છે. જેનુ નામ છે અનોખી. અનોખીનુ માનવું છે કે એ ફક્ત પગે થી જ દિવ્યાંગ છે મન થી નહી. એટલે એ તેનું જીવન ફરીથી શરૂ કરી શકે છે. આર્યન અનોખી ના જીવનમાં જ્યારથી આવે છે ત્યારથી અનોખીનુ જીવન બદલાઇ જાય છે. પણ કહેવાય છે ને કે જે વિચારીયે એ થતુ નથી અને જે થાય છે એ વિચારેલુ હોતું નથી. બસ અનોખી સાથે પણ કઇક આવુ જ થાય છે. 28મી એપ્રિલે ફિલ્મ રિલીઝ થઈ રહી છે, જેમાં દર્શકોની આતુરતાનો અંત આવશે. શ્રીનિક આઉટરીચ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મનું સોન્ગ “ગુલાબી” રિલીઝ કરવામાં આવ્યું છે. જેની લિંક- https://www.youtube.com/watch?v=lNrwoAC68sA છે.

ભૂમિકા બારોટ અને આર્જવ ત્રિવેદીને દર્શાવતું આ સોન્ગ મિહિર ભટ્ટના અવાજમાં સ્વરબદ્ધ કરાયું છે અને દિપક રાજપૂત દ્વારા ખૂબ સુંદર રીતે કોરિયોગ્રાફ કરાયું છે. મિલિંદ ગઢવી દ્વારા લિખિત આ સોન્ગને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શ્રીનિક આઉટરીચના મિરલ શાહ અને વિશાલ ભટ્ટ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ રાકેશ શાહ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે.