ભારતનું સૌથી વિશાળ ક્રિપ્ટો-ઈન્વેસ્ટિંગ એપ CoinSwitch (કોઈનસ્વિચે) આજે એકસચેન્જનું માર્કેટપ્લેસ CoinSwitch Pro (કોઈનસ્વિચ પ્રો) લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી. આ અનોખું કેવાયસી અભિમુખ મંચ ઉપભોક્તાઓને એક લોગિન સાથે ઘણાં બધાં એક્સચેન્જોમાં ભારતીય રૂપિયામાં ક્રિપ્ટો એસેટ્સ ટ્રેડ કરવામાં મદદ કરશે.
CoinSwitch Kuber (કોઈનસ્વિચ કુબેર) સાથે CoinSwitch (કોઈનસ્વિચે) ક્રિપ્ટો એસેટ રોકાણમાં ક્રાંતિ અને લોકશાહીકરણ લાવી દીધું છે અને 18 મિલિયન રિટેઈલ ઉપભોક્તાઓમાં જાગૃતિ લાવી દીધી છે, જેને લઈ લોન્ચનાં બે વર્ષમાં ભારતમાં તે સૌથી વિશાળ ક્રિપ્ટો મંચ બન્યું છે.
CoinSwitch Pro (કોઈનસ્વિચ પ્રો) (https://coinswitch.co/pro/trade) સાથે CoinSwitch (કોઈનસ્વિચે) ભારતીય ઉપભોક્તાઓ માટે સંપૂર્ણ ટ્રેડિંગ અનુભવની નવી કલ્પના કરી છે. ટ્રેડરો નિમ્નલિખિત સાથે એક્સચેન્જોમાં ટ્રેડ કરી શકે છેઃ
એક લોગિન,
આર્બિટ્રેજની તકોની ખોજ, તુલના અને લાભ લો, અને
એકીકૃત પોર્ટફોલિયોમાં રોકાણોનું સંચાલન કરો.
“CoinSwitch Pro (કોઈનસ્વિચ પ્રો) અગાઉ ક્યારેય નહીં તે રીતે કેવાયસી- અભિમુખ મંચ પર ભારતીયોને ક્રિપ્ટો એસેટ્સ ટ્રેડ કરવામાં મદદ કરે છે. અમે માનીએ છીએ કે ક્રિપ્ટો ટ્રેડરો હાલમાં ભારતમાં પ્રોડક્ટો દ્વારા ઓછા પહોંચી શકાયા છે. કોઈનસ્વિચ પ્રો સાથે અમે ટ્રેડિંગ અનુભવને નવી ઊંચાઈએ લઈ જવા માગીએ છીએ. ટ્રેડરોને સાગમટે ઘણાં બધાં એક્સચેન્જોમાં ક્રિપ્ટો એસેટ્સની કિંમતની વધઘટની ખોજ કરવા અને લાભ લેવા માટે મદદરૂપ થવા માગીએ છીએ અને નફો કરવાની તકો નિર્માણ કરવા માગીએ છીએ,” એમ CoinSwitch (કોઈનસ્વિચના) co-founder (સહ- સ્થાપક) અને CEO (સીઈઓ) આશિષ સિંઘલે જણાવ્યું હતું.
બાળપણના મિત્રો આશિષ સિંઘલ, વિમલ સાગર તિવારી અને ગોવિંદ સોની દ્વારા સ્થાપિત CoinSwitch (કોઈનસ્વિચે) સપ્ટેમ્બર 2021માં Coinbase Ventures (કોઈનબેઝ વેન્ચર્સ) એન્ડ Andreessen Horowitz (એન્ડ્રીસેન હોરોવિટ્ઝ) (a16z) પાસેથી સિરીઝ સી ફન્ડિંગમાં 260 મિલિયન ડોલર ઊભા કરીને 1.9 અબજ ડોલરના મૂલ્યાંકન સાથે ક્રિપ્ટો યુનિકોર્ન બની છે. કંપનીના અન્ય બ્લુ ચિપ રોકાણકારોમાં Tiger Global (ટાઈગર ગ્લોબલ), Sequoia Capital India (સિક્વોઈ કેપિટલ ઈન્ડિયા), Ribbit Capital (રિબિટ કેપિટલ) અને Paradigm (પેરાડાઈમ)નો સમાવેશ થાય છે. CoinSwitch (કોઈનસ્વિચ) મેક મની ઈક્વલ ફોર ઓલના તેના ધ્યેયના ભાગરૂપે માર્ચ 2023ના અંત સુધી તેની પ્રથમ નોન- ક્રિપ્ટો ઓફર લોન્ચ કરવા માટે પણ સુસજ્જ છે.