પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ખાપરી મેટ્રો સ્ટેશન ખાતે ‘નાગપુર મેટ્રો ફેઝ-1’ રાષ્ટ્રને સમર્પિત કર્યું અને ‘નાગપુર મેટ્રો ફેઝ-2’નો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ ખાપરીથી ઓટોમોટિવ સ્ક્વેર અને પ્રજાપતિ નગરથી લોકમાન્ય નગર સુધીની બે મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. નાગપુર મેટ્રોનો પ્રથમ તબક્કો રૂ. 8650 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે જ્યારે બીજા તબક્કાનો વિકાસ રૂ. 6700 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે.
પ્રધાનમંત્રી ફ્રીડમ પાર્ક મેટ્રો સ્ટેશનથી નાગપુર મેટ્રોમાં સવારી કરીને ખાપરી મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા. ફ્રીડમ પાર્ક મેટ્રો સ્ટેશન પર મેટ્રોમાં સવાર થતાં પહેલાં, પ્રધાનમંત્રીએ નાગપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રદર્શિત કરાયેલ ‘સપનો સે બેહતર’ પ્રદર્શનના સાક્ષી બન્યા હતા. પ્રધાનમંત્રી એએફસી ગેટ પર જાતે ઈ-ટિકિટ ખરીદી અને વિદ્યાર્થીઓ, નાગરિકો અને અધિકારીઓ સાથે પ્રવાસ કર્યો. પ્રવાસમાં તેમની સાથે વાતચીત પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“હું નાગપુર મેટ્રોના ફેઝ 1 ના ઉદ્ઘાટન પર નાગપુરના લોકોને અભિનંદન આપવા માગુ છું. બે મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરી અને મેટ્રોમાં સવારી પણ કરી. મેટ્રો આરામદાયક અને અનુકૂળ છે.