રાજસ્થાનના જોધપુરમાં દુ:ખદ સિલિન્ડર અકસ્માત બાદ PMએ PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PMNRF તરફથી રાજસ્થાનના જોધપુરમાં થયેલા દુ:ખદ સિલિન્ડર અકસ્માતમાં મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

 

વડા પ્રધાન કાર્યાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે;

“વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં થયેલા દુ:ખદ સિલિન્ડર અકસ્માતમાં મૃતકોના પ્રત્યેક સંબંધીને PMNRF તરફથી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. દરેક ઘાયલને 50,000 રૂપિયા આપવામાં આવશે.”