કે વાઈ સી (KYC) ના નામે બે મહિના સુધી એકાઉન્ટ ફ્રીઝ કરી અને ડોક્યુમેન્ટ ફરી અને ફરી આપવામાં આવતા પણ એકાઉન્ટ ઉપર કોઈજ કાર્યવાહી ના કરવાના લીધે અમદાવાદ સ્થિત ટેક્નોલોજી કંપનીએ બરોડામાં સ્થિત વાસના ભાયલી રોડ ઉપર આવેલ એક્સેસ બેન્ક ઉપર કન્ઝયુમર ફોરમમાં જવાનો નિર્ણય કર્યો છે. વધુ વિગતમાં ટેક્નોલોજી કંપનીના ઓનર જે 70 વર્ષની આયુ ધરાવે છે તેઓ તાંબિયાતથી નાદુરસ્ત હોવા છતાં આ વેરિફિકેશન કરવા બેન્ક પહોંચ્યા, તેઓએ સરકારી પુરાવા અને ગુમાસ્તા સર્ટિફિકેટ પણ આપ્યું પરંતુ તેમાં શબ્દો ઝાંખા છે અને ઝેરોક્સમાં વાંચતા નથી તેવું કહી બેન્કના અધિકારીઓએ તેમને કંપનીને અન્ય જગ્યાએ રજીસ્ટર કરવાનો અનુરોધ કર્યો. કંપનીની આવક 19 લાખ ની અંદર હોવાથી GST ફરજીયાત ના હોવા છતાં તેઓને તે લેવાની ફરજ પાડવાનો પ્રયત્ન કરાયો. કાયદાકીય ડોક્યુમેંટ હોવા છતાં બેન્કના કર્મચારી તરફથી બેજવાબદાર અને ગેરવ્યાજબી વલણ અપનાવવામાં આવ્યું હતું.
એટલુંજ નહિ, આજના ઝડપી ફાઇનાન્શ્યલ સર્વિસનો દાવો કરતી એક્સેસ બેન્ક દ્વારા બે મહિનાથી વધુ સમય લીધો હતો, કોર બેન્કિંગ હોવા છતાં 70 વર્ષની ઉંમરે તેઓને અમદાવાદ થી વડોદરા રૂબરૂ આવવું પડ્યું દસ વર્ષ જૂનું એકાઉન્ટ વેરીફાઈ કરવા માટે. આ દરમિયાન પણ તેઓને બેસાડી રાખી અને અન્ય પછી આવેલા લોકોને પ્રાધાન્ય આપ્યું હતું. તે વાતનો વિરોધ કરતા તેઓને એટેન્ડ કરાયા હતા. વિશ્વિક સ્તરની બેન્ક નું તેના કોર્પોરેટ ગ્રાહકો પ્રત્યેનું આવું બેજવાબદાર અને અન પ્રોફેશનલ વલણ એક્સિસ બેન્કની કસ્ટમર કેયરની પોલ ખોલે છે. બધાજ પેપર અને ડોક્યુમેન્ટ હોવા છતાં એકાઉન્ટ 2 મહિના કરતા વધારે સમયથી ફ્રીઝ હોવાથી કંપની પરસનલ એકાઉન્ટ માંથી એમ્પ્લોયીની સેલેરી કરવાની ફરજ પાડવામાં આવી છે.
કાયદાકીય ડોક્યુમેન્ટ હોવા છતાં ભોગવવી પડતી હાલાકી માટે અમદાવાદ સ્થિત કંપની તરફથી કન્ઝયુમર કંપ્લેન્ટ બાદ નામ અને વધુ માહિતી સાથે આ વિષે વિગતો નવજીવન ટાઈમ્સને આપશે