અમદાવાદઃ HELOC̣®Pro સીરિઝ (M10 વેફર સાઇઝ) અને HELOC® પ્લસ સીરિઝ (G12 વેફર સાઇઝ)ના સફળ લોન્ચ બાદ હવે ગોલ્ડી સોલાર તેના મૂલ્યવાન ગ્રાહકો માટે HELOC® Pro શ્રેણી હેઠળ DCR મોડ્યૂલ્સનો મોનો PERC રેન્જ લાવી છે. મોડ્યૂલો 520 Wp-550 Wp સુધીના પાવર આઉટપુટ સાથે મોનોફેસિયલ અને બાયફેસિયલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ગોલ્ડી 7-9 ડિસેમ્બર, 2022 દરમિયાન ગાંધીનગર ખાતે ઇન્ટરસોલર એક્ઝિબિશનમાં આ નવી રેન્જનું પ્રદર્શન કરશે.
ગોલ્ડી સોલરના મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન ઈશ્વર ધોળકિયાએ જણાવ્યું હતું કે, “ગોલ્ડી રિન્યુએબલ એનર્જીમાં આત્મનિર્ભર ભારત બનાવવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. નવી પ્રોડક્ટ લાઈન શરૂ કરવાનો અમારો ભવિષ્યનો પ્લાન છે અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ માટેની ક્ષમતા વિસ્તારવા માગીએ છીએ. સ્વચ્છ ઊર્જાના પુરવઠામાં વધારો કરવા માગીએ છીએ તેમજ અશ્મિભૂત ઇંધણના મોટા પાયે રિપ્લેસમેન્ટને પ્રોત્સાહન આપવા માગીએ છીએ.”
ડિરેક્ટર શ્રી ભરત ભુતે જણાવ્યું હતું કે, “ગોલ્ડી સોલારે સતત ગુણવત્તાયુક્ત મોડ્યૂલો બનાવી ગ્રાહકો સુધી પહોંચતા કર્યા છે. અમારું ધ્યાન વધુ સારા અને વધુ કાર્યક્ષમ ઉત્પાદનો પ્રદાન કરવા પર છે. અમારી ગુણવત્તાના સિદ્ધાંતો અનુસાર, અમે એક સમર્પિત પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને આર એન્ડ ડી ટીમ બનાવવાનો ઇરાદો ધરાવીએ છીએ, જે ઉચ્ચ-કાર્યક્ષમતા મોડલના નિર્માણમાં ઝડપ લાવશે. અમને વિશ્વાસ છે કે અમારી નવીનતમ HELOC® Pro DCR રેન્જ આ ઉદ્યોગમાં ગેમ-ચેન્જર સાબિત થશે.”
સેલ્સ એન્ડ માર્કેટિંગના પ્રેસિડેન્ટ હરદિપ સિંઘે જણાવ્યુ હતુ કે, “હાલમાં અમે 330-340 Wp પોલી DCR મોડ્યૂલ મોકલી રહ્યા છીએ. ગોલ્ડીના નવા ઓફરિંગ HELOC® Pro DCR મોડ્યૂલ્સ (525 – 540 Wp), જે ભારતીય સોલાર પીવી સેલ સાથે બનાવવામાં આવ્યા છે, જેથી તે સરકારી પ્રોજેક્ટ્સ અને સ્કીમ્સ માટે એકદમ યોગ્ય છે. જે સ્થાનિક સોલાર ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા અને પ્રોત્સાહિત કરવા માટે DCR PV મોડ્યૂલ્સનો ઉપયોગ ફરજિયાત કરે છે.”
HELOC® Pro DCR રેન્જ મોડ્યૂલ્સ મલ્ટી-બસબાર ટેક્નોલોજી સાથે નવી સર્કિટ ડિઝાઇનથી સજ્જ છે, જે વર્તમાન નુકસાનમાં ઘટાડો કરે છે. અદ્યતન કાચ અને સેલ સપાટીની ટેક્ષ્ચર ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે ઓછા-પ્રકાશવાળા વાતાવરણમાં પણ ઉત્તમ પ્રદર્શનની ખાતરી આપે છે અને સાથે હોટસ્પોટના નુકસાનને પણ ઘટાડે છે. મોડ્યૂલ્સ પેનલ ક્લિનિંગ રોબોટ્સ, ટ્રેકર્સ અને ફિક્સ્ડ માઉન્ટિંગ સિસ્ટમ્સ અને સેન્ટ્રલ તેમજ સ્ટ્રિંગ ઇન્વર્ટર સાથે સજ્જ છે.
આ મોડ્યૂલ્સ પર અલગ અલગ ગુણવત્તા પરીક્ષણો કરવામાં આવ્યા છે અને મોડ્યૂલો 5400 Pa સ્નો લોડ અને 2400 Pa વિન્ડ લોડ સુધી યાંત્રિક સપોર્ટ પ્રદાન કરવા માટે સક્ષમ છે. પેનલ્સ 12 વર્ષની પ્રોડક્ટ વોરંટી અને બાયફેશિયલ વેરિઅન્ટ માટે 30 વર્ષની પરફોર્મન્સ વોરંટી આપવામાં આવી છે.
Learn More:
Website: http://www.goldisolar.com/
LinkedIn page: https://www.linkedin.com/company/goldi-solar-private-limited/
Facebook page: https://www.facebook.com/goldisolar/