પ્રવાસન મંત્રાલયના મુંબઈ પ્રાદેશિક કાર્યાલયે આજે મુંબઈમાં ભારતીય શાસ્ત્રીય સંગીત દ્વારા G-20 પ્રતિનિધિઓને મંત્રમુગ્ધ કર્યા હતા. G-20 ડેવલપમેન્ટ ગ્રૂપની બેઠકમાં ભાગ લેનારા પ્રતિનિધિઓએ મુંબઈની કાન્હેરી ગુફાઓની પણ મુલાકાત લીધી હતી. તેમના આગમન પર, અથર્વ કોલેજ ઓફ હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજીના યુથ ટુરિઝમ ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા તમામ પ્રતિનિધિઓનું પરંપરાગત
સ્વાગત કરવામાં આવ્યું હતું. તુલસી લોગ હટ્સ, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે વિદેશ મંત્રાલય દ્વારા લંચનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રતિનિધિઓની સામે ઈન્ડિયા ટુરીઝમ મુંબઈ દ્વારા લાઈવ ક્લાસિકલ ઈન્સ્ટ્રુમેન્ટલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.