હોન્ડા કાર્સ ઇન્ડિયાએ આકર્ષક ધિરાણ સ્કીમ્સ ઓફર કરવા IDBI બેન્ક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા – HCILની ગ્રાહકોને શ્રેષ્ઠ માલિકી અનુભવ કરવાની પ્રતિબદ્ધતા અનુસાર

ભારતમાં પ્રિમીયમ કાર્સની ઉત્પાદક હોન્ડ કાર્સ ઇન્ડિયા લિમીટેડ (HCIL)એ પોતાના ગ્રાહોકને અસંખ્ય ધિરાણ સ્કીમ્સ આપવા માટે ભારતમાં ખાનગી ક્ષેત્રેની અગ્રણી બેન્ક IDBI સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. HCIL અને IDBI વચ્ચેનો આ સહયોગ ગ્રાહકોને હોન્ડા કાર મોડેલ્સની ખરીજદી પર સરળતાથી પોષણક્ષમ ધિરાણ વિકલ્પો અને સ્કીમ્સ પૂરી પાડશે. આ ભાગીદારી HCIL અને આઇડીબીઇ બેન્કની પોતાના ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવલાની પ્રતિબદ્ધતાને પુનઃપ્રસ્થાપિત કરે છે.

આ ભાગીદારી વિશે વધુ વિગતો આપતા હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમીટેડના માર્કેટિંગ એન્ડ સેલ્સના વાઇસ પ્રેસિડન્ટ શ્રી કૃણાલ બેહલએ જણાવ્યુ હતુ કે, “IDBI સાથેનો આ સહયોગ હોન્ડા ગ્રાહકોને શ્રેષ્ઠ માલિકી અનુભવ અને સહાય સાથે સુગમ ધિરાણ ઉકેલો પૂરો પાડવા માટે છે. હોન્ડા કાર્સ ઇન્ડિયા ખાતે અમે ગ્રાહક અનભવમાં નવીનતા લાવવા અને સુધારો કરવા માટે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ, જે સૌપ્રથમ ટચ પોઇન્ટ ખરીદી અનુભવથી શરૂ થાય છે. અમે હોન્ડા પરિવારમાં નવા પરિવારોને આવકારવાની અને હોન્ડા કારની માલિકીના આનંદને શેર કરવાની અપેક્ષા રાખીએ છીએ.”

 

IDBI બેન્કના HCIL સાથેના એમઓયુ દેશમાં મોટી સંખ્યામાં રહેલા હોન્ડાના ગ્રાહકોને ઝડપી ધિરાણ ઉકેલો પૂરા પાડવામાં સહાય કરશે. આ લભોમાં આકર્ષક વ્યાજ દર, લઘુત્તમ પ્રોસેસિંગ ચાર્જીસ, મહત્તમ લોન રકમ અને મહત્તમ પુનઃચૂકવણી ગાળાનો સમાવેશ થશે. આ ભાગીદારી પ્રોડક્ટ અને પ્રક્રિયાની દ્રષ્ટિએ વધુ સારો ગ્રાહક અનુભવ પૂરો પાડવાની ખાતરી રાખશે.”

હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમીટેડ વિશે

 

હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમીટેડ (HCIL), ભારતમાં પ્રીમિયમ કારની અગ્રણી ઉત્પાદક, ભારતીય ગ્રાહકોને હોન્ડાના પેસેન્જર કારના મોડલ અને ટેક્નોલોજીઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા સાથે ડિસેમ્બર 1995માં સ્થાપના કરવામાં આવી હતી. HCILની કોર્પોરેટ ઓફિસ ગ્રેટર નોઈડા, UPમાં સ્થિત છે અને તેની અત્યાધુનિક ઉત્પાદન સુવિધા તાપુકારા, જિલ્લા ખાતે આવેલી છે. અલવર, રાજસ્થાન.

કંપનીની પ્રોડક્ટ રેન્જમાં Honda Jazz, Honda Amaze, Honda WR-V, Honda City અને તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલ Honda City e: HEVનો સમાવેશ થાય છે જે તેના સમજદાર ખરીદદારોની વિવિધ જરૂરિયાતો પૂરી કરે છે.

સેગમેન્ટ્સ હોન્ડાના મોડેલ ટકાઉપણું, વિશ્વસનીયતા, સલામતી અને બળતણ કાર્યક્ષમતાના સ્થાપિત ગુણો સિવાય અદ્યતન ડિઝાઇન અને ટેકનોલોજી સાથે મજબૂત રીતે સંકળાયેલા છે. કંપની દેશભરમાં ફેલાયેલું મજબૂત વેચાણ અને વિતરણ નેટવર્ક ધરાવે છે.

નવા કાર બિઝનેસ ઉપરાંત, હોન્ડા તેના બિઝનેસ ફંક્શન હોન્ડા ઓટો ટેરેસ દ્વારા પૂર્વ-માલિકીની કાર ખરીદવા અને વેચવા માટે વન-સ્ટોપ સોલ્યુશન ઓફર કરે છે. હોન્ડા સર્ટિફાઇડ પૂર્વ-માલિકીની કાર ગુણવત્તા અને માનસિક શાંતિની ખાતરી સાથે આવે છે જે સમગ્ર દેશમાં પૂર્વ-માલિકીના કાર ખરીદદારોની વિવિધ અને વધતી જતી જરૂરિયાતોને પૂરી કરે છે.