મોંઢામાં પાણી લાવતી ચટણીના સ્વાદ વિના તમારી મનપસંદ વાનગીઓ અધૂરી છે. દરેક ભારતીય ભોજન અને સ્ટ્રીટ ફૂડનું આવશ્યક પાસું ચટણી વર્ષો જૂની સંસ્કૃતિનું પ્રતીક છે, જે તમારા સ્વાદને પ્રેરિત કર્યા વિના રહેતી નથી. તેનો ચટપટો સ્વાદ કોઈ પણ ડિશને એના તીખા સ્વાદ સાથે વધારે સ્વાદિષ્ટ બનાવે છે!
સમોસા, બટાટા વડા, પકોડા, પનીર ટિકી કે હરા ભરા કરાબનો ક્લાસિક સમન્વય – આ તમામનો સ્વાદ ધનિયા ફૂદીના ચટણી વિના અધૂરો છે. રગડા પેટીસ, દહીં ભલ્લા, સેવપુરી, પાપડી ચાટનો સ્વાદ આંમળી ખજૂરની ચટણી વિના અધૂરો છે. ભારતની અગ્રણી ફૂડ બ્રાન્ડ મધર્સ રેસિપી ચટણીની કેટેગરીમાં પથપ્રદર્શક છે, જેણે રૂ. 20થી રૂ. 30 વચ્ચેની કિંમતમાં ‘છોટુ ચટણી’ નામની નવી રેન્જ પ્રસ્તુત કરી છે. આ ચટણીની સંપૂર્ણપણે નવી રેન્જ વાજબી હોવાની સાથે અધિકૃત અને પ્રવાસમાં સાથે રાખવામાં સરળ છે. છોટુ ચટણી તમારી પસંદગીના ભોજનનો સ્વાદ વધારવા ઉપયોગી બની શકશે. નવી છોટી ચટણી – આંમળી ખજૂર, ધનિયા પુદીના, પાણીપુરી પેસ્ટ મિક્સ, ભેલપુરી ચટણી હાલ મુંબઈ, નાગપુર, પૂણે, દિલ્હી એનસીઆર, બેંગલોર, અમદાવાદ, થાણે, બરોડા, સુરતમાં ઉપલબ્ધ છે તથા ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પ્રસ્તુત થશે. રેડ ચિલી થેચા મુંબઈ, પૂણે, નાગપુર, કોલ્હાપુરના બજારોમાં ઉપલબ્ધ છે.
તાજેતરમાં પ્રસ્તુત થયેલી છોટુ ચટણીની રેન્જ છોટુ ચટણીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી સંજના દેસાઈએ કહ્યું હતું કે, “મધર્સ રેસિપીમાં અમે એવા ઉત્પાદનો વિકસાવવા કટિબદ્ધ છીએ, જે પેટને સંતોષ આપે છે અને ભારતીય ઉપભોક્તા માટે ઉચિત છે. ચટણની તમામ 5 વેરિઅન્ટનાં નાનાં SKU લોંચ કરવા માટે વિચાર, દરેક માટે ઉપયોગ કરવાની સુવિધા અને સરળતા ઉમેરવાનો છે તથા સાથે સાથે વિવિધ ફૂડ સાથે અનુભવ મેળવવા માટેની તક ઓફર કરે છે. અમે વધારે સુવિધાજનક અને સરળતાપૂર્વક ધાર થાય એવા પેકમાં આ સ્વાદિષ્ટ ચટણીઓની રેન્જ ઇરાદાપૂર્વક પ્રસ્તુત કરી છે, જેથી ઘરમાં સારાં અને ગુણવત્તાયુક્ત ભોજનની આદત વિકસે.”