પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીના રોજ સવારે 11:30 વાગ્યે રાજસ્થાનના ભીલવાડા ખાતે ભગવાન શ્રી દેવનારાયણ જીના 1111મા ‘અવતારણ મહોત્સવ’ને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
ભગવાન શ્રી દેવનારાયણ જી રાજસ્થાનના લોકો દ્વારા પૂજનીય છે અને તેમના અનુયાયીઓ દેશભરમાં ફેલાયેલા છે. તેઓ ખાસ કરીને જાહેર સેવાના ક્ષેત્રમાં તેમના કાર્ય માટે સન્માનિત છે.
ADVERTISEMENT