ટીવીએસ યુરોગ્રિપ ટાયર્સે સામાજિક ઉત્કર્ષના હેતુસર અમદાવાદની રાઇડિંગ કમ્યુનિટીને એકજૂથ કરી, ચેન્નઈ સુપર કિંગ સ્ટાર શિવમ દુબેએ રાઇડને રવાના કરાવી

ટીવીએસ યુરોગ્રિપની પ્રમુખ કમ્યુનિટી રાઇડિંગ પ્રોપર્ટી ‘બ્રન્ચ એન્ડ બાઇકિંગ’ની પાંચ સફળ આવૃત્તિઓ બાદ ટીવીએસ યુરોગ્રિપ ટાયર્સે આજે અમદાવાદની આવૃત્તિનું આયોજન કર્યું હતું.

 

ક્રિકેટર અને ચેન્નઈ સુપર કિંગ સ્ટાર શિવમ દુબેએ એમ. એસ. સ્પોર્ટ્સ એકેડમી, દેવનગર ગામ, સરખેજ-ગાંધીનગર હાઇવેથી 70 કિમીની રાઇડને લીલી ઝંડી બતાવી રવાના કરાવી હતી.

 

વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા અને અલગ-અલગ વયજૂથના 70થી વધારે જેટલા બાઇકિંગ ઉત્સાહીઓએ સંપૂર્ણ સેફ્ટી ગીયરમાં સજ્જ થઇને ખુશનુમા સવારે યોજાયેલી આ રાઇડમાં ભાગ લીધો હતો. તે તમામ રાઇડરો માટે 1 કલાકની ખૂબ જ રસપ્રદ રાઇડ હતી, કારણ કે, આ રાઇડ શહેરના વિવિધ પોઇન્ટથી પસાર થઈ હતી અને તેમની આ રાઇડ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે સમાપ્ત થઈ હતી.

 

તમામ પ્રકારના ટુ વ્હિલરો ધરાવતા રાઇડરોએ આ રાઇડમાં ભાગ લીધો હતો. આ રાઇડમાં ભાગ લેનારાઓ માટે રસી લીધાંનું પ્રમાણપત્ર, હેલ્મેટ, માસ્ક, ડ્રાઇવિંગ લાઇસેન્સ અને વાહનના દસ્તાવેજો પોતાની પાસે રાખવાનું ફરજિયાત હતું. રાઇડરોની સલામતી અને અનુકૂળતા માટે મોટરબાઇક મિકેનિક, એમ્બ્યુલન્સ / ડૉક્ટર ઑન કૉલ, પ્રાથમિક ઉપચારની કિટ અને સર્વિસ સપોર્ટને પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં. આ સાહસિક રાઇડ બાદ બાઇકરોને આરોગ્યપ્રદ નાસ્તો પીરસવામાં આવ્યો હતો. આ રાઇડરોએ નવરાશની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો.

 

તે ફન અને ફૂડ સાથેનો એક આનંદભર્યો કાર્યક્રમ હતો અને તમામ રાઇડરો સંભારણા તરીકે પોતાની સાથે વિશિષ્ટ પ્રકારના ટીવીએસ યુરોગ્રિપ મર્ચંડાઇઝને પોતાની સાથે ઘરે લઈ ગયાં હતાં.

આ કાર્યક્રમ દરમિયાન વાત કરતી વખતે શિવમ દુબેએ માર્ગ સલામતી જેવા સામાજિક ઉત્કર્ષના હેતુઓને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારના કાર્યક્રમો યોજવા બદલ ટીવીએસ યુરોગ્રિપના પ્રયાસોને બિરદાવ્યાં હતા.

ટીવીએસ શ્રીચક્ર લિ.ના સેલ્સ અને માર્કેટિંગના ઇવીપી પી. માધવને આ કાર્યક્રમ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘બ્રન્ચ એન્ડ બાઇકિંગ – સનરાઇઝ રાઇડ્સ નવા જોડાણ અને સામાજિક ઉત્સર્ષના હેતુને પ્રોત્સાહન આપવા માટે આ મનોરમ્ય રાઇડ યોજવા શહેરના બાઇકરોને એકત્રિત કરીને ખૂબ જ આનંદિત છે. અમદાવાદના રાઇડરોએ આ પ્રકારના કાર્યક્રમ માટે ખૂબ જ ઉત્સાહ દાખવ્યો છે અને તેમના આ ઉત્સાહને જોઇને મને ખાતરી છે કે આ પ્રોપર્ટી ઘણી આગળ વધશે. આ રાઇડને રવાના કરાવવા માટે ક્રિકેટર શિવમ દુબેની ઉપસ્થિતિથી અમે ખૂબ જ પોરસાયા છીએ અને આ બાબત ચેન્નઈ સુપર કિંગ સાથેના અમારા ઘનિષ્ઠ જોડાણનો પુરાવો છે.’

 

આગામી સનરાઇઝ રાઇડ 18 ડિસેમ્બરના રોજ કોલકાતામાં યોજાશે. બ્રન્ચ એન્ડ બાઇકિંગની ગત આવૃત્તિઓ ભુવનેશ્વર, બેંગ્લુરુ, ચેન્નઈ, પૂણે અને ચંડીગઢમાં સફળતાપૂર્વક યોજવામાં આવી હતી.

ગત મહિને લખનઉમાં એક કમ્યુનિટી રાઇડનું આયોજન કરીને બ્રન્ચ એન્ડ બાઇકિંગ – સનરાઇઝ રાઇડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આગામી મહિનાઓમાં ટીવીએસ યુરોગ્રિપની યોજના વધુને વધુ બાઇકિંગ ઉત્સાહીઓને સાંકળવાની તથા અન્ય શહેરોમાં પણ બ્રન્ચ એન્ડ બાઇકિંગ સનરાઇઝ રાઇડ્સનું આયોજન કરવાની છે. રસ ધરાવતા રાઇડરો વધુ વિગતો માટે www.brunchandbiking.inની મુલાકાત લઈ શકે છે.