પોરબંદર માં રવિવારે દૌડ વીરો માટે કોસ્ટલ હાફ મેરેથોન સ્પર્ધા

પોરબંદરનાં આંગણે કોરોના મહામારીના બે વર્ષ બાદ શિયાળાની શુભ સવારે તારીખ ૧૩, નવેમ્બર, ૨૦૨૨ ને રવિવારનાં રોજ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ – પોરબંદર દ્વારા કોસ્ટલ હાફ મેરાથોન – ૨૦૨૨ નું આયોજન કરવામાં આવેલ છે. લોકોની આરોગ્ય સુખાકારી સુવિધા સારી રહે, તંદુરસ્ત રહે,નિરોગી રહે અને સ્પોર્ટસની મજા માણી શકે તે માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ – પોરબંદર દ્વારા યોજવામાં આવતી આ મેરાથોનમાં ગુજરાતભર માંથી દોડવીરો આ સ્પર્ધામાં ભાગ લેવા ઉમટી પડશે. જેમાં ૨ કી.મી. કિડ્સ રન, ૫ કી.મી.ફન રન( ચાલવાનુ), ૫ કી.મી. સ્માર્ટ રન (સ્પાર્ધાત્મક), ૧૦ – કી.મી.ફિટનેશ રન (સ્પાર્ધાત્મક), ૨૧ કી.મી. હાફ મેરાથોન (સ્પાર્ધાત્મક) વિવિધ ઉંમરની કેટેગરી વાઈઝ યોજાશે.

આ મેરાથોનનો રૂટ ચોપાટી લોકમેળા ગ્રાઉન્ડથી રિલાયન્સ ફુવારો, જુનો ફુવારો, કમલાબાગ, વીર ભનુની ખાંભી થી બિરલા ઇન્દિરાનગર થી ઓડદર થઇને પરત બિરલા ઇન્દિરાનગર વીર ભનુની ખાંભીએથી થઇ પેરેડાઇઝ ફુવારાથી કલેકટર બંગલોથી કનકાઇ મંદિરવાળા ગેઇટથી ચોપાટીથઈને હાથી વાળા ગ્રાઉન્ડનાં ગેઇટથી મેળાવાળા ગ્રાઉન્ડમાં પરતનો ૨૧ કી.મી. માટેનો રહેશે તેમજ ૧૦ કી.મી.વાળા દોડવીરોએ ઈન્દિરાનગરથી પરત થવાનું રહેશે અને ૫ કી.મી.વાળા દોડવીરોએ વીર ભનુની ખાંભી થી પરત થવાનું રહેશે. તેમજ ૨ કી.મી.નો રૂટ લોકમેળા ગ્રાઉન્ડથી કનકાઇ માતાજીનાં મંદિર થઈ ચોપાટી થઈને હાથીવાળા ગ્રાઉન્ડે થી પરત આવવાનો રહેશે.

આ મેરાથોનમાં ૬ વર્ષથી ઉંમરનાં લઇને ૯૦ વર્ષની ઉંમર સુધીનાં દોડવીરો ભાગ લઇ રહ્યા છે જેમાં વિવિધ કેટેગરી વાઇઝ સ્પર્ધાત્મક દોડમાં દોડવીરો નું ઓનલાઈન તથા ઓફલાઈન રજીસ્ટે્રશન થયેલુ છે અને તેઓ ઉપર મુજબનાં રૂટમાં અલગ અલગ કેટેગરી વાઈઝ દોડ લગાવશે. દોડવીરોની સુવિધા માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ – પોરબંદર દ્વારા સવારે રીપોટીંગ પુર્ણ થયા બાદ એક્સટ્રીમ ફીટનેશ કેર દ્વારા ઝુમ્બા ડાન્સ તથા રૂટ ઉપર દર ર(બે) કી.મી.એ મંડપો સ્વયંસેવકો સાથે ગોઠવવામાં આવેલ છે. જેમાં પાણી, ઍનર્જી ડ્રિન્ક્સ પુરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તેમજ અમુક અંતરે ડી.જે.ની સગવડતાઓ પણ રાખવામાં આવેલી છે. ગ્રાઉન્ડ ઉપર ચા-પાણી તથા નાસ્તા ની વ્યવસ્થા દોડવિરો માટે રાખવામાં આવેલ છે.

આ મેરાથોનને સફળ બનાવવા સહયોગ આપનાર ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર નગરપાલીકા, પોરબંદર પોલીસવિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા હોમગાર્ડ કચેરી, રોટરી ક્લબ ઓફ પોરબંદર તેમજ મેડીકલ સેવાઓ માટે સીવીલ હોસ્પિટલ -પોરબંદર, આરોગ્ય વિભાગ – પોરબંદર તથા ૧૦૮ ઇમરજન્સી- ટીમ તેમજ ધન્યતા ફીજીયોથેરાપીનાં ડો.સિધ્ધાંત ખાંડેકર તેમજ ડો.નુતનબેન ગોકાણીની ટીમ ફીજીયોથેરાપીની સેવા અને રૂટ ઉપર ડોક્ટરોની સેવા પુરી પાડવામાં આવશે. આ મેરાથોન યોજવા માટે સૌરાષ્ટ્ર સિમેન્ટ લી., સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રીઝવાન આડતીયા ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર કેમીકલસ(નીરમા), બ્લોસમ એજ્યુકેશન ટ્રસ્ટ(ભરતભાઈ હીરજીભાઇ ઠકરાર), દિપકભાઇ જટાણીયા, સુભાષભાઈ રાયઠઠા(યુ.કે) તેમજ અન્ય દાતાઓ તરફથી સ્પોન્સરશીપ મળેલ છે. ભાગ લેનાર દોડવીરોને તા.૧૨/૧૧/૨૦૨૨ ને શનિવારનાં રોજ તેમની કીટમાં, ટી-શર્ટ, બીબ, ચેસ્ટ નંબર, નાસ્તા માટેનાં કુપન, સાથે આગલા દિવસે આપી દેવામાં આવશે તેમજ વિજેતાઓને માટે આશરે ૨.૫૦(અઢીલાખ)ના ઇનામો રાખવામા આવેલ છે અને વિજેતાઓમાટે ટ્રોફી, સર્ટીફીકેટ અને ફનરન સીવાયના તમામ દોડવીરો માટે મેડલ તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.

આ ઇવેન્ટ રાહુલભાઇ ડાંગર, રેસ ડાયરેક્ટર, રાજકોટ તરફથી ટેકનીકલ એડવાઇઝર તરીકેની સેવા આપશે. તેમજ આલ્ફા સોલ્યુશન, પુણે (છઋઈંઉ)ની ડીજીટલ ટાઇમીંગ સિસ્ટમ સાથે વિજેતાઓનું રીઝલ્ટ શીટ તૈયાર થશે. દોડવીરોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબે તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવેલ છે. પોરબંદર જિલ્લાના નાગરીકોને વહેલી સવારે આ મેરાથોન નિહાળવા લોકોને શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.