આગા ખાન એજન્સી ફોર હેબિટેટ ઈન્ડિયા (AKAHI) દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગ્લોબલ વોર્મિંગ સહિતના પર્યાવરણીય ફેરફારો સાથે જોડાયેલી પાયાની સેવાઓનો અભાવ, લોકોના જીવનની સ્થિતિ, આરોગ્ય અને આજીવિકા પર ભારે દબાણ લાવે છે. આ સાથે શહેરોની ઝૂંપડપટ્ટીમાં સતત વધતી જતી વસ્તી પણ મહત્વનું પરિબળ છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં બે સંવેદનશીલ ઝૂંપડપટ્ટીઓને પસંદ કરીને તેમાં હાથ ધરવામાં આવેલા પ્રયોગિક અભ્યાસમાંથી આ તારણો સામે આવ્યા છે.
અભ્યાસના તારણો મુજબ સમુદાયો મોટાભાગે પૂર અને ફ્લેશ ફ્લડ એટલે કે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો, હીટ વેવ, વાયુ પ્રદૂષણ, આગ સહિતના પર્યાવરણીય જોખમોના સંપર્ક રહે છે. વધુ વસ્તીવાળી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સંવેદનશીલ હોય છે અને નિર્જલીકરણ, હીટ સ્ટ્રોક, શ્વસન સંબંધી વિકૃતિઓ, કાર્ડિયો-શ્વસન સંબંધી સમસ્યાઓ જેમ કે આંખમાં બળતરા, ત્વચા સંબંધિત સમસ્યાઓ અને અસ્થમાથી અસરગ્રસ્ત હોય છે. આ ઉપરાંત કચરાનો યોગ્ય નિકાલ, ઉદ્યોગોમાંથી પ્રદૂષિત પાણી છોડવા, ગટર ઓવરફ્લો, ઔદ્યોગિક કચરો, ખુલ્લી ગટર, માળખાકિય સુવિધા અને કચરાના વ્યવસ્થાપનનો અભાવ જેવી પાયાની સુવિધાઓ ન હોવાને કારણે પાણીની ગુણવત્તા કથળતી જાય છે અને પાણીજન્ય રોગો વધુ ફેલાય છે.
અમદાવાદમાં એક વર્કશોપને સંબોધતા AKAHIના CEO પ્રેરણા લાંગાએ જણાવ્યું હતું કે, ‘આબોહવાના જોખમ પ્રત્યે સંવેદનશીલ શહેરી સમુદાયોની નબળાઈઓને ઘટાડવા અને તેમના જીવનની ગુણવત્તા સુધારવાના ઉદ્દેશ્ય સાથે, AKAH ઈન્ડિયાએ ‘શહેરી જોખમ સ્થિતિસ્થાપકતા અને આબોહવા પરિવર્તન અનુકૂલન’ પર સંશોધન શરૂ કર્યું છે. આ શહેરી આયોજન અને જોખમ ઘટાડવા સહિતની દરેક વિકાસ પ્રક્રિયામાં આપત્તિ વ્યવસ્થાપનના સિદ્ધાંતોને આત્મસાત કરવા માટે વડાપ્રધાનના 10-પોઇન્ટ એજન્ડાને અનુરૂપ છે. આ સંશોધન અને મલ્ટિ-સ્ટેકહોલ્ડર્સની સહભાગિતાનો ઉપયોગ કરીને ટકાઉ અને સ્થિતિસ્થાપક શહેરી ઇકોસિસ્ટમ્સ માટે એક સર્વગ્રાહી માળખું પૂરું પાડવું. આ સાથે શહેર સ્તર પર 2070 સુધીમાં નેટ ઝીરોની ભારતની પ્રતિબદ્ધતાને વાસ્તવિક બનાવવાની છે.’
અમદાવાદ પસંદ કરવાનું કારણ મુખ્યત્વે સ્થાનિક સરકાર અને મ્યુનિસિપલ સંસ્થાઓનું સાથે જોડાણ છે તેમજ રાજ્ય અને શહેરી વિકાસમાં અગ્રેસર છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા હાથ ધરવામાં આવેલા અર્બન ક્લાઇમેટ વલ્નેરેબિલિટી એસેસમેન્ટ (UCVA) ઇન્ડેક્સ અનુસાર સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ સ્માર્ટ સિટી તરીકે ઓળખાયેલા શહેર ત્રણ પાસાઓમાં સૌથી વધુ સંવેદનશીલ છે જેમાં પ્રથમ ‘ભૌતિક પરિબળો’ જ્યાં રહેવાસીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હવામાનની અસરોના વધુ સંપર્કમાં હોય છે, બીજુ ‘જોખમી પરિબળો’ જ્યાં શહેરનું ભૌગોલિક સ્થાન તેને વિવિધ જોખમો માટે વધુ સંવેદનશીલ બનાવે છે અને ત્રીજુ ‘વસ્તી વિષયક પરિબળો’ જે વસ્તીની ઘનતા પર આધારિત પરિબળ છે.
અભ્યાસ બાદ નીચે આપેલા સૂચિત કાર્યોની ભલામણ કરવામાં આવી છે.
સૂચિત કાર્ય/સૂચનાઓ:
• શહેર કક્ષાએ સામૂહિક જાગૃતિ અભિયાનો શરૂ કરવા
• સંબંધિત શહેરની અર્બન હીટ એક્શન પ્લાન માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ(PPP) મોડલ સાથે ભાગીદારીમાં અસરકારક પગલાં લેવા
• સ્થાનિક આયોજકો અને હિતધારકોને સાર્વજનિક જગ્યાઓના સલામતીના મૂલ્યાંકન અને નિવાસી કલ્યાણ સંગઠનોને જોડવા જેવી સમુદાયોની જરૂરિયાતોને અસરકાર રીતે સંકલિત કરવા માટે ભલામણ
• શહેરી સ્થિતિસ્થાપકતા અને આબોહવા જોખમો ઘટાડવા રોડ મેપ ડિઝાઇન કરવા માટે સિટી ઓથોરિટીને સુવિધા આપવી
• આરોગ્ય, વૉશ, હાઉસિંગ, પાણી પુરવઠો, ડ્રેનેજ અને સેનિટેશન, અગ્નિ, ઘન કચરો, શહેરી સમુદાયનો વિકાસ, જમીનના ઉપયોગનું આયોજન અને હેરિટેજ જેવા મુખ્ય વિભાગોના સમુદાયોમાંથી એકત્ર કરવામાં આવેલી માહિતીના આધારે જોખમમાં ઘટાડો કરવા માટે નિરંતર પ્રયાસ કરવો
• યુવા અને મહિલા સહકારી સંસ્થાઓને જોડો અને આબોહવા જોખમો અને આવા જોખમોમાંથી પસાર થવાની સંભવિત તકો અંગે પુરાવા એકત્રિત કરવા
• સૂક્ષ્મ સ્તરે, આજીવિકાની તકો ઊભી કરવી જે સરકારી યોજનાઓ સાથે જોડાયેલી છે. હાઉસિંગ પહેલ જેમ કે વરસાદી પાણીનો સંગ્રહ, કૂલ રૂફિંગ સોલ્યૂશન્સ, કિચન ગાર્ડન જે લોકોને પરવડે તેવી કિંમતમાં ઉપલબ્ધ કરાવવી.