મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે 19મી ફેબ્રુઆરીથી શરુ થયેલ પાંચ દિવસીય આઈપીએ કોંગ્રેસમાં આજે “અલ્ટ્રાપ્રોસેસ ફૂડ અને તેની બાળકોના સ્વાસ્થ્ય પર થતી અસરો” પર પેનલ ડિસ્કશન યોજાઈ હતી. જેમાં ડૉ. રાકેશ શર્મા એ અલ્ટ્રાપ્રોસેસ ફૂડની બાળકો પર થતી ગંભીર અસરો વિષે વિગતવાર માહિતી આપી હતી.
અલ્ટ્રાપ્રોસેસ ફૂડમાં કોલ્ડ્રિંક્સ, વેફર્સ, પડીકા, જંક ફૂડ વગેરેનો સમાવેશ થાય છે. આજકાલ બાળકોમાં ખાસ કરીને પડીકા ખાવાનો આગ્રહ વધુ જોવા મળે છે. આ બધું આપણી નવી લાઇફસ્ટાઇલ પણ કહી શકાય. આપણી નવી લાઈફસ્ટાઈલમાં અપને ટ્રેડિશનલ ફૂડ ભૂલી ગયા છીએ અને અલ્ટ્રાપ્રોસેસ ફૂડ વધુ આરોગતા થયા છીએ. અલ્ટ્રાપ્રોસેસ ફૂડ સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે. અલ્ટ્રાપ્રોસેસ ફૂડ ઓબેસિટી (મેદસ્વીપણું) નું કારણ બની શકે છે તેમજ લાંબા ગાળે ડાયાબિટીસ, તેમજ બાળકોમાં સાયકોલોજિકલ સમસ્યા ઉદભવી શકે છે.
ડૉ. રાકેશ શર્માએ વધુમાં જણાવ્યું કે માતાપિતા એ બાળકોને બને ત્યાં સુધી અલ્ટ્રાપ્રોસેસ ફૂડથી દૂર રાખીને સુખડી જેવા ટ્રેડિશનલ ફૂડ આપવાનો આગ્રહ રાખવો જોઈએ. સરકારે પણ આ માટે યોગ્ય પગલાં લેવા અનિવાર્ય છે. જેમ સિગારેટના પેકેટ પર ‘સ્વાસ્થ્ય માટે હાનિકારક’નું સૂચન આપવામાં આવે છે એ રીતે પડીકા પર પણ આવા સૂચન હોવા અનિવાર્ય છે.
શરદી, ખાંસી, તાવ, ઇન્ફેક્શન જેવા નોર્મલ ડિસીઝ કરતા હવે નવી લાઈફસ્ટાઈલથી બાળકોમાં ડિસીઝ વધી રહ્યા છે જે હાલ યુએસ, કેનેડા, યુકે જેવા દેશોમાં જોવા મળે છે. માતાપિતા એ તકેદારી રાખવી જોઈએ કે બાળકો વધુ પડતા મોબાઈલનો વપરાશ ન કરે તેમજ વધુ પડતું ટીવી પણ ન નિહાળે, એ પણ સ્વાસ્થ્ય પર અસર કરે છે. ભારતમાં નવી લાઇફસ્ટાઇલથી બાળકોમાં પ્રોબ્લેમ્સ જોવા મળશે જે અત્યાર સુધી નહોતી જોવા મળતી.