મ્યુઝિક કોપીરાઇટ સોસાયટી, ઇન્ડિયન પર્ફોર્મિંગ રાઇટ સોસાયટી (આઇઆરપીએસ) ભારતમાં એના સભ્યો તરીકે 10,000થી વધારે કમ્પોઝર, લીરિસિસ્ટ અને મ્યુઝિક પબ્લિશર્સ ધરાવે છે. સોસાયટીને ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્ઝ (GIFA) સાથે જોડાણની જાહેરાત કરવાની ખુશી છે. આ જોડાણનો આશય વિસ્તારમાંથી સંગીતકારો અને પ્રતિભાઓને ઓળખ અપાવવાનો અને તેમને બિરદાવવાનો છે. આ કાર્યક્રમમાં, IPRS દ્વારા કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પુરોહિતને ફિલ્મ સૈયર મોરી રે માટે બેસ્ટ કમ્પોઝરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કોપીરાઇટ સોસાયટીએ IPRSની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા કાર્યક્રમના સ્થાન પર હેલ્પડેસ્ક પણ સ્થાપિત કર્યું છે તથા કાર્યક્રમમાં સામેલ થયેલા સંગીતકારો અને ઉદ્યોગના લોકો સાથે જોડાણ કર્યું છે.
IPRSના પ્રતિનિધિઓએ લેખકો, કમ્પોઝર્સ અને મ્યુઝિક પબ્લિશર્સ સાથે સંવાદ કર્યો હતો, જેથી તેમને સંગીતના કોપીરાઇટની સમજણ મળી હતી, રચનાકાર તરીકે અધિકારો જાળવવા માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું અને મ્યુઝિકમાંથી રૉયલ્ટીની આવક મેળવવાની માહિતી મળી હતી.
IPRSની ભાગીદારી વિશે શ્રી રાકેશ નિગમે કહ્યું હતું કે, “IPRSને GIFA 2023 સાથે જોડાણ કરીને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કમ્પોઝર્સ અને લીરિસિસ્ટ સુધી પહોંચવાની ખુશી છે. ભારતમાં પ્રાદેશિક સંગીતની લોકપ્રિયતા નવી ઊંચાઈએ પહોંચી છે. જોકે સંગીતકારોના સમુદાયો વચ્ચે કોપીરાઇટની ઓછી જાણકારી છે તથા તેમના માટે તેમના અધિકારો જાળવવા અને એનું ઉચિત વળતર અને શ્રેય મળવો મહત્વપૂર્ણ છે. અમને આશા છે કે, GIFA સાથે અમારી ભાગીદારી તેમના વિસ્તારમાંથી રચનાકારોને ટેકો આપશે અને તેમના અધિકારથી રૉયલ્ટી સુધીના હકો જાળવવામાં મદદ કરશે. હું વિકસતી પ્રતિભાની પ્રશંસા કરું છું અને GIFA એવોર્ડ્ઝના તમામ વિજેતાઓને અભિનંદન આપું છું.”
પ્રસિદ્ધ ગાયક, લીરિસિસ્ટ અને IPRS સમિતિના સભ્ય સુશ્રી પ્રિયા સરૈયાએ ઉમેર્યું હતું કે, “એક સંગીતકાર તરીકે હું જાણું છું કે, અમારા કામ માટે ઉચિત શ્રેય મેળવવો કેવી રીતે મહત્વપૂર્ણ છે. હું IPRSની સંગીતકારોને તેમના ઉચિત અધિકારો મેળવવા માટેની કામગીરીથી અતિ ઉત્સાહિત છું. હું ગુજરાતમાં લેખકો અને રચનાકારોને તેઓ જે સંગીતની રચના કરે એના અધિકારોથી વાકેફ રહેવા અપીલ કરું છું, જેથી તેઓ તેમના અધિકારો મેળવવાનું ચૂકી ન જાય. મને આશા છે કે, આ વિસ્તારમાંથી સંગીતકારો અને પબ્લિશર્સ IPRS જેવી સંસ્થાઓ સુધી પહોંચશે અને તેનો લાભ લેશે. તમામ વિજેતાઓને અભિનંદન. હું તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠું છું.
GIFA કાર્યક્રમને મોટી સફળતા મળી હતી, જેમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ઘણા પ્રસિદ્ધ સભ્યો સામેલ થયા હતા, જેમાં કલાકારો, નિર્દેશકો અને સંગીતકારો સામેલ હતા. આ કાર્યક્રમે IPRSને ઉદ્યોગ સાથે જોડાવાની અને મ્યુઝિક કોપીરાઇટ વિશે જાગૃતિ લાવવાની અને સંગીતના ઉચિત વળતરનું મહત્વ સમજાવવાની તક આપી હતી. આ પહેલ ભારતીય મનોરંજન ઉદ્યોગમાં પ્રતિભા અને રચનાત્મકતાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક સકારાત્મક પગલું છે.
IPRS વિશે:
IPRS ભારતની એકમાત્ર કોપીરાઇટ સોસાયટી છે, જેની નોંધણી કોપીરાઇટ ધારા, 1957 હેઠળ થઈ હતી અને એના સભ્યો તરીકે ભારતના પ્રસિદ્ધ લેખકો, કમ્પોઝર્સ અને મ્યુઝિક પબ્લિશર્સની સંખ્યા આશરે 10,000 છે. IPRSને સાહિત્યલક્ષી કામગીરીઓ અને સંગીતલક્ષી કામગીરીઓના સંબંધમાં લાઇસન્સ આપવા અને વ્યવસાય કરવા કોપીરાઇટ ધારા, 1957 હેઠળ મંજૂરી આપવામાં આવી છે, જે એના સભ્યો દ્વારા એને સુપરત કરવામાં આવે છે તેમજ સંસ્થા લેખકની અધિકૃત રૉયલ્ટીઓ એકત્ર કરીને વહેંચે છે, જેથી સિનેમા હોલમાં દર્શાવવામાં આવેલા સિનેમાટોગ્રાફના ભાગરૂપે પ્રદર્શિત સિવાય કોઈ પણ માધ્યમ દ્વારા જીવંત પર્ફોર્મન્સ અને/અથવા સાઉન્ડ રેકોર્ડિંગ્સ દ્વારા આ કાર્યોનો ઉપયોગ થાય ત્યારે રચનાકારને એની ઉચિત રૉયલ્ટી મળે છે.
GIFA વિશે:
ગુજરાત આઇકોનિક ફિલ્મ એવોર્ડ્ઝ (GIFA) એક વાર્ષિક કાર્યક્રમ છે, જે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની ઉપલબ્ધિઓની ઉજવણી કરે છે. આ કાર્યક્રમ ફિલ્મનિર્માતાઓ, કલાકારો અને ઉદ્યોગના અન્ય વ્યવસાયિકોને એકમંચ પર લાવે છે અને તેમના સાથીદારોના રચનાત્મક પ્રદાનને માન્યતા આપે છે.