પ્રધાનમંત્રીએ ક્રિકેટર ઋષભ પંતને સંડોવતા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ક્રિકેટર ઋષભ પંતને સંડોવતા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.

 

વડા પ્રધાને ટ્વિટ કર્યું:

“જાણીતા ક્રિકેટર ઋષભ પંતને સંડોવતા અકસ્માતથી દુઃખી છું. હું તેના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.