પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદનું જીવન હંમેશા દેશભક્તિ, આધ્યાત્મિકતા અને સખત પરિશ્રમની પ્રેરણા આપે છે.

 

વડા પ્રધાને ટ્વિટ કર્યું:

“સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર નમસ્કાર. તેમનું જીવન હંમેશા દેશભક્તિ, આધ્યાત્મિકતા અને પરિશ્રમને પ્રેરણા આપે છે. તેમના મહાન વિચારો અને આદર્શો દેશવાસીઓને માર્ગદર્શન આપતા રહેશે.”