પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના મહાન વિચારોને યાદ કર્યા. શ્રી મોદીએ રાષ્ટ્રની સેવામાં પોતાના જીવનનું બલિદાન આપનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
વડા પ્રધાને ટ્વિટ કર્યું છે:
“હું બાપુને તેમની પુણ્યતિથિ પર નમન કરું છું અને તેમના મહાન વિચારોને યાદ કરું છું. રાષ્ટ્રની સેવામાં પોતાના જીવનનું બલિદાન આપનારા તમામ લોકોને પણ હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં અને તેમનું બલિદાન વિકસિત ભારત માટે કામ કરવાના અમારા સંકલ્પને હંમેશા મજબૂત બનાવશે.