મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાતે ભારત ખાતેના બ્રિટીશ હાઇકમિશનર શ્રીયુત એલેક્સ એલીસ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત ભારત ખાતેના બ્રિટીશ હાઇકમિશનર શ્રીયુત એલેક્સ એલીસે (Mr. Alex Ellis) એ ગાંધીનગરમાં લીધી હતી.

 

આ સૌજ્ન્ય મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીશ્રીએ તેમને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટની ૧પ જેટલી વિવિધ બેઠકો ગુજરાતમાં યોજાવાની છે તેની રૂપરેખા આપી હતી.

 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિટીશ હાઇકમિશનરશ્રીને તેમના આ ગુજરાત પ્રવાસ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેવાનો પણ અનુરોધ કર્યો હતો.

આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહભાગી થયા હતા.