પીએસજી સન્સ એન્ડ ચેરિટીઝે કોઈમ્બતુરમાં 97મા સ્થાપક દિવસની ઉજવણીમાં પીએસજી કૉલેજ ઑફ આર્ટસ એન્ડ સાયન્સ (PSG CAS)ના પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. કે. આનંદ કુમારનું લાઇફ સાયન્સીસ ઉદ્યોગમાં તેમના અનુકરણીય કાર્યની કદર કરીને સન્માન કર્યું હતું. ડૉ. કે. આનંદ કુમાર ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ લિમિટેડ (IIL)ના મેનેજિંગ ડિરેક્ટર છે, જે એક આરોગ્ય કંપની છે અને એશિયામાં રસીના સૌથી મોટા ઉત્પાદકો પૈકીની એક છે. તેમના અનુસ્નાતક અભ્યાસમાં રેન્ક ધરાવતા ડૉ. કુમારે માઇક્રોબાયોલોજીમાં એમ.એસસી. (1986-1988)માં અને પ્રાણીશાસ્ત્રમાં બી.એસસી.(1983-1986)માં આ સંસ્થામાંથી પૂર્ણ કર્યા હતા.
સંસ્થાએ તેના પીએસજીના વિવિધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી, જેઓ હાલમાં વિવિધ ક્ષેત્રોમાં અનુકરણીય યોગદાન આપી રહ્યા છે. સંસ્થામાંથી શિક્ષણ લીધા પછી, ડૉ. કે. આનંદ કુમારે ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સહિતના વૈશ્વિક સ્થાનોમાં ફાઈઝર, શેરિંગ પ્લાઉ, વોકહાર્ટ, વગેરે જેવી કંપનીઓ માટે કામ કરતી વેક્સિન/બાયોટેક ડોમેનમાં પ્રસિદ્ધ સંસ્થાઓમાં વિવિધ વ્યવસ્થાપક અને સંશોધન-લક્ષી ભૂમિકાઓમાં સેવા આપીને વૈશ્વિક સંપર્કમાં આવ્યા છે.
સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવામાં, આધુનિકીકરણ અને સ્કેલિંગના ક્ષેત્રોમાં તેમના સક્ષમ નેતૃત્વ અને વ્યૂહાત્મક માર્ગદર્શન સાથે ડૉ. કે આનંદ કુમાર હાલમાં અગ્રણી ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલનું નેતૃત્વ કરી રહ્યા છે, જે વિશ્વ વિખ્યાત R&D અને અનેક ઉત્પાદન સ્થાનો સાથે એશિયામાં રસીના સૌથી મોટા ઉત્પાદકો પૈકી એક છે. તેમના કાર્યકાળમાં માનવ સ્વાસ્થ્ય અને પ્રાણીઓના સ્વાસ્થ્ય માટેની સંખ્યાબંધ રસીઓ વિકસાવવામાં આવી છે. જ્યારે કોવિડ-19ની રસીઓની અછત પેદા થઇ હતી અને ભારત સરકારના નીતિ આયોગની વિનંતી પર, ડૉ. કુમારે રોગચાળા દરમિયાન વિક્રમી ઝડપે કોવિડ-19 રસીઓની ઉત્પાદન ક્ષમતાઓને વેગ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ભારત સરકાર દ્વારા તેમના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે પ્રિસ્ટાઈન બાયોલોજિકલ ન્યુઝીલેન્ડ લિ.ની સ્થાપના કરીને રસીના ઉત્પાદનમાં વપરાતા મહત્વપૂર્ણ ઘટકને મેળવવામાં પણ મદદ કરી હતી. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકેના તેમના 6 વર્ષના ગાળા દરમિયાન, ઈન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સની નેટવર્થમાં 4 ગણો વધારો થયો છે.
તેમના સન્માન બદલ ડૉ. કે. આનંદ કુમારે જણાવ્યું હતું કે, “પીએસજી સંસ્થાઓ દૂરદર્શિતા ધરાવતી હતી અને હું ભાગ્યશાળી છું કે મેં અહીં માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કર્યો જે 80ના દાયકાની શરૂઆતમાં એક દુર્લભ અભ્યાસક્રમ હતો. પીએસજીમાં શૈક્ષણિક વાતાવરણ અને અધ્યાપન તેના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે ખૂબ જ અનુકૂળ છે. સંસ્થાએ મને વૈશ્વિક સ્તરની સંસ્થાઓનું નેતૃત્વ કરવામાં એક આગેવાન તરીકે આકાર આપીને કદ વધાર્યું છે. આજના યુવાનોને મારી સલાહ એ છે કે જ્ઞાનને પૂરતા પ્રમાણમાં કૌશલ્ય સાથે પૂરક બનાવવું જોઈએ અને સફળ થવા માટે કોઈએ ક્યારેય નૈતિકતા અને મૂલ્યો સાથે સમાધાન ન કરવું જોઈએ. સંસ્થાઓએ નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું જોઈએ જ્યાં સતત નવા વિચારોનો ઉદભવ થાય. આપણી પાસે જરૂરીયાત પૂરી કરવા માટે વિશાળ વસ્તી છે અને આપણું ઉત્પાદન અને વપરાશ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ખંતપૂર્વક થવો જોઈએ. વિદ્યાર્થીઓમાં સ્વયંસેવીની ભાવનાને પ્રોત્સાહિત કરવી જોઈએ, કારણ કે તે હેતુની પરિપૂર્ણતા સહિત ઘણા લાભો પ્રદાન કરે છે.”
દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. દિનેશ સિંઘ અને પીએસજી એન્ડ સન્સ ચેરિટીઝના મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી એલ. ગોપાલકૃષ્ણન તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં દિગ્ગજને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.