મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં જૈનાચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જૈનાચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ADVERTISEMENT
શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી એ વાસક્ષેપ કરી મુખ્યમંત્રીશ્રીને આશીર્વચન પાઠવ્યા હતા.
આ અવસરે વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, એલિસબ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.