21 ડિસેમ્બર 2022ના રોજથી શરૂ થયેલ 7મી સબ જુનિયર નેશનલ રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ 2022માં 25 રાજ્યો સામસામે ટકરાશે

 

22 ડિસેમ્બર, અમદાવાદ: આઈઆઈટી ગાંધીનગર, ગુજરાત ખાતે આયોજિત સબ જુનિયર નેશનલ રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ 2022 ગઈકાલે અંડર-14 ગર્લ્સ કેટેગરીમાં કુલ 24 ટીમો અને અંડર-14 બોયઝ કેટેગરીમાં 25 ટીમોની કુલ ભાગીદારી સાથે શરૂ થઈ હતી.ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ રાજ્યની ટીમોએ તેમના સંબંધિત રાજ્યોમાં આંતર-જિલ્લા સ્પર્ધાઓનો રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.

આ પ્રસંગે ટિપ્પણી કરતા, રગ્બી ઈન્ડિયાના પ્રમુખ શ્રી રાહુલ બોઝે જણાવ્યું, “કોઈપણ રાષ્ટ્રીય રમતનું સ્વાસ્થ્ય નાની ઉંમરે કેટલા બાળકો તેને પસંદ કરે છે તેના પર નિર્ભર કરે છે.તેથી જ 7મી સબ જુનિયર નેશનલ રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપમાં 25 રાજ્યોની ભાગીદારી રગ્બી ઈન્ડિયા માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે. ભૂતકાળમાં આપણા કેટલાક શ્રેષ્ઠ રાષ્ટ્રીય ખેલાડીઓ આ રેન્કમાંથી ઉપર આવ્યા છે. અમે આ બે દિવસોમાં પ્રતિભા જોવા અને ઓળખવા માટે ઉત્સાહિત છીએ, એવી પ્રતિભા કે જેને ભવિષ્યમાં ભારત માટે ખીલવાની દરેક તક આપવામાં આવશે. આઈઆઈટી ગાંધીનગરની અદભુત સુવિધાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપોર્ટ વિના કંઈ જ શક્ય નથી.અમે આશા રાખીએ છીએ કે આ લાંબા ગાળાના સુખી સંબંધ તરીકે ચાલુ રહેશે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ગુજરાત રગ્બી અને અમારા તમામ પ્રાયોજકોને સતત સમર્થન માટે અમે આભાર માનીએ છીએ.”

શ્રી વિક્રાંત કનાડે, સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર આઈઆઈટી ગાંધીનગરે જણાવ્યું હતું કે, “અમને દેશભરના 25 રાજ્યોના ખેલાડીઓનું સ્વાગત કરવામાં આનંદ થાય છે, જેઓ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ આઈઆઈટી ગાંધીનગર સ્પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સ્પર્ધા કરશે. અમે અમારી સુવિધાઓ પર આવનારા ભવિષ્યમાં ઘણી વધુ રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય રગ્બી ઇવેન્ટ યોજવાની આશા ધરાવીયે છીએ અને તમામ ખેલાડીઓને ચાલી રહેલી ટુર્નામેન્ટ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ.”

બોયઝ અને ગર્લ્સ માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન, બિહાર કુલ 25 રાજ્યોને દર્શાવતી 21 અને 22 ડિસેમ્બર 2022ના રોજ 2 દિવસ દરમિયાન યોજાનારી ટુર્નામેન્ટમાં તેમનું ટાઈટલ જાળવી રાખવા માટે આગળ વધશે.

પ્રથમ દિવસના પરિણામો:

અંડર-14 બોયઝ:

મહારાષ્ટ્ર 0 – મધ્ય પ્રદેશ 5

બિહાર 15 – તમિલનાડુ 5

તેલંગાણા 0 – ગુજરાત 15

પશ્ચિમ બંગાળ 10 – ગોવા 0

કેરળ 10 – દિલ્હી 0

ઓડિશા 5 – આસામ ૦

રાજસ્થાન 5 – ઉત્તરાખંડ 0

ઝારખંડ 35 – કર્ણાટક 0

 

 

 

 

અંડર-14 ગર્લ્સ

બિહાર 15 – હિમાચલ પ્રદેશ 0

ગુજરાત 0 – મધ્ય પ્રદેશ 5

રાજસ્થાન 10 – તમિલનાડુ ૦

કેરળ 5 – દિલ્હી 0

પશ્ચિમ બંગાળ 5 – જમ્મુ કાશમીર 0

ઓડિશા 10 – તેલંગાણા 0

મહારાષ્ટ્ર 10 – ગોવા 0

આસામ 5 – પંજાબ 0

છત્તીસગઢ 5 – ઉત્તરાખંડ 0