વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા યક્ષગાન ગાયક શ્રી બલિપા નારાયણ ભાગવતના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
એક ટ્વિટમાં વડા પ્રધાને કહ્યું:
ADVERTISEMENT
“શ્રી બલિપા નારાયણ ભાગવતે સંસ્કૃતિની દુનિયામાં મહત્વનું સ્થાન બનાવ્યું છે. તેમણે પોતાનું જીવન યક્ષગાન ગાવામાં સમર્પિત કર્યું હતું અને તેઓ તેમની આગવી શૈલી માટે જાણીતા હતા. આવનારી પેઢીઓ તેમના કામને માન આપશે. તેમના મૃત્યુથી હું દુખી છું. તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ!”