બહેતર ગુણવત્તાવાળા કોચ અને વધુ વ્યવહારુ પ્રવાસ પેકેજોની જોગવાઈ દ્વારા રેલ આધારિત પ્રવાસનને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને વધુ સઘન બનાવવા માટે ભારત ગૌરવ ટ્રેન યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી.
સુધારેલી નીતિની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
હવેથી, ભારત ગૌરવ ટ્રેન યોજના હેઠળ ફક્ત લિંકે હોફમેન બુશ (LHB) કોચ ફાળવવામાં આવશે.
રેલ પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને ઉત્પાદનોને વધુ વ્યવહારુ બનાવવાના ઉદ્દેશ્યથી, રેલ્વે મંત્રાલયે આ યોજના હેઠળ ભારત ગૌરવ ટ્રેનોના સંચાલન માટે નિયત અને પરિવર્તનશીલ નૂર શુલ્કમાં ઓવરહેડ ઘટક ન વસૂલવાનો નિર્ણય કર્યો છે. ભારત ગૌરવ ટ્રેન યોજના હેઠળ રેલ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવે દ્વારા લગભગ 33 ટકા રાહત આપવામાં આવશે.
હાલના સેવા પ્રદાતાઓ, જેમને ભારત ગૌરવ ટ્રેન નીતિના માળખા હેઠળ પહેલેથી જ ICF રેક ફાળવવામાં આવ્યા છે, તેઓને સંશોધિત ટેરિફ પર કરારના બાકીના સમયગાળા માટે LHB રેક્સ પર સ્વિચ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જો કે, જો તેઓ પહેલેથી જ ફાળવેલ રેક સાથે ચાલુ રાખવાનું પસંદ કરે છે, તો સુધારેલા ટેરિફનો લાભ નવી અસર સાથે ઉપલબ્ધ થશે.
લાગુ સંશોધિત શુલ્ક સૂચિત કરવામાં આવ્યા છે.